Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dang-સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ

ડાંગ ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણ માં પલટો આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાતા ઠન્ડી નો ચમકારો તાપમાન ગગડતા ઠંડી ને પગલે માર્ગો બન્યા સુમસામ કમૌસમી વરસાદ ને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા DANG RAIN: ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો (Climate change)આવ્યો છે,ડાંગ-સાપુતારા...
dang સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ
Advertisement
  • ડાંગ ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણ માં પલટો
  • આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાતા ઠન્ડી નો ચમકારો
  • તાપમાન ગગડતા ઠંડી ને પગલે માર્ગો બન્યા સુમસામ
  • કમૌસમી વરસાદ ને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા

DANG RAIN: ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો (Climate change)આવ્યો છે,ડાંગ-સાપુતારા (DANG RAIN)સાપુતારા (Hill station)સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી એક તરફ પ્રવાસીઓમાં તો ખુશીનો માહોલ છે બીજી તરફ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે,તળેટી વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે.એક તરફ ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે.

કમોસમી માવઠાથી ખેડૂતોમાં ચિંતા

ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં પલટો આવ્યો છે.આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાતા ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે,તો તાપમાન ગગડતા ઠંડીને પગલે માર્ગો સુમસામ બન્યા છે.જોકે સાપુતારા ખાતે વરસાદી માહોલ અને શીત લહેરને પગલે પ્રવાસીઓ ખુશ ખુશાલ જોવા મળ્યા છે.કમૌસમી વરસાદી ઝાપટુ પડ્યું હતુ જેને લઈ સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા હતા.હિલ સ્ટેશન (Hill station)હોવાથી કયારેય પણ ઝાપટું પડે તેવી શકયતાઓ અનેકવાર જોવા મળી છે.

Advertisement

Advertisement

વલસાડમાં પણ કમૌસમી વરસાદ

ગુજરાતના વલસાડ,ડાંગ,(Dang Rain )સાપુતારામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે.ભરશિયાળે વલસાડમાં કમોસમી વરસાદ થયો હોવાની વાત સામે આવી છે.ધરમપુર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ થયો છે,આવધા, રાજપુરી ગામોમાં માવઠું પણ થયું છે,તો બીજી તરફ ગોરખડા, મોહપાડા સહિતના ગામોમાં માવઠું થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.ગુજરાતમાં હાલમાં કોઈ પણ જગ્યાએ વરસાદ પડયો ન હતો પરંતુ અચાનક વાતાવરણ બદલાઈ જતા દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

અંબાલાલ પટેલે વરસાદની કરી હતી આગાહી

વલસાડ જિલ્લામાં બુધવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આજે ધરમપુરના અંતરિયાળ આવધા અને આસપાસના ગામો રાજપુરી, ગોરખડા અને મોહપુરી ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આમ શિયાળામાં વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થઈ જતા લોકોએ ઠંડીમાં ઠુંઠવાવવાનો વારો આવ્યો છે.ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે.

Tags :
Advertisement

.

×