Uttarpradesh ના ફતેપુરમાં મકબરાને લઇને હોબાળો, મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો પહોંચ્યા
- ઉત્તરપ્રદેશમાં ભારેલા અગ્નિ જેવો માહોલ
- મકબરો મંદિર હોવાના દાવાથી હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં પહોંચ્યા
- હિન્દુ સંગઠનોએ પૂજા કરવાનું શરૂ કરતા અન્ય કોમના લોકો દોડી આવ્યા
Uttarpradesh : ઉત્તર પ્રદેશના ફતેહપુર (Uttarpradesh - Fatehpur) માં નવાબ અબ્દુલ સમદની કબર (Tomb Temple Controversy) પર હોબાળો ખૂબ વધી ગયો છે. સોમવારે હિન્દુ સંગઠનો તે મકબરો-કબર તોડવા માટે પહોંચી ગયા છે અને તેમનો દાવો છે કે હજારો વર્ષ પહેલાં આ સ્થળે ભગવાન શિવ અને શ્રી કૃષ્ણનું મંદિર હતું. જોકે વહીવટીતંત્રે કબરની સુરક્ષા માટે બેરિકેડ લગાવ્યા હતા, પરંતુ ભીડ સામે બધી વ્યવસ્થા અપૂરતી લાગે છે.
કબરની જગ્યાએ શિવ મંદિર હતું ?
આ સમગ્ર વિવાદ શિવ મંદિર અને કબરને લઈને છે. હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે કે, કબર (Tomb Temple Controversy) શિવ અને શ્રી કૃષ્ણનું મંદિર છે. હાલમાં, સ્થળ પર હિન્દુ સંગઠનોના લોકોની મોટી ભીડ એકઠી થઈ છે. હિન્દુ સંગઠનોના લોકો અહીં કબરમાં પૂજા કરવા માટે ભેગા થયા છે. વહીવટીતંત્ર આ લોકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ મોટી ભીડને કારણે સફળતા મળી નથી.
#WATCH | Fatehpur, UP |On law & order situation in Abu Nagar, District Magistrate Ravindra Singh says, "We assured everyone that the law and order situation will not be allowed to be impacted. People have dispersed from here. The law and order situation is normal. Our primary… https://t.co/4G0k8v55nI pic.twitter.com/rAJ0ccrl7P
— ANI (@ANI) August 11, 2025
મકબરામાં બનેલી કબર પર તોડફોડ
ભાજપના જિલ્લા પ્રમુખ મુખાલાલ પાલે સદર તહસીલ વિસ્તારમાં સ્થિત નવાબ અબ્દુલ સમદની કબરને મંદિર ગણાવી હતી (Tomb Temple Controversy), અને આ દાવા પછી વિવાદ શરૂ થયો હતો. તેમણે આ સમાધિને ઠાકુરજી અને શિવાજીનું હજાર વર્ષ જૂનું મંદિર ગણાવ્યું હતું. મંદિરનું સ્વરૂપ બદલીને તેને સમાધિ બનાવવાના આરોપો લાગ્યા છે.
કંઈ થશે તો પ્રશાસન જવાબદાર રહેશે
હિન્દુ સંગઠનોએ કહ્યું છે કે, સમાધિમાં કમળનું ફૂલ અને ત્રિશૂળનું ચિહ્ન તેના મંદિર હોવાનો પુરાવો છે. તેમણે પ્રશાસનને અપીલ કરી છે કે, મંદિરમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે, કારણ કે, તે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. તેને સમાધિમાં રૂપાંતરિત કરતા (Tomb Temple Controversy) તેમની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે. જિલ્લા પ્રમુખે કહ્યું કે, સનાતન હિન્દુઓ આ સહન કરશે નહીં, અને જો ત્યાં કંઈ થશે તો પ્રશાસન જવાબદાર રહેશે. જિલ્લા વહીવટીતંત્રે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને હાલમાં ઘણા પોલીસ સ્ટેશનોની પોલીસ ટુકડી સ્થળ પર હાજર છે. હિન્દુ સંગઠનોના લોકોએ સમાધિ પરિસરમાં ઘૂસીને ત્યાં બનાવેલી સમાધિમાં તોડફોડ કરી છે. આ દરમિયાન પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું.
મુસ્લિમ પક્ષ તરફથી પથ્થરમારો
હિન્દુ સંગઠનો દ્વારા સમાધિ સંકુલમાં બનાવેલી સમાધિને (Tomb Temple Controversy) નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના પછી વિસ્તારમાં તણાવ વધી ગયો છે. મુસ્લિમ સમુદાયના લોકો પણ સ્થળ પર એકઠા થયા છે, અને બીજી બાજુથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ પછી, ડીએમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સરકારી દસ્તાવેજમાં પણ નોંધણી
બીજી તરફ રાષ્ટ્રીય ઉલેમા પરિષદના સચિવ મોહમ્મદ નસીમે કહ્યું કે, આ ઘટના ખૂબ જ નિંદનીય છે. તેમણે કહ્યું કે, અબ્દુલ સમદની કબર સદીઓ જૂની છે, જે ખતૌની નંબર 753 માં સરકારી દસ્તાવેજમાં પણ નોંધાયેલી છે. નસીમે કહ્યું કે, ફતેહપુરનું વાતાવરણ બગાડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે શું હવે દરેક મસ્જિદ અને મકબરા નીચે મંદિર મળશે, આ લોકશાહી નથી, રાજાશાહી છે.
આ પણ વાંચો --- Uttar Pradesh : મુરાદાબાદમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા હડકંપ મચ્યો


