Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Saurashtra : ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર : નવસારીમાં 4 ઈંચ, અમરેલીના ખેતરોમાં પાણી ભરાયા

Saurashtra : ગુજરાતમાં ઓક્ટોબરના અંતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાનની આશંકા છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે, જાણો ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે
saurashtra   ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર   નવસારીમાં 4 ઈંચ  અમરેલીના ખેતરોમાં પાણી ભરાયા
Advertisement
  • Saurashtra : કમોસમી વરસાદનો માર, નવસારીમાં 4 ઈંચ, અમરેલીમાં પાકને નુકસાન
  • ગુજરાતમાં મેઘરાજાની ધમાચકડી : રાજુલા-ખાંભામાં ધોધમાર વરસાદ
  • ખેડૂતોની ચિંતા વધી : કમોસમી વરસાદથી ઊભા પાક ડૂબ્યા
  • નવસારીથી અમરેલી સુધી વરસાદનો કહેર, પાણી ભરાયા ખેતરો
  • અચાનક વરસાદનો હુમલો : ઉમરગામ-જાફરાબાદમાં મેઘરાજા સક્રિય

Saurashtra : ગુજરાતમાં ઓક્ટોબરના અંતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાનની આશંકા છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં 2 ઈંચ અને ખેરગામમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના પાંચ તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

અમરેલીમાં મેઘરાજાનું આગમન

Advertisement

અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં કમોસમી વરસાદનું આગમન થયું છે. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં ભાકોદર, લોઠપુર, લુણસાપુર અને મીતયાળા ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. દરિયાકાંઠાના ખેરા અને પટવા ગામોમાં પણ મેઘરાજાએ ધમાચકડી બતાવી છે. સાવરકુંડલાના થોરડી ગામમાં પવન સાથે ઝાપટું પડ્યું, જેના કારણે વીજળીના ખંભા હાલ્યા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે.

Advertisement

રાજુલામાં ધોધમાર વરસાદ

રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં જ શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ડુંગર, છતડીયા, નવી-જુની માંડરડી અને જોલાપુર ગામોમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. કપાસ, મગફળી અને ધાન જેવા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂતોએ જણાવ્યું કે, "અમે પાક લેવાની તૈયારીમાં છીએ, પરંતુ આ કમોસમી વરસાદે અમારી મહેનત પર પાણી ફેરવી દીધું છે." હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે, કારણ કે તૈયાર મગફળી, કપાસ અને ડાંગર જેવા પાકને નુકસાનની શક્યતા છે.

IMDના અનુસાર, આગામી 24 કલાકમાં નવસારી, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને તડિતની શક્યતા છે. 25 ઓક્ટોબરથી તીવ્રતા વધી શકે, અને આ વરસાદ અરબી સમુદ્ર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છે.

આ પણ વાંચો- બોટાદ કડદા મુદ્દો બન્યો સૌરાષ્ટ્ર વ્યાપી : AAP એ 31 ઓક્ટોબરે ખેડૂતોની મહાપંચાયતની કરી જાહેરાત

Tags :
Advertisement

.

×