ડોનાલ્ડ ટ્રમ્પ એ કરી 'ગોલ્ડન ડોમ' ની જાહેરાત, 175 બિલિયન ડોલર ખર્ચાશે
- ગોલ્ડન ડોમ' બનાવવાની ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
- ચીન અને રશિયાથી સંભવિત ખતરા સામેની તૈયારીઓ
- રોનાલ્ડ રીગન 'ગોલ્ડન ડોમ' બનાવવા ઈચ્છતા હતાઃ ટ્રમ્પ
GOLDEN DOME - USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ સિસ્ટમ ઇઝરાયલ કરતા પણ વધુ મજબુત અને આધુનિક બનનાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચીન અને રશિયાના સંભવિત ખતરા સામેની તૈયારીઓના ભાગરૂપે આ ગોલ્ડન ડોમ રક્ષણ આપશે. આ પાછળ દેવામાં ગરકાવ અમેરિકા 175 બિલિયન ડોલરનો ખર્ચ કરનાર છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકાનું દેવું બેકાબુ બનતા તાજેતરમાં જ મુડીસ દ્વારા તેના રેટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ગોલ્ડન ડોમની જાહેરાત સામે આવી છે.
મજબુત, આધુનિક અને નક્કર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ
જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગોલ્ડન ડોમ બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. ગોલ્ડન ડોમ ઇઝરાયલ કરતા પણ મજબુત, આધુનિક અને નક્કર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનવા જઇ રહી છે. ચીન અને રશિયાથી સંભવિત ખતરાને ધ્યાને રાખીને આ ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવામાં આવનાર છે. આ ડિફેન્સ સિસ્ટમ પાછળ અમેરિકા 175 બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ કરનાર છે.
માતૃભૂમિનું રક્ષણ કરવામાં મહત્વનું સાબિત થશે
આ તકે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન ગોલ્ડન ડોમ બનાવવા ઇચ્છતા હતા. ગોલ્ડન ડોમ માતૃભૂમિનું રક્ષણ કરવામાં મહત્વનું સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકાનું દેવું બેકાબુ બન્યું હોવાનુ સપાટી પર આવ્યું હતું. તે બાદ આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ક્રેડિટ રેટિંગ સંસ્થા મુડીઝ દ્વારા અમેરિકાનું રેટિંગ ઘટાડી દેવામાં આવ્યું હતું. આ વચ્ચે અમેરિકા દેવું કાબુ કરવાને લઇને કોઇ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી હતી. જો કે, આ વચ્ચે 175 બિલિયન ડોલરના ખર્ચે ગોલ્ડન ડોમ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાની સુરક્ષાને ધ્યાને રાખીને આ પ્રોજેક્ટ મહત્વનો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --- Pakistan: આને કહેવાય પાકિસ્તાન! હાર્યા તો આર્મી ચીફને બનાવ્યા ફિલ્ડ માર્શલ


