Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAIN: રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠું, આકાશમાં કાળા ડિંબાંગ વાદળો..

આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ 2 કલાકમા રાજ્યના 20 તાલુકામાં વરસાદ તાલાલા, વેરાવળમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ જૂનાગઢના વંથલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠું જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં કમોસમી વરસાદ ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં વરસાદ બનાસકાંઠા,...
rain  રાજ્યમાં સૌરાષ્ટ્ર  ઉત્તર દક્ષિણ ગુજરાતમાં માવઠું  આકાશમાં કાળા ડિંબાંગ વાદળો
Advertisement

આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ
2 કલાકમા રાજ્યના 20 તાલુકામાં વરસાદ
તાલાલા, વેરાવળમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ
જૂનાગઢના વંથલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ
સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠું
જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં કમોસમી વરસાદ
ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં વરસાદ
બનાસકાંઠા, નવસારી જિલ્લામાં પણ વરસાદ
માવઠાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે જેથી ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી અમદાવાદ સહિતના શહેરોનું આકાશ પણ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયું છે. સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ કરા પણ પડ્યા છે. અપર સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાના કારણે વાતાવરણ બદલાયું છે અને 2 દિવસ સુધી રાજ્યમાં માવઠાની અસર જોવા મળશે.

Advertisement

Advertisement

તાલાલા અને વેરાવળમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે ધારણા મુજબ ઘણા વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે. રાજ્યના 20 તાલુકામાં સવારના 2 કલાકમાં વરસાદ પડ્યો છે. તાલાલા અને વેરાવળમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે તો જૂનાગઢના વંથલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠાની સ્થિતી

બદલાયેલા હવામાનના પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠાની સ્થિતી સર્જાઇ છે. જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

ગિરનાર પર્વત પર ગાજવીજ અને પવન સાથે વરસાદ

રાજકોટના જેતપુર, ગોંડલ, વિરપુરમાં ગાજવીજ સાથે વરસાદ છે તો ગીર સોમનાથના તાલાલા, વેરાવળ, સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક કમોસમી વરસાદ છે જેમાં જાફરાબાદ, સાવરકુંડલા, ધારી, રાજુલા, ધારીમાં વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો છે જેથી પરિક્રમાર્થીઓને હાલાકી પડી છે. વરસાદના પગલે રોપ-વે સેવા પણ ખોરવાઈ છે.

બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ

બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. બરવાળા શહેર અને તાલુકામાં વરસાદ પડ્યો છે. રોજીદ વહીયા, ખાંભડા, બેલા,
ટીંબલા, કાપડિયાળી, ખમીદાણામાં વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

આ પણ વાંચો---AHMEDABAD : કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ

Tags :
Advertisement

.

×