AJEY TEASER : UP ના CM યોગીના જીવન પર આધારિત ફિલ્મનું ટીઝર રિલીઝ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના જીવન પર ફિલ્મ બની
- ફિલ્મ નિર્માતા કંપની દ્વારા ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે
- ફિલ્મમાં એક્ટર નિરહુઆના રોલની લોકોએ ખુબ સરાહના કરી છે
AJEY TEASER : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) પછી હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP CM YOGI ADITYA NATH) ના જીવન સાથે જોડાયેલી ઘટનાઓ મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મનું નામ અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી (AJEY - THE UNTOLD STORY OF A YOGI) છે. તેનું ટીઝર (AJEY TEASER) આવી ગયું છે. તેમાં અનંત જોશી (ACTOR ANANT JOSHI) મુખ્ય ભૂમિકામાં છે અને પરેશ રાવલ (PARESH RAWAL) પણ જોવા મળે છે. આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના જીવનચરિત્ર પુસ્તક "આદિત્યનાથ - ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર" થી પ્રેરિત છે.
આ ફિલ્મનું ટીઝર છે
અજયનું દિગ્દર્શન રવિન્દ્ર ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માતા રીતુ મેંગી છે. આ ફિલ્મમાં અનંત જોશી, પરેશ રાવલ અને ભોજપુરી અભિનેતા-ગાયક દિનેશ લાલ (નિરહુઆ) છે. સમ્રાટ સિનેમાએ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ સાથે લખ્યું છે, 'બાબા આવે છે... પ્રગટ થાય છે... અને તેમના પ્રગટ થવાનો સમય આવી ગયો છે.' આ ફિલ્મ 1 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઇ રહી છે. ટીઝરમાં મુખ્ય અભિનેતાના બળવાખોરથી યોગી બનવા અને પછી નેતા બનવાની કહાની બતાવવામાં આવી છે. ફિલ્મના ટીઝરમાં પરેશ રાવલ દાઢીવાળા સાધુના વેશમાં જોવા મળે છે. જ્યારે નિરહુઆ એક ફોટોગ્રાફરની ભૂમિકામાં છે. બંનેની એક નાની ઝલક બતાવવામાં આવી છે.
નિરહુઆના ચાહકો ઉત્સાહિત છે
ટીઝર પર લોકોની ઘણી ટિપ્પણીઓ જોવા મળી રહી છે. નિરહુઆના ઘણા ચાહકો ઉત્સાહિત છે. ઘણી ટિપ્પણીઓમાં, લોકો લખી રહ્યા છે કે તેઓ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. યોગીના લુક પર કેટલાક લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે અનંત જોશી થોડા પાતળા દેખાઈ રહ્યા છે. જો કે કેટલાક ફિલ્મના વિરૂદ્ધમાં નેગેટિવ વાતો પણ લખતા હોવાનું જોવા મળ્યું છે.
આ પણ વાંચો ---- Mumbai : અભિષેક બચ્ચને જણાવી ઐશ્વર્યા રાયની સલાહ, નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત ન કરો...


