Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડોદરા એરપોર્ટના VIP લોન્જમાં ગરબાના ચિન્હ વાળું કાર્પેટ બિછાવતા વિરોધ

VADODARA : હાલમાં વડોદરા ઓરપોર્ટના વીઆઇપી લોન્જમાં અરાઇવલ અને ડિપાર્ચર છે, વડોદરામાં જ્યાં પ્રતિષ્ઠિત લોકો આવતા-જતા હોય છે
vadodara   વડોદરા એરપોર્ટના vip લોન્જમાં ગરબાના ચિન્હ વાળું કાર્પેટ બિછાવતા વિરોધ
Advertisement
  • સંસ્કારી નગરીના એપરોર્ટ ઓથોરીટીનું શરમજનક કૃત્ય
  • ગરબાનું ચિન્હવાળું કાર્પેટ વીઆઇપી લોન્જમાં પાથર્યું
  • સ્વેજલ વ્યાસે આ મામલે પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે

VADODARA : વડોદરા (VADODARA) ને સંસ્કારી નગરી અને કલા નગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરાના ગરબા (GARBA) વિશ્વભરમાં જાણીતા છે. ત્યારે વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) પર જ વીઆઇપી લોન્જમાં ગરબાના ચિન્હ વાળી કાર્પેટ બિછાવતા (GARBA SYMBOL CARPET) વિવાદ શરૂ થયો છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા ભક્તિમાં પ્રતિક સમા ગરબાના ચિન્હને લોકોના પગ તળે આવે તેવું કૃત્ય કરતા સામાજીક કાર્યકર મેદાને આવ્યા છે. અને આ ભૂલને તુરંત સુધારી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ જો વહેલીતકે સુધારો કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

ગરબાના ચિન્હો વાળું કાર્પેટ બિછાવવામાં આવ્યું

વડોદરાના ગરબા વિશ્વભરમાં જાણીતા છે, પરંતુ આ વાત વડોદરા એરપોર્ટ ઓથોરીટી ભૂલી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના એરપોર્ટના વીઆઇપી લોન્જમાં ભક્તિના પ્રતિક સમા ગરબાના ચિન્હો વાળું કાર્પેટ બિછાવવામાં આવ્યું છે. આ કાર્પેટ પરથી અનેક લોકો દિવસમાં પસાર થાય છે. અને તેમના પગ નીચે આ ચિન્હ અસંખ્યવાર આવે છે. જે અપમાનજનક છે. આ વાતનો વિરોધ સ્વેજલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

આખા શહેર અને રાજ્ય માટે કલંકિત વાત કહેવાય

વડોદરાના સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે વીડિયો મારફતે આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું કે, વડોદરામાં અગાઉ ઘણીબધી વખત અમે એરપોર્ટ બાબતે રજુઆત કરી છે. તેમાં માતાજીના ગરબાના પ્રતિક કાર્પેટના ફ્લોર પર લગાડવામાં આવ્યા છે. અમે અગાઉ પણ વિરોધ કર્યો હતો. ત્યારે કાર્પેટ હટાવી દેવામાં આવી હતી. પરંતુ હાલમાં વડોદરા ઓરપોર્ટના વીઆઇપી લોન્જમાં અરાઇવલ અને ડિપાર્ચર છે, વડોદરામાં જ્યાં પ્રતિષ્ઠિત લોકો આવતા-જતા હોય છે, ત્યાં આ કાર્પેટ રાખવામાં આવી છે. વડોદરા સાંસ્કૃૃતિક નગરી છે, વડોદરાના ગરબા વિશ્વમાં વિખ્યાત છે, જો આ કાર્પોટ પર લોકોના પગ પડતા હોય, માતાજીનું પ્રતિક પગ નીચે આવતું હોય, તો આખા શહેર અને રાજ્ય માટે કલંકિત વાત કહેવાય. આ બાબતે અગાઉ પણ અમે ધ્યાન દોર્યું છે. મારૂ કહેવું છે કે, આ કાઢી નાંખજો, નહીં તો મજા નહીં આવે. જો વહેલી તકે નહીં હટે, તો આનું પરિણામ મોટું આવશે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : આખરે ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને બહાર કાઢવાનું મૂહુર્ત નીકળ્યું

Tags :
Advertisement

.

×