Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US Tariff : ‘રશિયા પાસેથી ખરીદી કરશો તો ખેર નહીં...’

ડોનાલ્ડ ટ્રમ્પ અનેક દેશો પર ટેરિફ લગાવ્યો રશિયા પાસેથી 70 ટકા ઊર્જા ઉત્પાદન ચીજવસ્તુઓ પર 500 ટકા ટેરિફ ઝિંકવામાં આવશે US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઘણા દિવસથી અનેક દેશો પર મસમોટો ટેરિફ ઝિંકી રહ્યા છે,...
us tariff   ‘રશિયા પાસેથી ખરીદી કરશો તો ખેર નહીં   ’
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પ અનેક દેશો પર ટેરિફ લગાવ્યો
  • રશિયા પાસેથી 70 ટકા ઊર્જા ઉત્પાદન
  • ચીજવસ્તુઓ પર 500 ટકા ટેરિફ ઝિંકવામાં આવશે

US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઘણા દિવસથી અનેક દેશો પર મસમોટો ટેરિફ ઝિંકી રહ્યા છે, ત્યારે અમેરિકાના બે મોટા નેતાઓએ સંસદમાં ‘સેક્શનિંગ રશિયા એક્ટ ઓફ 2025’ નામનું બિલ રજૂ કરી અનેક દેશોની ચિંતા વધારી દીધી છે. બિલમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને યુરેનિયમ ખરીદનાર દેશો પર વધુ ટેક્સ ઝિંકવાની વાત કહેવામાં આવી છે. અમેરિકાનું આ બિલ સૌથી વધુ ભારત અને ચીન (India-China)નું ટેન્શન વધારી શકે છે, કારણ કે બંને દેશો રશિયા પાસેથી 70 ટકા ઊર્જા ઉત્પાદન રશિયા પાસેથી ખરીદે છે.

‘રશિયા પાસેથી ખરીદી કરશો તો ખેર નહીં...’

અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના નેતા લિંડસે ગ્રાહમ અને ડેમોક્રેટ પાર્ટીના રિચર્ડ બ્લૂમેંથલે અમેરિકન સંસદમાં બિલ રજૂ કર્યું છે. બિલમાં કહેવાયું છે કે, જો કોઈ દેશ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ, ગેસ અથવા યુરેનિયમ ખરીદશે તો તે દેશમાંથી અમેરિકામાં આયાત થતી ચીજવસ્તુઓ પર 500 ટકા ટેરિફ ઝિંકવામાં આવશે. અમેરિકન નેતા બ્લૂમેંથલે કહ્યું કે, ‘વિશ્વ ઊર્જા માટે રશિયા પર નિર્ભર ન રહે અને યુક્રેન યુદ્ધ મામલે રશિયાને સજા આપવામાં આવે છે, તે માટે આ બિલ લાવવામાં આવ્યું છે.’

Advertisement

આ પણ  વાંચો -Laser Warfare : રેડ સીમાં ચીન અને જર્મની વચ્ચેના તણાવમાં લેઝર વોરફેરનો ખતરો તોળાયો

Advertisement

રશિયાનું યુદ્ધ ફંડ ઘટાડવા માટે બિલ જરૂરી’

બ્લૂમેંથલે કહ્યું કે, ‘જો આ બિલ પર મહોર વાગી જશે તો ભારત પર તેની સૌથી વધુ અસર પડશે. અમેરિકાની બે પાર્ટીઓના 80 સાંસદોએ બિલનું સમર્થન કર્યું છે. અમેરિકાનું કહેવું છે કે, રશિયાનું યુદ્ધ (Russia-Ukraine War) ફંડ ઘટાડવા માટે આ બિલ ખૂબ જ જરૂરી છે. અમેરિકન સેનેટર રિચર્ડ બ્લૂમેંથલ થોડા દિવસ પહેલા ઈટાલીના રોમ શહેરમાં ગયા હતા. અહીં તેમણે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelensky) સાથે મુલાકાત કરી હતી અને તેમણે અમેરિકાનું સમર્થન આપવાનું વચન આપ્યું હતું.

આ પણ  વાંચો -US TARIFF : ટ્રમ્પે કેનેડા પર ટેરિફ બોમ્બ ઝીંક્યો, 35% ટેક્સ નાંખ્યો, ફેન્ટાનાઇલ અને વેપાર ખાધનું કારણ ધર્યું

રશિયા પર દબાણ વધારવા લવાયું બિલ

સેક્શનિંગ રશિયા એક્ટ ઑફ 2025 (Sanctioning Russia Act of 2025) એ યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસમાં રજૂ કરાયેલ એક પ્રસ્તાવિત દ્વિપક્ષીય (bipartisan) બિલ છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેન પર રશિયાના સતત આક્રમણ અને શાંતિ વાટાઘાટોમાં રશિયાના ઇનકારના જવાબમાં રશિયા અને રશિયન ઊર્જા તથા અન્ય મહત્વપૂર્ણ નિકાસ ખરીદતા દેશો પર વ્યાપક નવા પ્રતિબંધો લાદવાનો છે. આ કાયદો રશિયા પર દબાણ વધારવા માટે આર્થિક લીવરેજનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂકે છે, જેથી યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે ગંભીર અને નિર્ણાયક શાંતિ વાટાઘાટો માટે પુતિનને મનાવી શકાય.

Tags :
Advertisement

.

×