VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓના તમામ ઠેકાણેથી માહિતી એકત્ર કરાશે
- ભ્રષ્ટાચારી અધિકારીઓની ઉંધ હરામ
- ગંભીરા બ્રિજ મામલે સસ્પેન્ડેડ અધિકારીઓ વિરૂદ્ધ એસીબીની કડક કાર્યવાહી
- દરોડા પાડવા માટે કોર્ટમાંથી મંજુરી મેળવવામાં આવી
VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં (GAMBHIRA BRIDGE TRAGEDY) માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકાવાલા, હાલના નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ, પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેર આર.ટી. પટેલ અને મદદનીશ ઇજનેર જે.વી.શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સસ્પેન્શન બાદ આ અધિકારીઓ (SUSPENDED ENGINEERS) વિરૂદ્ધ આકરી કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. હાલ એન્ટી કરપ્શન બ્યુરોની એસઆઇટીને (ACB - SIT INVESTIGATION) આ મામલાની તપાસ સોંપવામાં આવી છે. એસઆઇટી દ્વારા સસ્પેન્ડેડ અધિકારીઓના વતન, ઘર, અને ઓફિસે દરોડા પાડવા માટેની કોર્ટમાં મંજુરી માંગી છે, જે મળતા જ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બે આદેશો આપવામાં આવ્યા છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી અંગે ACB ના અધિકારીએ જણાવ્યું કે, પાંચ વિરૂદ્ધ સરકાર તરફથી સત્તાનો દુરઉપયોગ કર્યા બાબત, અને ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર અંગે મિલકતો વસાવી હોય તેની તપાસ માટે સરકાર તરફથી બે જુદા જુદા આદેશો આપવામાં આવ્યા હતા. અને એસીબીને તપાસ સોંપવામાં આવી છે. આ મામલે સંયુક્ત નિયામકની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. આ એસઆઇટી દ્વારા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. તમામના રહેઠાણ અને ઓફિસમાં રેડ કરવા માટે આદેશો મેળવવામાં આવ્યા છે. અને તેમના વતન સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવશે. તેમણે એકત્ર કરેલી અપ્રમાણસરની મિલકતો અંગેના પુરાવા એકત્ર કરવામાં આવશે, અને આ અંગેનો રિપોર્ટ જલ્દી સરકારમાં જમા કરાવવામાં આવશે.
અન્ય અધિકારીઓ પર પણ ગાળિયો કસાશે
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ 5 એન્જિનિયરો બે નાયબ કાર્યપાલક એન્જિનિયરો, બે કાર્યપાલક એન્જિનિયર, જે પૈકી એક વર્ષ 2024 માં સ્વૈચ્છિક નિવૃત્તિ લેવામાં આવી છે. અને એક મદદનીશ એન્જિનિયર વિરૂદ્ધ તપાસ આપવામાં આવી છે. આર એન્ડ બી વિભાગ દ્વારા જે પુલો છે. તેની સ્ટ્રક્ચર સ્ટેબિલીટી ચકાસી અને તેના જે રિપોર્ટ આવ્યા હોય, તેમાં બ્રિજ બનાવવામાં કોઇ ગેરરિતી અંગેનો રિપોર્ટ અમને મળશે, તો વિભાગના અન્ય સંડોવાયેલા અધિકારીઓ વિરૂદ્ધ પણ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવનાર છે. આ સિવાય અન્ય આરએન્ડ બી વિભાગના અધિકારીઓના વિરૂદ્ધમાં તપાસ હાથ ધરવામાં આવનાર છે.
તેમણે સત્તામાં આવતું કામ ના કર્યું
તેમણે ઉમેર્યું કે, હાલના કેસમાં બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલીટી તપાસવાની હતી, જે દર ચોમાસે તપાસવાની હોય છે, અને તેનો રિપોર્ટ દર આપવાનો હોય છે. તે અંગેની કાર્યવાહી કરવાની હોય, સાથે જ જરૂર જણાય તો વિવિધ પ્રકારના પગલાં લેવાના હોય છે. જો કે, તેમના દ્વારા કોઇ પણ પગલાં લેવમાં આવ્યા ન્હતા. આ બ્રિજને ખુલ્લો રાખતા અનેક લોકોના મોત નિપજ્યા છે. તેમણે સત્તામાં આવતું કામ ના કર્યું, તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યાં પણ ભ્રષ્ટાચાર આચરીને કામગીરી કરવામાં નહીં આવી હોય, અને જેના વિરૂદ્ધ અમને અહેવાલ મળશે, તે તમામ વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો ---- VADODARA : સ્મશાનનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપાતા છાણી ગામમાં બંધ પાળી વિરોધ


