Donald Trump એ સ્વીકાર્યું, ટેરિફ લગાવવાથી ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે ભારત તરફ ફરી એક વખત કુણું વલણ અપનાવ્યું
- ટેરિફ લગાવ્યા બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હોવાની કબુલાત
- આ અગાઉ પણ ટ્રમ્પ ભારત માટે નિવેદન આપી ચુક્યા છે
US President On Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President – Donald Trump) કહ્યું છે કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ (Tariff Against India) લાદવાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો (Indo – US Relation Tensed) છે. પરંતુ તેમણે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર સકારાત્મક વલણ અપનાવ્યું. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત પર 50 ટકા ટેરિફ લાદવો (Tariff Against India) એ અમેરિકા માટે મુશ્કેલ બાબત હતી. યુદ્ધનો અંત લાવવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ કરવાના વ્યાપક પ્રયાસના ભાગ રૂપે પોતાના પગલાંનો બચાવ કરતા ટ્રમ્પે કહ્યું કે, તેઓ ટેરિફ સહિત આર્થિક પગલાં દ્વારા રશિયા સામે કડક પગલાં લેશે.
⚡ Trump says, "Imposing 50% tariff on India 'was not an easy thing to do' and admits it caused rift with India."
He knows the damage has been done and that's what happens when you blindly follow the advice of your 'Mor0n' trade advisor. 👀 pic.twitter.com/RHjGyaNEpo
— OSINT Updates (@OsintUpdates) September 12, 2025
સમજાવવું ટ્રમ્પ વહીવટીતંત્રની ટોચની પ્રાથમિકતા
આ દરમિયાન ભારતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના રાજદૂત પદ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નામાંકિત સર્જિયો ગોરે ગુરુવારે સેનેટમાં ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું હતું. ગોરે સંરક્ષણ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનું પણ વચન આપ્યું હતું. રશિયન તેલના મુદ્દા પર ગોરે કહ્યું કે, ભારતને રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે સમજાવવું ટ્રમ્પ વહીવટીતંત્રની ટોચની પ્રાથમિકતા છે. ગોરે એમ પણ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વેપાર સોદાની નજીક છે.
તેમની સાથે વાત કરવા માટે આતુર
ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પે (US President – Donald Trump) કહ્યું હતું કે યુએસ વહીવટીતંત્રે ભારત સાથે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના ખૂબ જ ખાસ મિત્ર ગણાવ્યા અને કહ્યું કે, તેઓ આગામી અઠવાડિયામાં તેમની સાથે વાત કરવા માટે આતુર છે. ટ્રમ્પની ટિપ્પણીના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત-અમેરિકા સંબંધોની મજબૂતાઈનો પુનરોચ્ચાર કર્યો અને વર્તમાન વેપાર વાટાઘાટોના સકારાત્મક પરિણામમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ પણ વાંચો ----- અમેરિકાના ડલ્લાસમાં પરિવારની સામે જ ભારતીય મોટેલ મેનેજરની ક્રૂર હત્યા


