Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્મશાનમાં ચિતા પરથી કફન હટાવતા જ તેને લાવનાર ભાગ્યા, લોકોમાં ભારે અચરજ

સવારના સમયે બ્રજઘાટ સ્મશાનગૃહમાં ચિતા તૈયાર હતી, અને કફનમાં લપેટેલા કરેલા શરીરને તેના પર મૂકવામાં આવ્યું હતું. પૂજારીએ મૃતકને લઇને આવનાર લોકોને પરંપરા મુજબ તેમનો ચહેરા ખુલ્લો કરવા કહ્યું હતું (Hapur Plastic Dummy Crematorium Case), ત્યાર બાદ બંનેના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા હતા, અને યેનકેન પ્રકારે તેઓ ઇનકાર કરી રહ્યા હતા. દરમિયાન એક રાહદારીને શંકા જતા તેણે હિંમત ભેગી કરીને કથિત મૃતદેહના ચહેરાને ખુલ્લો કર્યો હતો.
સ્મશાનમાં ચિતા પરથી કફન હટાવતા જ તેને લાવનાર ભાગ્યા  લોકોમાં ભારે અચરજ
Advertisement
  • ઉત્તરપ્રદેશના હાપુડમાં ચોંકાવનારી ઘટના સામે આવી
  • કફનમાં લપેટેલા મૃતદેહના અગ્નિદાહની ઉતાવળ સાથે બે શખ્સો પ્રવેશ્યા
  • પૂજારીએ કફન ખોલવાનું કહેતા બંને બેબાકળા બની ગયા

Hapur Plastic Dummy Crematorium Case : ગુરુવારે ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વર સ્થિત બ્રજઘાટ સ્મશાનગૃહમાં સનસનાટી મચી ગઈ હતી. સવારના સમયે બે યુવાનો કારમાં કફનમાં લપેટેલા શરીર સાથે પહોંચ્યા, અને સહેજ પણ વિલંબ કર્યા વિના તેના અંતિમ સંસ્કાર શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા (Hapur Plastic Dummy Crematorium Case). જો કે, પરંપરા મુજબ શબનો ચહેરો ખોલવાનું પુજારીએ કહ્યું, ત્યારે બંનેએ ગલ્લાતલ્લા કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં કફળ ઉંચુ કરીને જોતા તમામના હોશ ઉડી જાય તેવું ચિત્ર સામે આવ્યું હતુ. ત્યાર બાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement

ચિતા તૈયાર થયા પછી રહસ્ય ખુલ્યું

સવારના સમયે બ્રજઘાટ સ્મશાનગૃહમાં ચિતા તૈયાર હતી, અને કફનમાં લપેટેલા કરેલા શરીરને તેના પર મૂકવામાં આવ્યું હતું. પૂજારીએ મૃતકને લઇને આવનાર લોકોને પરંપરા મુજબ તેમનો ચહેરા ખુલ્લો કરવા કહ્યું હતું (Hapur Plastic Dummy Crematorium Case), ત્યાર બાદ બંનેના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા હતા, અને યેનકેન પ્રકારે તેઓ ઇનકાર કરી રહ્યા હતા. દરમિયાન એક રાહદારીને શંકા જતા તેણે હિંમત ભેગી કરીને કથિત મૃતદેહના ચહેરાને ખુલ્લો કર્યો હતો. જે જોતા તમામના હોશ ઉડી ગયા હતા. કારણકે કફનમાં કોઇ વ્યક્તિ નહીં પરંતુ પ્લાસ્ટિકનું પુતળું લાવવામાં આવ્યું હતું. જે જોઇને તમામ ચોંકી ઉઠ્યા હતા.

Advertisement

હંગામો અને ભાગી જવાનો પ્રયાસ

કફન કાઢતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તો બીજી તરફ પ્લાસ્ટિકના પુતળાનું અંતિમ સંસ્કાર કરવા લઇને આવેલા બંને યુવાનોએ ભાગી જવાની તકનો લાભ લેવા જઇ રહ્યા હતા (Hapur Plastic Dummy Crematorium Case), જો કે, સ્મશાનમાં હાજર લોકોએ તેમને પકડી લીધા હતા. બાદમાં પુજારીએ તાત્કાલિક પોલીસને જાણ કરતા થોડીવારમાં જ ગઢમુક્તેશ્વર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, અને બંનેની અટકાયત કરી હતી.

વિવિધ અટકળોએ સ્થાન લીધું

જે બાદ ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોમાં વિવિધ અટકળોએ સ્થાન લીધું હતું (Hapur Plastic Dummy Crematorium Case). કેટલાક લોકોએ આ ઘટના જીવન વીમાના પૈસા પડાવી લેવાનું કાવતરું ગણાવ્યું હતું, તો કેટલાકને શંકા હતી કે, ગુનેગાર તેના મૃત્યુનું નાટક કરીને બચી ગયો હોઇ શકે છે. કેટલાકને તો તાંત્રિક વિધિની પણ શંકા હતી.

પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી

પોલીસે બંને શખ્સોની કાર, મોબાઇલ ફોન સહિતનો સામાન જપ્ત કર્યો છે. સ્ટેશન ઇન્ચાર્જે મીડિયાને જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે, અને પ્લાસ્ટિક ડમી ખરીદવાથી લઈને આ હકીકતે અમલ સુધીની સમગ્ર યોજના પાછળનો હેતુ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાને રાખીને કામ કરી રહી છે.

આ પણ વાંચો ------  'રૂ. 10 નું બિસ્કિટ' ફેમ યુટ્યુબર શાદાબ જકાતીની ધરપકડ, અશ્લીલ વીડિયો બનાવ્યાનો આરોપ

Tags :
Advertisement

.

×