Uttarayan: ગુજરાતની ફેમસ ચીલ પતંગ, જાણો ક્યા અને કેવી રીતે બને
- પતંગના કાગળ પુના અને દિલ્લીથી લાવવામાં આવે છે
- ગાજીપુરા વિસ્તારમાં ઘેર ઘેર પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ
- કલકત્તાથી પતંગ બનવવા માટે લાકડી લાવવામાં આવે છે
Gujarat રાજ્યના નડિયાદ શહેરમાં આવેલ ગાજીવાડ વિસ્તારમાં બનતી ચીલ પતંગ સમગ્ર રાજ્યમાં ફેમસ છે. નડિયાદના ગાજીપુરા વિસ્તારમાં ઘેર ઘેર પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. અહીંયા ચીલ, ઢાલ, પચરંગી જેવી અનેક પ્રકારની પતંગ બનાવવામાં આવે છે. ઉતરાયણ પર્વને હવે નજીકના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અત્યારથી નડિયાદમાં પતંગ લેવા માટે દૂર દૂરથી વેપારીઓ અને છૂટક પતંગ રસીઆઓ આવી રહ્યાં છે.
એક પતંગ 7 કારીગરોના હાથમાં ગયા પછી આકાશમાં ઉડવા માટે તૈયાર થાય છે
એક પતંગ 7 કારીગરોના હાથમાં ગયા પછી આકાશમાં ઉડવા માટે તૈયાર થાય છે. એક પતંગ બનાવવા માટે 2 થી 3 મિનિટનો સમય લાગે છે. નડિયાદની પતંગ ગુજરાતના ખૂણે ખૂણે અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જાય છે. નડિયાદના ગાજીપુર વાળા વિસ્તારમાં 400 થી 500 પરિવાર પતંગના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. નડિયાદમાં ઉતરાયણ બાદ માર્ચ મહિનાથી પતંગ બનાવવાની શરૂઆત થઇ જાય છે. આ પતંગના કાગળ પુના અને દિલ્લીથી લાવવામાં આવે છે. કલકત્તાથી પતંગ બનવવા માટે લાકડી લાવવામાં આવે છે. નડિયાદ અને સમગ્ર ગુજરાતમાં વાત કરીએ તો ચીલ પતંગ જેને બે આંખો વાળી પતંગ કહેવામાં આવે છે.
અમદાવાદનાં રિવરફ્રન્ટ પર 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ' નું (International Kite Festival-2025) આયોજન
ઉત્તરાયણનાં તહેવારને (Uttarayan Festival) હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદનાં રિવરફ્રન્ટ પર 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ' નું (International Kite Festival-2025) આયોજન કરાયું છે. આજથી એટલે કે 11 થી 14 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નું આયોજન કરાયું છે. આજે ઉદ્ધાટન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા (Mulubhai Bera), રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે પ્રારંભ, દેશ-વિદેશનાં પતંગબાજોએ લીધો ભાગ
અમદાવાદનાં (Ahmedabad) વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે આજથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નો (International Kite Festival-2025) પ્રારંભ થયો છે. સવારે 9 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે. જણાવી દઈએ કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતનાં અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત, ગુજરાતનાં 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: ઉતરાયણને લઈ વિવિધ ગુનામાં 49 આરોપીની ધરપકડ કરવામાં આવી


