VISA ને પછાડીને UPI વિશ્વની ટોચની રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની
- માત્ર 9 વર્ષમાં જ વિશ્વમાં ટોચનું સ્થાન જમાવ્યું
- કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર પર માહિતકી આપી
- યુપીઆઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક - અમિતાભ કાંત
UPI : ભારતના સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (MINISTER OF IT JYOTIRADITYA SCINDIA) એ સોમવારે જણાવ્યું હતું કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે વિશ્વની ટોચની રીઅલ-ટાઇમ ચુકવણી સિસ્ટમ (REAL TIME PAYMENT SYSTEM) બની ગઈ છે. કેન્દ્રીય મંત્રી સિંધિયાએ ઇન્ફોગ્રાફિક દ્વારા X પર UPI ની આ સિદ્ધિને પ્રકાશિત કરી છે. તેમના દ્વારા શેર કરાયેલા UPI ડેટા મુજબ, UPI એ 650.26 મિલિયન દૈનિક વ્યવહારો સાથે વિઝાને પણ પાછળ છોડી દીધું છે, જ્યાં વિઝાનો આંકડો 639 મિલિયન નોંધાયો હતો.
India’s digital powerhouse UPI is now world’s #1 real-time payment system…
Another transformative milestone under PM @narendramodi ji’s leadership. 🇮🇳#DigitalIndia pic.twitter.com/APDFTHc3SL
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 14, 2025
UPI હાલમાં 7 દેશોમાં ઉપયોગમાં લેવાય છે
કેન્દ્રીય મંત્રી સિંધિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, "ભારતનું ડિજિટલ પાવરહાઉસ UPI સમગ્ર વિશ્વમાં રીઅલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (PM NARENDRA MODI) નેતૃત્વમાં બીજી પરિવર્તનશીલ સિદ્ધિ છે." માહિતી આપતાં તેમણે જણાવ્યું કે UPI હાલમાં 7 દેશોમાં ઉપયોગમાં લેવાય છે, જેમાં સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત (UAE), ફ્રાન્સ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને મોરેશિયસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલાક અન્ય દેશો પણ UPI અપનાવવા માટે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છે.
નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવ્યું
અગાઉ, નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે યુપીઆઈની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે યુપીઆઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક છે અને તેણે નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.
અન્ય કોઈપણ દેશ કરતાં વધુ ઝડપી ચુકવણી
નોંધનીય છે કે તાજેતરમાં, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા એક નોંધમાં, એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) આધારિત ડિજિટલ ચુકવણીના વ્યાપક અપનાવવાના કારણે, ભારત હવે વિશ્વના અન્ય કોઈપણ દેશ કરતાં વધુ ઝડપી ચુકવણી કરે છે.
ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી
UPI 2016 માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી UPI ઝડપથી વિકસ્યું છે. 'ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ: ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી' શીર્ષકવાળી નોંધ અનુસાર, UPI હવે દર મહિને 18 અબજથી વધુ વ્યવહારો પર પ્રક્રિયા કરે છે અને ભારતમાં અન્ય ઇલેક્ટ્રોનિક રિટેલ ચુકવણી પ્રણાલીઓ પર પ્રભુત્વ ધરાવે છે.
આ પણ વાંચો ---- Post Office ની અદ્ભુત યોજના, દર મહિને રૂ.20,000 ની આવક...


