Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકારમાં બંધારણ સર્વોપરિ' : મેયર

VADODARA : કટોકટી વખતનો દેશ અને આજના સમયનું ભારત એમ બે જુદા-જુદા ભારતને સમજવાનો અવસર હોવાનું મેયરે ભારપૂર્વક જણાવ્યું હતું
vadodara    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકારમાં બંધારણ સર્વોપરિ    મેયર
Advertisement
  • આજે વડોદરા પાલિકા દ્વારા કટોકટી કાળના અનુસંધાને કાર્યક્રમનું આયોજન બનાવ્યું
  • તુષારભાઈ વ્યાસે કટોકટી કાળની સમજ કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં આપી
  • અનેક ઘટનાઓને કહીને તત્કાલીન સરકારને સરમુખત્યારશાહ ગણાવી

VADODARA : ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય એટલે કે કટોકટી (EMERGENCY IN INDIA) લગાવ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર અને લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા (VADODARA VMC) અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘સંવિધાન હત્યા દિવસ’ ના સ્મરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંવિધાનના મૂલ્યોની જાળવણી માટે આહ્વાન કર્યું

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લએ (VADODARA MLA - BALU SHUKLA) અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે કટોકટીની ઘોષણાના પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આજનો દિવસ લોકશાહીના રક્ષકોને યાદ કરવાનો અને નમન કરવાનો છે. કટોકટીના કાળા અધ્યાયને યાદ કરીને તેમણે ઉપસ્થિત બાળકો અને યુવા પેઢીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ ના સંકલ્પને સાકારિત કરવા સંવિધાનના મૂલ્યોની જાળવણી માટે આહ્વાન કર્યું હતું.

Advertisement

લોકશાહી તરીકેનું ગૌરવ જાળવવા માટે પ્રતિબદ્ધ થવા અનુરોધ

શુક્લએ કટોકટી કાળની અને તત્કાલીન સરકાર દ્વારા કરવામાં આવેલા બંધારણ પર કુઠારાઘાત અંગેની પૂર્વભૂમિકા આપી હતી. નવનિર્માણ આંદોલન, અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો જેવા તત્કાલીન સંજોગો જણાવી તેમણે અનેક ઉદાહરણો થકી સૌને બંધારણનું મહત્વ જણાવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA MODI) ના નેતૃત્વવાળી સરકારમાં બંધારણ જ સર્વોપરિ છે તેમ કહીને તેમણે ભારતને લોકશાહીની માતા અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકેનું ગૌરવ જાળવવા માટે પ્રતિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

Advertisement

સરકારની કાર્યશૈલી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો

વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિન્કીબેન સોનીએ (MAYOR - PINKIBEN SONI) પણ કટોકટી લાદી એ સમયની સરકાર અને હાલની શ્રી મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની કાર્યશૈલી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો. સંવિધાન પ્રત્યેનો સન્માનભાવ કેવો હોય? તેનો અનુભવ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને કરાવ્યો છે. શ્રીમતી સોનીએ કટોકટી વખતનો દેશ અને આજના સમયનું ભારત એમ બે જુદા-જુદા ભારતને સમજવાનો અવસર હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

તત્કાલીન સરકારને સરમુખત્યારશાહ ગણાવી

સાંસદ ડો. હેમાંગ જોષીએ (MP DR. HEMANG JOSHI) પણ અનેક ઉદાહરણો થકી કટોકટી કાળની ભયાનકતા વાસ્તવિકતાના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ અને યુવા પેઢી કટોકટી વખતના ખરાબ સમયને સારી રીતે સમજી શકે અને જાણી શકે તે માટે તેમણે કટોકટી વખતે થયેલા નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન, મીડિયા સેન્સરશિપ, લોકશાહીના રક્ષકોની ધરપકડ કરવી અને જેલમાં ધકેલી દેવા જેવી અનેક ઘટનાઓને કહીને તત્કાલીન સરકારને સરમુખત્યારશાહ ગણાવી હતી. આ સમયે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાથીની અંબાડી પર બંધારણના પવિત્ર ગ્રંથને બેસાડી પોતે ચાલીને સંવિધાન યાત્રા યોજી હોવાનું ગૌરવભેર જણાવ્યું હતું.

બંધારણની કલમો અને કાયદાઓનો દુરુપયોગ થયો

કાયદાકીય બાબતોના નિષ્ણાંત તુષારભાઈ વ્યાસે કટોકટી કાળની સમજ કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં આપી હતી. તેમજ બંધારણના મૂલ્યો વિશે વિગતવાર માહિતી આપી હતી. કટોકટીના સમયમાં બંધારણની કલમો અને કાયદાઓનો કેવી રીતે દુરુપયોગ થયો હતો, તે જણાવ્યું હતું. કટોકટી કાળમાં વડોદરાના લોકશાહીના રક્ષકોને યાદ કરીને શ્રી મકરંદ દેસાઈએ કટોકટીના વિરોધમાં તે સમયના ભારતની સાચી પરિસ્થિતિને ઉજાગર કરતી પુસ્તિકા વિશે પણ વાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં આયોજીત આ કાર્યક્રમમાં વી.એમ.સી. કમિશનર અરૂણ મહેશ બાબુએ સ્વાગત ઉદબોધન કર્યું હતું અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ આભારવિધિ કરી હતી.

આ પણ વાંચો --- VADODARA : કટોકટી કાળમાં હેમચંદ્રભાઇ બોચરે ના માફી માંગી, ના તો શીશ ઝૂકાવ્યું

Tags :
Advertisement

.

×