Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

USA: અમેરિકાના વોશિંગ્ટનમાં 60 મુસાફરોને લઇ જતુ વિમાન ક્રેશ

હેલિકોપ્ટર સાથે ટક્કર બાદ વિમાન નદીમાં ખાબક્યું
usa  અમેરિકાના વોશિંગ્ટનમાં 60 મુસાફરોને લઇ જતુ વિમાન ક્રેશ
Advertisement
  • દુર્ઘટના સમયે વિમાનમાં 60 મુસાફર સવાર હતા
  • અમેરિકન એરલાઈન્સના વિમાનને નડ્યો અકસ્માત
  • મિલીટ્રીના હેલિકોપ્ટર સાથે થઈ હતી ટક્કર

USA: અમેરિકાના વોશિંગ્ટનમાં મુસાફર વિમાન ક્રેશ થયુ છે. જેમાં હેલિકોપ્ટર સાથે ટક્કર બાદ મુસાફર વિમાન નદીમાં ખાબક્યું હતુ. દુર્ઘટના સમયે વિમાનમાં 60 મુસાફર સવાર હતા. અમેરિકન એરલાઈન્સના વિમાનની ટક્કર મિલીટ્રીના હેલિકોપ્ટર સાથે થઈ હતી. જેથી તમામ ટેકઓફ અને લેન્ડિંગ તાત્કાલિક બંધ કરાયા છે. કેન્સાસ સિટીથી વિમાન વોશિંગ્ટન આવતું હતું.

Advertisement

પોટોમેક નદીમાં રાહત-બચાવ કામગીરી શરૂ

Advertisement

અકસ્માત થતા પોટોમેક નદીમાં રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં તંત્ર દ્વારા નદીમાં ખાબકેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. તેમજ હજુ સુધી કોઇના મૃત્યુના અહેવાલ સામે આવ્યા નથી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિમાન એરપોર્ટ પર ઉતરવાનું હતું. ત્યારે પાછળથી આવી રહેલ યુએસ આર્મીનું બ્લેકહોક હેલિકોપ્ટર તેની સાથે અથડાયું. આ પછી બંને ક્રેશ થયા અને પોટોમેક નદીમાં પડી ગયા. જે હેલિકોપ્ટર સાથે વિમાન અથડાયું તે સિરોસ્કી H-60 ​​હેલિકોપ્ટર હતું. રિપોર્ટ પ્રમાણે, તે એક નાનું પેસેન્જર પ્લેન હતું, જેમાં 65 લોકો બેસી શકતા હતા.

આ વિમાન કેન્સાસથી વોશિંગ્ટન આવી રહ્યું હતું

એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે વિમાનમાં 60 મુસાફરો હતા. આ વિમાન કેન્સાસથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. એરલાઇન કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમને માહિતી મળી છે કે PSA દ્વારા સંચાલિત અમેરિકન ઇગલ ફ્લાઇટ 5342 કેન્સાસથી વોશિંગ્ટન રીગન નેશનલ એરપોર્ટ આવી રહી હતી. તેનો અકસ્માત થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ અકસ્માતની જાણ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમને રીગન નેશનલ એરપોર્ટ પર બનેલી ભયાનક ઘટના વિશે જાણ કરવામાં આવી છે. ભગવાન પીડિતોના આત્માઓને શાંતિ આપે. હું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું.

આ પણ વાંચો: અમેરિકામાં ભણતા આ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાની જાહેરાત, ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×