Vadnagar : ગુજરાતના વડનગરનું એક અલગ જ અર્થતંત્ર, સાયબર ગઠીયાઓ રોજના લાખો કમાય છે
દેશ વિદેશમાં જાણીતું બનેલું મહેસાણા જિલ્લાનું વડનગર (Mehsana Vadnagar) અને તેની આસપાસનો વિસ્તાર પોલીસની નિષ્ક્રિયતા અને તોડબાજીના કારણે છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચર્ચામાં છે. તાજેતરમાં ડબ્બા ટ્રેડીંગના આરોપીઓને પકડી 15 લાખનો તોડ કરવાના કેસમાં વડનગરના એક પીએસઆઈને સસ્પેન્ડ કર્યા બાદ મહેસાણા ડીઆઈજી તરૂણ દુગ્ગલે (Dr. Tarun Duggal) પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરી છે. આંતરિક બદલીઓમાં વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન (Vadnagar Smart Police Station) ના પીઆઈને લીવ રિર્ઝવમાં મુકી દેવાયાં છે. વડનગર અને તેની આસપાસનો વિસ્તાર છેલ્લાં કેટલાંક વર્ષોથી Jamtara of Gujarat તરીકે ઓળખાવા લાગ્યો છે. મહિને કરોડો રૂપિયા કમાતી અનેક ટોળકીઓ વડનગર/વિસનગર વિસ્તારમાં આજે પણ સક્રિય છે.
વડનગર/વિસનગર ક્યારથી ચર્ચામાં આવ્યા ?
મહેસાણાના વડનગર/વિસનગર તાલુકાના ખેતરોમાં ચાર ચોપડી પાસ યુવકો/કિશોરો છેલ્લાં કેટલાંય વર્ષોથી રોજના લાખો રૂપિયા કમાય છે. આ હકિકતથી મહેસાણા જિલ્લા પોલીસ (Mehsana District Police) અને IPS અધિકારીઓ અને તેમની એજન્સીઓ સારી રીતે વાકેફ છે અને હતી. આ ઉપરાંત CID Crime Cyber Cell અને અમદાવાદ સાયબર ક્રાઈમના જુના અધિકારીઓ પણ માહિતી ધરાવતાં હતાં. શેરબજારમાં રોકાણના નામે દેશભરના લોકોને છેતરવા ખેતરોમાંથી ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરોની માહિતી રાજ્ય સરકારમાં પહોંચતા મામલો DGP Vikas Sahay પાસે આવ્યો હતો. રાજ્યમાંથી આ દૂષણ દૂર કરવા ડીજીપીએ DIG Nirlipt Rai ને આદેશ કર્યો અને શરૂ થયાં SMC ના એક પછી એક દરોડા. સાથે-સાથે ગાંધીનગર રેન્જની ટીમ પણ સક્રિય બની અને અનેક આરોપીઓ પકડ્યાં.
નકલી કોલ સેન્ટર પકડી પોલીસે જુગારનો કેસ બતાવ્યો
ગાંધીનગર રેન્જની ટીમ અને સ્ટેટ મોનિટરિંગ સેલ સતત વિસનગર અને વડનગર પર નજર જમાવીને બેઠી છે. આમ છતાં સ્થાનિક સાયબર ગઠીયાઓ ખેતરોમાં અવારનવાર જગ્યા બદલીને નકલી કોલ સેન્ટર (Fake Call Center) ચલાવી રહ્યાં હતાં. વડનગર પોલીસ સ્ટેશન (Vadnagar Police Station) ના પીએસઆઈ એસ. એમ. પરમારને ગત 10 જુલાઈના રોજ સાયબર ગઠીયાઓની ટોળકીની માહિતી મળે છે. પોલીસ ટીમ ત્યાં દરોડો પાડે છે અને ઉ.વ. 19 થી ઉ.વ. 25ના નવ ઠાકોર યુવાનો રહેવાસી કહીપુર/શોભાસણના મળી આવે છે. જો કે, વડનગર પોલીસના ચોપડે આરોપીઓને જુગાર રમતા દર્શાવવામાં આવે છે. આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન ફરિયાદમાં નહીં દર્શાવવા તેમજ નકલી કોલ સેન્ટરનો કેસ નહીં દર્શાવવા પેટે પીએસઆઈ પરમાર 15 લાખ રૂપિયા મેળવે છે.
PSI સસ્પેન્ડ, PI વાણીયા લીવ રિર્ઝવમાં
તોડ પ્રકરણમાં ગાંધીનગર રેન્જથી આદેશ છુટતાં મહેસાણાના એસપી/ડીઆઈજી તરૂણ દુગ્ગલે પીએસઆઈ એસ. એમ. પરમાર (PSI S M Parmar) ને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે વડનગર પીઆઈ વિનોદ આર. વાણીયા (Vadnagar PI Vinod R Vaniya) ને લીવ રિર્ઝવ મુકી દેવાયાં છે. ગુરૂવારે Tarun Duggal એ મહેસાણા જિલ્લામાં 8 પીઆઈની આંતરિક બદલીઓ કરી છે.
અંદરની વાત ચર્ચામાં આવી
સાયબર ગઠીયાઓને જુગારીયા બતાવીને 15 લાખનો સ્માર્ટ તોડ કરનારા પીએસઆઈનો પણ મોટો તોડ થયો હોવાની ચર્ચા મહેસાણા જિલ્લામાં ચાલી રહી છે. PSI S M Parmar એ મોટો તોડ થતાં બાતમીદારને 2 લાખ રૂપિયા આપ્યા હોવાની પણ વાત સામે આવી છે. મહેસાણા જિલ્લામાં અવારનવાર બદલીઓનો દોર ચાલે છે, પરંતુ આ વખતે કરાયેલી આંતરિક બદલીઓમાં PI P D Darji ને લીવ રિર્ઝવમાંથી ખેરાલુ પોલીસ સ્ટેશન (Kheralu Police Station) માં નિમણૂક અપાતા ચર્ચાઓ શરૂ થઈ છે. પીઆઈ પી. ડી. દરજી વર્ષ 2022માં અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન (Satellite Police Station) ખાતે કટીંગની ગાડીઓના મુદ્દે વિવાદમાં આવતાં તેમને સસ્પેન્ડ કરાયાં હતાં.
આ પણ વાંચો : Cyber Fraud ના નામે તોડ કરવા ભ્રષ્ટ પોલીસ કરોડોના વ્યવહારવાળા બેંક એકાઉન્ટ કેવી રીતે શોધે છે ?


