પેસિફિક મહાસાગરમાં ડ્રગ્સ દાણચોરો પર અમેરિકન સેનાની એર સ્ટ્રાઇક, 14 લોકોના મોત
- Drug Smugglers Attack: અમેરિકાએ ડ્રગ્સ દાણચોરો સામે કરી મોટી કાર્યવાહી
- અમેરિકન સેનાએ બોટ પર કર્યો મોટો હુમલો
- આ હુમલામાં 14 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે
અમેરિકાએ (America) આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરફેર કરનારાઓ સામે કડક અને આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકા સેનાએ(US Military) સોમવારના રોજ પૂર્વીય પેસિફિક મહાસાગરમાં ડ્રગ્સને લઇ જતી શંકાસ્પદ બોટ પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 14 દાણચોરો માર્યા ગયા હતા, જ્યારે એક વ્યક્તિ જીવતો બચાવવામાં સફળ રહ્યો હતો.યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથ દ્વારા મંગળવારે સોશિયલ મીડિયાના માધ્યમથી સૈન્યની આ કાર્યવાહીની વિગતો આપતું સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.
Drug Smugglers Attack:અમેરિકન સેનાએ ડ્રગ્સ દાણચોરો પર કર્યો હુમલો
નોંધનીય છે કે સચિવ હેગસેથના નિવેદન મુજબ, યુએસ સૈન્યએ સોમવારે ડ્રગ્સ હેરફેર કરનારાઓને નિશાન બનાવવા માટે પેસિફિક મહાસાગરમાં ત્રણ અલગ-અલગ હુમલા કર્યા હતા. સેનાએ શંકાસ્પદ બોટ પર કરેલા આ ત્રણ હુમલાને કારણે એક ડઝનથી વધુ લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. યુએસ સૈન્ય સપ્ટેમ્બરની શરૂઆતથી જ ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે કાર્યવાહીમાં વ્યસ્ત છે, પરંતુ એક જ દિવસમાં ત્રણ હુમલા કરવાની આ પ્રથમ ઘટના છે.
Drug Smugglers Attack: આ હુમલામાં 14 દાણચોરના મોત
હુમલામાં જીવતા બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ હાલ મેક્સિકો પાસે છે. જોકે, હેગસેથે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી કે આ વ્યક્તિ મેક્સિકન કસ્ટડીમાં રહેશે કે પછી તેને યુએસ સત્તાવાળાઓને સોંપવામાં આવશે.અગાઉ ઓક્ટોબરમાં પણ એક હુમલો થયો હતો, જેમાં બે દાણચોરો બચી ગયા હતા. તે સમયે બંનેને યુએસ સૈન્ય દ્વારા બચાવી લેવાયા હતા અને બાદમાં કોલંબિયા તથા ઇક્વાડોર પાછા મોકલી દેવાયા હતા.યુએસ સૈન્યની આ સતત સક્રિયતા દક્ષિણ અમેરિકાથી ઉત્તર અમેરિકા તરફના ડ્રગ્સના ગેરકાયદે પ્રવાહને રોકવાના તેના દ્રઢ સંકલ્પને દર્શાવે છે.
આ પણ વાંચો: Kenya Plane Crash : ભયાનક વિમાન દુર્ઘટના! 10 થી વધુ લોકોના મોતની આશંકા