VADODARA : દારૂ અને ચોરીના કેસમાં PSI-કોન્સ્ટેબલ સસ્પેન્ડ
- વડોદરામાં એક પછી એક મોટા દરોડા બાદ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી
- સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ છાણી પીઆઇ સસ્પેન્ડ
- આ ઘટના બાદ અગાઉના બે કેસમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ
- એક પછી એક કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ
VADODARA : વડોદરા (VADODARA) માં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા (SMC - RAID) બાદ છાણી પોલીસ મથકના પીઆઇ ગઢવીને સસ્પેન્ડ (PI SUSPEND) કરવાની ઘટના સામે આવી હતી. તે બાદ અગાઉ સાવલીમાં સ્ટેટ વિજીલન્સના દરોડામાં દારૂનો જંગી જથ્થો ઝડપાવવા બદલ સાવલી પોલીસ મથકના પીએસઆઇ જાડેજા અને લાખોની કિંમતનો ચોરીનો મુદ્દામાલ પોતાની પાસે રાખનાર જરોદ પોલીસ મથકના કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા કડક પહલાંને લઇને ડિપાર્ટમેન્ટમાં સોંપો પડી જવા પામ્યો છે. આ કાર્યવાહી બાદ પોલીસ અધિકારીઓ પોતાની ફરજમાં લાપરવાહી નહીં દાખવે તેવું માનવામાં આવી રહ્યું છે.
આઇજીપી ઓફિસ પાસેઅહેવાલ માંગવામાં આવ્યો
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં સાવલીમાં સ્ટેટ વિજીલન્સે દરોડા પાડીને મોટા પાયે વિદેશી દારૂનું કટિંગ પકડી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં દોઢ ડઝનથી વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મુખ્યસુત્રધાર બુટલેગર ધવલ ઉર્ફે મુન્નો જયસ્વાલ ફરાર થઇ ગયો હતો. તેને રાજસ્થાનની હોટલમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. તેના ઘરે તપાસ દરમિયાન મોટી સંખ્યામાં વિવિધ જિલ્લાઓની વાહનની નંબર પ્લેટ મળી આવી હતી. આ ઘટનામાં વિજીલન્સ દ્વારા આઇજીપી ઓફિસ પાસેઅહેવાલ માંગવામાં આવ્યો હતો. જેની પ્રાથમિક તપાસ બાદ પીએસઆઇ એમ. બી. જાડેજા ને એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પોલીસે તેની પાસેથી મુદ્દમાલ રિકવર કર્યો
બીજી તરફ તાજેતરમાં વાઘોડિયામાં રૂ. 27.89 લાખની સોના-ચાંદી અને રોકડની ચોરી સામે આવી હતી. આ મામલાની તપાસમાં ત્રણ શખ્સોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી હતી. દરમિયાન તપાસમાં ખુલ્યું કે, ચોરીનો મુદ્દામાલ જરોદ પોલીસ મથકના કોન્સ્ટેબલ મુકેશ જિંગુવાડીયા પાસે રાખવામાં આવ્યો છે. બાદમાં પોલીસે તેની પાસેથી મુદ્દમાલ રિકવર કર્યો હતો. આ ઘટનાની ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવ છે. અને ચોરીના ગુનામાં કોન્સ્ટેબલને પણ આરોપી બનાવી દેવામાં આવ્યો છે. આ મામલે ડીએસપી દ્વારા કોન્સ્ટેબલ ચિરાગને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- Rain in Gujarat: હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું, આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ


