G20 Family Photoમાંથી જો બાઇડેન કેમ ગાયબ..? અમેરિકા ગુસ્સામાં
- રિયો ડી જાનેરોમાં જી-20 સમિટના 'ફેમિલી ફોટો'માંથી યુએસ પ્રમુખ જો બિડેન ગાયબ
- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ ગાયબ
- ફોટામાંથી યુએસ પ્રમુખ ગાયબ રહેતા અમેરિકામાં ખળભળાટ
G20 Family Photo : રિયો ડી જાનેરોમાં જી-20 સમિટનો 'ફેમિલી ફોટો' (G20 Family Photo) લેતી વખતે મામલો ત્યારે ખૂબ જ વિચિત્ર બની ગયો જ્યારે જાણવા મળ્યું કે યુએસ પ્રમુખ જો બિડેન ફોટામાંથી ગાયબ છે. એટલું જ નહીં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ વિશ્વના નેતાઓની આ લાઇનઅપમાંથી ગાયબ હતા. આ ફોટો જોઈને અમેરિકામાં બેઠેલા અધિકારીઓ પણ ચિંતિત થઈ ગયા કે એવું તો શું થયું કે સમિટના ગ્રુપ ફોટોમાં રાષ્ટ્રપતિ નથી. બાદમાં સમગ્ર મામલાની સત્યતા સામે આવી હતી.
લોજિસ્ટિક્સને કારણે સમસ્યા આવી
G20 નેતાઓનું એક જૂથ રિયોના પ્રખ્યાત સુગરલોફ પર્વત અને સ્વચ્છ વાદળી આકાશની પૃષ્ઠભૂમિ સામે તેમના "ફેમિલી ફોટો" માટે એકત્ર થયા હતા. જેમાં વડાપ્રધાન મોદી આગળની હરોળની વચ્ચે ઉભા જોવા મળ્યા હતા. તુર્કિયે અને બ્રાઝિલ સહિત વિવિધ દેશોના વડાઓ તેમની સાથે હતા. G20 નેતાઓના આ સંપૂર્ણ ફેમિલી ફોટોમાં એક જ સમસ્યા હતી, તે હતી યુએસ પ્રમુખ જો બિડેનની ગેરહાજરી. મામલો ત્યારે વધુ વિચિત્ર બન્યો જ્યારે આ ફોટોમાંથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ ગાયબ હોવાનું બહાર આવ્યું.
આ પણ વાંચો----PM Modiની મેલોની સહિત અનેક રાષ્ટ્રાધ્યક્ષો સાથે મહત્વપૂર્ણ બેઠકો
આ નેતાઓની નારાજગી અને વિરોધનું કારણ માન્યું
કેટલાક લોકોએ આને આ નેતાઓની નારાજગી અને વિરોધનું કારણ માન્યું હતું, પરંતુ બાદમાં એક અમેરિકન અધિકારીએ લોજિસ્ટિક્સની સમસ્યાઓને જવાબદાર ઠેરવી હતી અને કહ્યું હતું કે ફેમિલી ફોટો ઉતાવળમાં લેવામાં આવ્યો હતો અને ત્યાં સુધી બિડેન ત્યાં પહોંચ્યા પણ નહોતા.
શું આ એકતાના અભાવની નિશાની છે?
બિડેનની ગેરહાજરી પુતિન સાથે જોડાયેલી હોવાનું જોવામાં આવ્યું હતું, જ્યારે કેટલીક જગ્યાએ લાંબા સમય સુધી દ્વિપક્ષીય બેઠકોને કારણે થયેલા વિલંબને પણ કારણ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. પાછળથી ખબર પડી કે આ માટે લોજિસ્ટિકલ કારણો જવાબદાર છે, જેના કારણે તમામ નેતાઓ સમયસર ફોટો માટે પહોંચી શક્યા ન હતા. આ ઘટનાએ સમિટમાં વિશ્વના નેતાઓમાં એકતાનો અભાવ છતી કર્યો છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
PM Modi and other world leaders pose for a family photo at G20 summit
Read @ANI Story |https://t.co/kJttixVreK#PMModi #G20 #Brazil #FamilyPhoto pic.twitter.com/NC1Ihyfh24
— ANI Digital (@ani_digital) November 18, 2024
ફોટો સેશન ફરીથી થશે
બ્રાઝિલના આયોજકોનું કહેવું છે કે બિડેન અને અન્ય નેતાઓ મોડા આવ્યા, જેના કારણે તેઓ આ ફેમિલી ફોટોમાં સામેલ થઈ શક્યા નથી. તેઓ તમામ નેતાઓને ફરી એકસાથે લાવવાની કોશિશ કરશે, જો આવું થશે તો G-20ના ઈતિહાસમાં પહેલીવાર થશે.
આ પણ કારણ હોઇ શકે
બ્રાઝિલના અધિકારીઓએ કહ્યું કે આ ત્રણેય નેતાઓની ગેરહાજરીએ પણ અમને અલગ દિશામાં વિચારવા મજબૂર કરી દીધા હતા કે શું આ ત્રણેય નેતાઓને ઈરાદાપૂર્વક ફોટોમાં સામેલ કરવામાં આવ્યા નથી. કારણ કે બિડેન હવે માત્ર 2 મહિના માટે જ વ્હાઇટ હાઉસમાં છે, ત્યારબાદ ટ્રમ્પ રાજગાદી સંભાળશે. તે જ સમયે, ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રોનને પણ મતદારોએ પરાજય આપ્યો છે અને જર્મનીના ઓલાફ સ્કોલ્ઝ પણ ટૂંક સમયમાં ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છે અને સંભવતઃ સત્તા પરથી દૂર થઈ શકે છે.
આ પણ વાંચો----G20 માં રાષ્ટ્રપતિ બિડેન અને PM મોદીની મુલાકાત, બ્રાઝિલમાં વિશ્વભરના નેતાઓ એકઠા થયા


