ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસનું ભારતમાં આગમન, PM મોદી સાથે લેશે ડિનર

USA VP IN INDIA : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. દિલ્હીમાં વિવિધ જગ્યાએ મોકડ્રિલ યોજાઇ
11:16 AM Apr 21, 2025 IST | PARTH PANDYA
USA VP IN INDIA : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. દિલ્હીમાં વિવિધ જગ્યાએ મોકડ્રિલ યોજાઇ

USA VP IN INDIA : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ આજે ભારતની 4 દિવસીય મુલાકાત માટે આવી પહોંચ્યા છે. સવારે 9 - 30 કલાકે પાલન એરબેઝ પર તેમના પ્લેનનું લેન્ડીંગ થયું હતું. ઉપરાષ્ટ્રપતિની પત્ની ઉષા અને ત્રણ સંતાનો પણ ભારતની મુલાકાતે આવ્યા છે. તેમના સ્વાગત માટે ઠેર ઠેર બેનર લગાડવામાં આવ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેઓ વિશ્વવિખ્યાત સ્વામીનારાયણ મંદિર જશે. આજે સાંજે 6 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાર પર તેમનું સહપરિવાર સ્વાગત કરવામાં આવનાર છે. કેન્દ્રિય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તેમને રિસિવ કરવામાં આવ્યા હતા.

પીએમ આવાસ પર વેંસના સન્માનમાં યોજાશે ડિનર

પ્રધાનમંત્રી મોદીએ આજે જેડી વેંસના સન્માનમાં ડિનરનું આયોજન રાખ્યું છે. તે બાદ બંને દેશો વચ્ચે સત્તાવાર રીતે વાતચીત થશે. આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજિત દોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસલી અને અમેરિકામાં ભારતના રાજદત વિનય મોહન કાત્રા ભારતીટ ટીમના મેમ્બર રહેશે. વેંસ સાથે પાંચ સદસ્યનું પ્રતિનિધિ મંડળ આવી રહ્યું છે. વેંસ ભારતની મુલાકાત દરમિયાન આગરા અને જયપુર પણ જશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ટેરિફ અને ટ્રેડ પરનો એજન્ડા ?

તમને જણાવી દઇએ કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસની મુલાકાત તેવા સમયે થઇ રહી છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત 60 દેશો પર ટેરિફ લાદી દેવામાં આવ્યા છે. જેથી બંને વચ્ચેની મુલાકાતમાં વેપારનો મુદ્દો ટોચ પર રેશે. સાથે સાથે સુરક્ષા, અને બંને દેશોના સંબંધોનો લઇને પણ વાતચીત થશે. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સમજુતીના પહેલા ચરણને પૂર્ણ કરવામાં વેંસની મુલાકાત મહત્વની રહેશે. બંને દેશઓ વચ્ચે વર્ષ 2030 સુધીમાં વેપારને 500 અરબ ડોલર સુધી લઇ જવાનો ટાર્ગેટ છે. જેથી વેંસ અને મોદી વચ્ચે વેપાર, આયાત, ટેરિફની મુશ્કેલી ઘટાડવા સહિતવા મુદ્દે ચર્ચા થઇ શકે છે. સાથે જ વેંસની યાત્રા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સર્જેલા તણાવને ઓછો કરવા અને સહમતિને લઇને મહત્વપૂર્ણ રહેનાર છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનો શિડ્યુલ

  1. જેડી વેંસઆજે રાત્રે જયપુર જશે, ત્યાં રામ બાગ પેલેસમાં રોકાશે
  2. આવતી કાલે 22, એપ્રિલે વેંસ જયપુરમાં આમેર ફોર્ટ, સિટી પેલેસ અને જંતરમંતર જશે. અને ઇન્ટરનેશનલ બિઝનેશ સમિટમાં ભાગ લેશે
  3. 23, એપ્રિલે ઉપરાષ્ટ્રપતિનો પરિવાર આગલામાં તાજમહેલ અને શિલ્પગ્રામ નિહાળશે
  4. 24, એપ્રિલે તેઓ સહપરિવાર અમેરિકા જવા રવાના થશે
  5. ઉપરાષ્ટ્રપતિના પત્ની ભારતીય મૂળના છે

જેડી વેંસનો સહપરિવાર આ પહેલો ભારત પ્રવાસ છે. વેંચની પત્ની અમે અમેરિકાની સેકન્ડ લેડી ઉષા ભારતીય મૂળના છે. ઉષાના માતા-પિતા આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી અને કૃષ્ણા જિલ્લામાં રહેતા હતા. બાદમાં તેઓ અમેરિકામાં જઇને વસ્યા હતા. ઉષાનો જન્મ અમેરિકામાં થયો છે. તે પહેલી વખત ભારત આવી રહ્યા છે. તેમને ત્રણ સંતાનો ઇવાન, વિવેક અને મીરાબેલ છે. ઉષા પહેલા ભારત પ્રવાસને લઇને ઉત્સાહિત જોવા મળ્યા છે.

આ પણ વાંચો --- Indonesia : ભૂકંપથી હચમચ્યું સેરામ ટાપુ! કેન્દ્રબિંદુ જમીનથી 10 કિમી નીચે

Tags :
familyfirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsindianjdonpresidenttripUSAVancevicewith
Next Article