Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રમ્પના ટેરિફ વચ્ચે US Visa થયા મોંઘા, ભારતીયોએ 40 હજાર સુધીની વધુ ફી ચૂકવવી પડશે!

ટ્રમ્પ વહીવટીતંત્ર 1 ઓક્ટોબર 2025થી US Visa માટે આશરે ₹22,000 ની નવી વિઝા ઇન્ટિગ્રિટી ફી લાગુ કરવા જઈ રહ્યું છે
ટ્રમ્પના ટેરિફ વચ્ચે us visa થયા મોંઘા  ભારતીયોએ 40 હજાર સુધીની વધુ ફી ચૂકવવી પડશે
Advertisement

  • ટ્રમ્પના ટેરિફ વચ્ચે US Visa થયા મોંઘા
  •  ભારતીયોએ 40 હજાર સુધીની ફી ચૂકવવી પડશે
  • ભારતના લોકો પર થશે સીધી અસર 

અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ અને અતિરેક દંડ પેટે બીજા 25 ટેરિફ લગાવતા દેશમાં તેની અસર વર્તાઇ રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર 1 ઓક્ટોબર, 2025થી યુએસ વિઝા માટે $250 (આશરે ₹22,000)ની નવી વિઝા ઇન્ટિગ્રિટી ફી લાગુ કરવા જઈ રહ્યું છે. આ ફીના કારણે ખર્ચ વધી જશે. અમેરિકન ટ્રાવેલ એસોસિએશનના જણાવ્યા મુજબ, વિઝાનો કુલ ખર્ચ વધીને $442 (આશરે ₹40,000) થઈ શકે છે, આની સીધી અસર ભારતથી અમેરિકા જતા પ્રવાસીઓ પર સીધી પડશે, 2.5 ઘટાડો તો પહેલાથી જ જોવા મળ્યો છે, આ વર્ષે અમેરિકા જતા ભારતીય વિધાર્થીઓની સંખ્યમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે.

US Visa થયા મોંઘા

નોંધનીય છે કે અમેરિકન કોલેજો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાથી ચિંતિત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિઓ અને કેટલાક વિદેશી દેશો પ્રત્યેના પ્રતિકૂળ વલણને કારણે વિદેશથી આવતા લોકોની સંખ્યા ઘટી રહી છે. નવી $250 (આશરે ₹22,000)ની વિઝા ઇન્ટિગ્રિટી ફી, જે 1 ઓક્ટોબર, 2025થી લાગુ થશે, યુએસ વિઝાનો ખર્ચ વધારીને $442 (આશરે ₹40,000) કરશે. આનાથી ભારતથી અમેરિકા જતા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા પ્રભાવિત થશે જેમાં પહેલાથી જ 2.5%નો ઘટાડો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં 18%નો ઘટાડો નોંધાયો છે.

Advertisement

US Visa માટે ફી વધુ ચૂકવવી પડશે 

યુએસ સરકારના ડેટા મુજબ, જુલાઈ 2025માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 3.1% ઘટીને 19.2 મિલિયન થઈ ગઈ છે. આ વર્ષે પાંચમી વખત પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે એવી આશા હતી કે 2025માં પ્રવાસીઓની સંખ્યા 79.4 મિલિયનના કોવિડ પહેલાના સ્તરને વટાવી જશે. મેક્સિકો, આર્જેન્ટિના, ભારત, બ્રાઝિલ અને ચીન જેવા દેશો નવી વિઝા ફીથી સૌથી વધુ અસર પામી શકે છે. આ ફી યુએસના પ્રવાસન ઉદ્યોગ પર વધુ દબાણ લાવી શકે છે, જે પહેલાથી જ મુશ્કેલીમાં છે.

Advertisement

આ પણ વાંચો:   ઝારખંડના Manishi એ ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, તમામ 6 બેટસમેનોને કર્યા LBW આઉટ

Tags :
Advertisement

.

×