VADODARA : લાંચિયા જોડે પકડદાવનો અંત, ACB ના હાથે બે અધિકારી લાગ્યા
- વડોદરાના ખાણખનીજ વિભાગના લાંચિયા અધિકારી આખરે ઝબ્બે
- તેમના વતી લાંચ સ્વિકાર્યાનું છટકું સફળ રહેતા ફરિયાદ નોંધાઇ હતી
- એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અધિકારીઓ પર ગાળિયા કસાતા લાંચિયાઓમાં ભારે ફફડાટ
VADODARA : વડોદરા (VADODARA) માં રહેતા ફરિયાદીએ રેતીનો સ્ટોક કરવા માટે ફરિયાદી દ્વારા મંજુરી માંગવામાં આવી હતી. જે બાદ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કર્યો હતો. આ મામલે અધિકારીઓ વતિ લાંચ સ્વિકારનારની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ વર્ગ - 2 ઇન્ચાર્જ ખાણ-ખનીજ વિભાગ કચેરી, વડોદરા રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર (કરાર આધારિત) સંકેત જીતેન્દ્રકુમાર પટેલ નાસતચા ભાગતા હતા. આજે એસીબી અને આરોપીઓ વચ્ચેના પકડદાવનો અંત આવ્યો છે. પોલીસે ઉપરોક્ત બંને આરોપીઓને દબોચી લીધા છે. અને તેમના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
શું હતો સમગ્ર મામલો
ગતમાસમાં ખાણ ખનીજ વિભાગ, વડોદરા ખાતે ફરિયાદીએ રેતીનો સ્ટોક કરવા અંગે ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે કોઠી કચેરી ખાતે ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ ને મળ્યા હતા. જેઓએ આ અરજી મંજૂર કરવા માટે તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂ. 2 લાખની લાંચ માંગી હતી. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન્હતા. જેથી તેમણે એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો.
ચાર સામે એસીબીમાં નોંધાઇ હતી ફરિયાદ
જે બાદ ગતમાસની 12 મી તારીખના રોજ એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું અને ફરિયાદીને સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણના યુવરાજસિંહ ગોહિલે બીએપીએસ હોસ્પિટલ પાસે પ્રેમાવતી રેસ્ટોરન્ટ ખાતે લાંચની રકમ લઈને બોલાવ્યા હતા. જ્યાં યુવરાજસિંહ ફરિયાદી પાસેથી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ સાથે યુવરાજસિંહને લાંચ લેવા માટે મોબાઈલ ફોન ઉપર સંમતિ આપનાર કુબેર ભુવન ખાણ ખનીજ વિભાગના વર્ગ-બે ના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી રવિ કુમાર કમલેશકુમાર મિસ્ત્રી તથા વર્ગ-ત્રણ ના આઈ.ટી એક્ઝિક્યુટિવ કિરણભાઈ કાંતિભાઈ પરમાર તેમજ ખાણ ખનીજ વિભાગ વર્ગ 3 ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેતભાઈ પટેલની પણ એસીબીએ રૂ.2 લાખની લાંચ કેસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો --- VADODARA : ગાંધીનગરથી વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા


