ISI એજન્ટ શહજાદની ધરપકડ કરતી ઉત્તરપ્રદેશ ATS, વાંચો તેની કુંડળી
- ઉત્તરપ્રદેશ એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરાઇ
- ઓપરેશન સિંદૂર બાદ દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક
- એજન્ટ બનાવવાનું નેટવર્ક ચલાવતો હતો
ISI Agent Shahzad : પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ઉત્તર પ્રદેશ એટીએસએ (UP ATS) મુરાદાબાદમાંથી શહઝાદ નામના (ISI Agent Shahzad) એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ શખ્સ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના અધિકારીઓના સઘન સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તે ભારત દેશની ગુપ્ત માહિતી છુપી રીતે દુશ્મનો સુધી પહોંચાડી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, જાસુસીની કિસ્સામાં અત્યાર સુધી જ્યોતિ અને અરમાન નામના બ્લોગર્સ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર બાદ દેશની સુરક્ષા એજન્સીઓ વધારે સતર્કતા દાખવી રહી છે.
ઉત્તર પ્રદેશથી ઘણા લોકોને પાકિસ્તાન મોકલવતો
ISI ના હેન્ડલર્સ દ્વારા સેના અને સરકારની માહિતી પાકિસ્તાન મોકલવામાં આવી રહી છે. માહિતીના બદલામાં હેન્ડલર્સ મોટી રકમ મેળવતા હતા. અને તેને દેશભરમાં ફેલાયેલા ISI એજન્ટો સુધી પહોંચાડતા હતા. આઇએસઆઇ એજન્ટ શહજાદ પર ઉત્તર પ્રદેશથી ઘણા લોકોને પાકિસ્તાન મોકલવાનો પણ આરોપ છે. તે તમામ ISI ની તાલીમ મેળવીને આવ્યા હતા અને પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
લખનૌમાં કેસ નોંધાયો
શહજાદ ઉત્તર પ્રદેશના રામપુરનો રહેવાસી છે. તે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે કોસ્મેટિક્સ, કપડાં, મસાલા અને અન્ય વસ્તુઓ ભારતમાં લાવતો હતો અને વેચતો હતો. સાથે જ તે ધંધાની આડમાં પાકિસ્તાન માટે ભારતની જાસૂસી પણ કરતો હતો. એટીએસ લખનૌએ શહઝાદ વિરુદ્ધ કલમ ૧૪૮ અને ૧૫૨ હેઠળ કેસ નોંધ્યો છે.
સારા એવા પૈસા મેળવતો
ATS દ્વારા જારી કરાયેલી પ્રેસનોટ મુજબ, શહજાદ પાકિસ્તાનથી માલ લાવતો હતો અને ભારતમાં વેચતો હતો. પાકિસ્તાનની મુસાફરી દરમિયાન તે ISI ના અધિકારીઓને મળ્યો અને તેમના માટે કામ કરવાનું શરૂ કર્યું. તેના દ્વારા ISI તેના એજન્ટોને પૈસા મોકલાવતું હતું. ISI એ તેને લોકોને પાકિસ્તાનના જાસૂસ બનાવવાનું કામ પણ સોંપ્યું હતું, જેના બદલામાં તેને સારા એવા પૈસા મળતા હતા.
વિઝા અને ટિકિટની વ્યવસ્થા કરી આપતો
શહજાદ જાસૂસીની તાલીમ લેવા માટે પાકિસ્તાન જતા લોકો માટે વિઝા અને સિમ કાર્ડની વ્યવસ્થા કરતો હતો. તે લોકોને લાંચ આપીને જાસૂસી કરવા માટે પ્રેરવાનું નેટવર્ક હતો. સાથે જ તે ISI ના અધિકારીઓના સંપર્કમાં રહીને વિઝા અને ટિકિટની વ્યવસ્થા કરતો હતો. તેણે લોકોને રોડ, ટ્રેન અને હવાઈ માર્ગે પાકિસ્તાન જવા માટે મદદ કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો --- જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શોપિયામાંથી હથિયારો સાથે 2 આતંકી ઝડપાયા


