Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંચાગ જોઈને પોલીસ કરશે ક્રાઈમ કંટ્રોલ? જાણો શું છે અમાસ અને ક્રાઈમનું કનેક્શન

ઉત્તરપ્રદેશ પોલીસે (UP Police) રાજ્યોમાં ગુનાખોરીનો ગ્રાફ માપવા અને તેને કંટ્રોલ કરવા માટે એક નવી રીત અપનાવવા જઈ રહી છે. ઉત્તરપ્રદેશના DGP (UP DGP) વિજય કુમારે (IPS Vijay Kumar) પોતાના દરેક ઓફિસરોને તે નિર્દેશ કર્યો છે કે તેઓ જિલ્લામાં અમાસ...
પંચાગ જોઈને પોલીસ કરશે ક્રાઈમ કંટ્રોલ  જાણો શું છે અમાસ અને ક્રાઈમનું કનેક્શન
Advertisement

ઉત્તરપ્રદેશ પોલીસે (UP Police) રાજ્યોમાં ગુનાખોરીનો ગ્રાફ માપવા અને તેને કંટ્રોલ કરવા માટે એક નવી રીત અપનાવવા જઈ રહી છે. ઉત્તરપ્રદેશના DGP (UP DGP) વિજય કુમારે (IPS Vijay Kumar) પોતાના દરેક ઓફિસરોને તે નિર્દેશ કર્યો છે કે તેઓ જિલ્લામાં અમાસ અને તેની આસપાસન ગુનાની મૈપિંગ કરે અને હોટસ્પોટને પોઈન્ટ કરે તે બાદ ક્રાઈમ કંટ્રોલનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે.

પોલીસનું વિશ્લેષણ

ઉત્તરપ્રદેશ પોલીસવડાએ (UP DGP) દરેક જિલ્લાઓ અને પોલીસ કમિશ્નરેટમાં થયેલા ઘટનાઓનું વિશ્લેષણ કર્યું છે. જે બાદ તે તથ્ય સામે આવ્યું છે કે, હિંદૂ પંચાગ પ્રમાણે કૃષ્ણ પક્ષ દરમિયાન ગુના વધારે થાય છે. ખાસ વાત એ છે કે, અમાસના એક સપ્તાહ પહેલા અને તેના એક સપ્તાહ બાદ રાતના સમયે વધારે ગુના બને છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આ દરમિયાન રાતના અંધારું વધારે હોય છે અને એવામાં ગુનેગાર વધારે ક્રાઈમને અંજામ આપે છે.

Advertisement

up police will take help of hindu panchang for crime control

Advertisement

up police will take help of hindu panchang for crime control

એક્શન પ્લાન થશે તૈયાર

હવે હિંદૂ પંચાગ પ્રમાણે દરેક મહિનાના કૃષ્ણ પક્ષ અને અમાસને વિશેષ રીતે પોઈન્ટ કરવામાં આવશે. અમાસના એક સપ્તાહ પહેલા અને તેના બાદ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે. ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ યૂપી 112 દ્વારા જે સુચના મળશે તેની સાથે મેચ કરતા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.

રિપોર્ટ તૈયાર કરાશે

ઉત્તરપ્રદેશ પોલીસવડાએ સપ્ટેમ્બરની 14 અને ઓક્ટોબરની 14 તારીખનું ઉદાહરણ આપતા કહ્યું કે, આ અમાસની તારીખ છે અને તે પહેલા અને તે બાદની ઘટનાઓની ટ્રેકિંગ કરવામાં આવશે. તે બાદ યોજાના તૈયાર કરવામાં આવશે.જ્યાં જ્યાં ગુના થયાં છે તેનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો : માત્ર રંગ નહી ઘણા ફિચર્સમાં પણ કરાયા છે ફેરફાર, મુસાફરી બનશે વધુ આરામદાયક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×