UTTARAKHAND : રુદ્રપ્રયાગમાં મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં ગરકાવ
- આજે વહેલી સવારે રૂદ્રપ્રયાસમાં મોટી અકસ્માતની ઘટના સામે આવી
- ટ્રક જોડે ટક્કર થયા બાદ મુસાફરો ભરેલી બસ અલકનંદા નદીમાં ખાબકી
- અનેક મુસાફરો ઘટના બાદ લાપતા બન્યા હોવાનું જાણવા મળ્યું
UTTARAKHAND : ઉત્તરાખંડ (UTTARAKHAND) ના રુદ્રપ્રયાગ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની છે. જિલ્લાના ઘોલતિર ખાતે એક આખી બસ (BUS) અલકનંદા નદીમાં (ALAKNANDA RIVER) ડૂબી ગઈ છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, અને 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 9 વર્ષના બે બાળકોનો પણ સમાવેશ થાય છે. બંને ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે SDRFની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે. કહેવાય છે કે, હાલની સ્થિતીએ 10 મુસાફરો ગુમ છે, તેમને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે, બસમાં રાજસ્થાનના સાત, મધ્યપ્રદેશના ત્રણ, ગુજરાતના સાત, મહારાષ્ટ્રના બે મુસાફરો હતા, તથા ડ્રાઇવર હરિદ્વારનો હતો.
અકસ્માત કેવી રીતે થયો?
અકસ્માત સમયે કુલ 31 મુસાફરોની ક્ષમતા ધરાવતી મીની બસમાં ડ્રાઈવર સહિત 20 શ્રદ્ધાળુઓ સવાર હતા. બસ બદ્રીનાથ ધામ તરફ જઈ રહી હતી. ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘોલથીર નજીક એક મીની બસ ટ્રક સાથે અથડાયા બાદ ખાડામાં પડી ગઈ. બસમાં 20 લોકો સવાર હોવાના અહેવાલ છે, જેમાંથી સાત લોકો બસમાંથી ફેંકાઈ ગયા હતા. બસનો બાકીનો ભાગ નદીમાં ડૂબી ગયો છે. એવું કહેવાય છે કે, કેદારનાથથી યાત્રા કર્યા પછી યાત્રાળુઓ રુદ્રપ્રયાગમાં રોકાયા હતા. આજે સવારે તેઓ બદ્રીનાથ જવા નીકળ્યા હતા પરંતુ ગોચર નજીક બસ અચાનક એક ટ્રક સાથે અથડાઈ અને ખાડામાં પડી ગઈ અને પછી અલકનંદા નદીમાં પડી ગઈ હતી.
ઉદયપુરનો પરિવાર ચારધામ યાત્રાએ આવ્યો હતો
નદીનો તીવ્ર પ્રવાહ વચ્ચે રાહત અને બચાવ કામગીરી એક પડકાર છે, પરંતુ સ્થાનિક લોકો સાથે મળીને બચાવ ટીમો શ્રદ્ધાળુઓને સતત શોધી રહી છે. આ વાહનમાં રાજસ્થાનના ઉદયપુરથી એક પરિવાર પણ હતો, જે ચારધામ યાત્રા માટે આવ્યો હતો, તેમ જાણવા મળી રહ્યું છે.
વરસાદને કારણે અલકનંદા નંદીમાં પાણીનો પ્રવાહ વધ્યો
તમને જણાવી દઈએ કે,, છેલ્લા કેટલાક દિવસોથી કેદારનાથ અને રુદ્રપ્રયાગના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નંદીમાં પણ પાણીનો પ્રવાહ તિવ્ર બન્યો છે. આવી સ્થિતિમાં કહેવાય છે કે, બસ પાણીમાં પડી જવાથી ઘણા મુસાફરો તેના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. પોલીસ મુખ્યાલયના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ જણાવ્યું હતું કે, રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલાતીર વિસ્તારમાં એક બસ નિયંત્રણ બહાર ગઈ અને અલકનંદા નદીમાં પડી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બસમાં 20 લોકો સવાર હતા.
ઘાયલોની વિગતો-
- દીપિકા સોની, (સિરોહી મીના વાસ, રાજસ્થાનની રહેવાસી, ઉંમર 42 વર્ષ)
- હેમલતા સોની, (રહેવાસી પ્રતાપ ચોક, ગોગુંડા ગોગુંડા, રાજસ્થાન, ઉંમર 45 વર્ષ)
- ઈશ્વર સોની, (રહેવાસી પર્વત સિલિકોન પેલેસ, અર્ચના સ્કૂલ પાસે, ગુજરાત, ઉંમર 46 વર્ષ)
- અમિતા સોની, (રહેવાસી બિલ્ડીંગ નંબર 3 મીરા રોડ, મહારાષ્ટ્ર, ઉંમર 49 વર્ષ)
- સોની ભાવના ઈશ્વર (પર્વત સિલિકોન પેલેસ, અર્ચના સ્કૂલ પાસે, ગુજરાતના રહેવાસી, ઉંમર 43 વર્ષ)
- ભવ્ય સોની, (રહેવાસી સિલિકોન પેલેસ, બોમ્બે માર્કેટ, અર્ચના સ્કૂલ પાસે, ગુજરાત, ઉંમર 07 વર્ષ)
- પાર્થ સોની, (રહેવાસી વોર્ડ નં. 11, રાજગઢ, વીર સાવરકર માર્ગ ગામ રાજગઢ મધ્યપ્રદેશ, ઉંમર 10 વર્ષ)
- સુમિત કુમાર (ડ્રાઈવર), (બૈરાગી કેમ્પ, હરિદ્વારના રહેવાસી, ઉંમર 23 વર્ષ)
આ પણ વાંચો --- નાગપુર એરપોર્ટ પર મુસાફરો વરસાદમાં ભીંજાયા, ન મળી આ સુવિધા


