Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર ભારે ટ્રાફીક જામ, ખાડાએ સર્જી મોકાણ

VADODARA : અમદાવાદ-મુંબઇ હાઇવે પર વાહનોની લાંબી કતારો જામી, આ પાછળનું કારણ જાંબુઆ બ્રિજ પર પડેલા ખાડા હોવાનું સામે આવ્યું
vadodara   અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર ભારે ટ્રાફીક જામ  ખાડાએ સર્જી મોકાણ
Advertisement
  • નેશનલ હાઇવે પર વડોદરા પાસે વાહનોની લાંબી કતારો લાગી
  • જાંબુઆ બ્રિજ પર પડેલા ખાડા મુસાફરો માટે સમસ્યા બન્યા
  • લોકોના પ્રશ્નો ઉકેલવાનો કર્યાનો તંત્રનો દાવો લાંબો સમય ટકતો નથી

VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે (AHMEDABAD - MUMBAI NATIONAL HIGHWAY) પર આજે સવારે વધુ એક વખત કલાકોનો ટ્રાફીક જામ સર્જાયો છે. જાંબુઆ બ્રિજ (JAMBUA BRIDGE) પર પડેલા મસમોટા ખાડા (BIG POTHOLE) આ સમસ્યાનું કારણ હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. જો કે, આ પહેલી વખત બન્યું તેમ નથી. વડોદરા પાસેથી પસાર થતા હાઇવે પર આ પ્રકારે ટ્રાફીક જામની સમસ્યા મહિનામાં અનેક વખત સામે આવી છે. તંત્ર કામગીરીના નામે માત્ર તરકટ જ કરતું હોય તેમ લાગી રહ્યું છે. વગરવાંકે આજે હાઇવે પર મુસાફરી કરતા લોકો જામમાં ભારે ફસાયા છે.

આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો

વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર મસમોટા ખાડા પડવાના કારણે વાહનો ધીમા પાડી દેવા પડે છે. જેના કારણે ટ્રાફીક સામના દ્રશ્યો સર્જાયા હોય છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં આ પ્રકારની ઘટનાનું અનેક વખત પુનરાવર્તન થઇ ચૂક્યું છે. મીડિયા માધ્યમોમાં આ હકીકત ઉજાગર થયા બાદ તંત્ર કામગીરી કર્યાનું તરકટ પણ કરે છે. છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે વધુ એક વખત અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો જામી છે. આ પાછળનું કારણ જાંબુઆ બ્રિજ પર પડેલા મોટા ખાડા હોવાનું સામે આવી રહ્યું છે. જેને પગલે સવારથી જ મુસાફરોને સમસ્યા પડી રહી છે.

Advertisement

અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે

સરકારી તંત્ર ખરા અર્થમાં લોકોના પ્રશ્નો હલ કરતું હોય તો પછી લોકોને આ પ્રકારની સમસ્યા કેમ પડી રહી છે, અને જો કામગીરીમાં ચોક્સાઇનો અભાવ છે, તો જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે, સહિતના સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવવાથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. હવે લોકોની મુશ્કેલી દુર કરવા માટે સરકારી તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો ---- DWARKA પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્યનું 'ધાર્મિક પ્રદૂષણ' મામલે મોટું નિવેદન

Tags :
Advertisement

.

×