VADODARA : પૂર્વ કોર્પોરેટરે જાતે મકાનના દબાણો હટાવી સરકારી જમીન ખુલ્લી કરી
- અકોટામાં સરકારી જમીન પરના મકાનો દુર કરાયા
- પૂર્વ કોર્પોરેટરે અગાઉ આપેલી બાંહેધારી પ્રમાણે વર્તન કર્યું
- 30 મકાનોમાં રહેતા પરિવારોને આવાસ યોજના હેઠળ સમાવી લેવાયા
VADODARA : વડોદરાના અકોટા (VADODARA - AKOTA) ગામમાં સરકારી જમીન પર મકાનો આવેલા હતા. જેને દુર કરવા માટેની કાર્યવાહીનો સળવળાટ વર્ષ 2010 થી જોવા મળ્યો હતો. જો કે, ત્યારથી લઇને આજદિન સુધી પૂર્વ કોર્પોરેટર દ્વારા સતત પ્રયત્નો કરતા આખરે સફળતા સાંપડી છે. 30 જેટલા મકાનોમાં રહેતા પરિવારોને આવાસ યોજના (HOUSING SCHEME) હેઠળ સમાવી લેવાતા તેમના અકોટા સ્થિત મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે. ગરીબ પરિવારો માટે મકાનની લડત ચાલુ રાખનારા પૂર્વ કોર્પોરેટરને લોકોએ તેમના ખર્ચે અજમેરની યાત્રા કરાવવા માટેનું વચન આપ્યું છે. આ વાત મીડિયા સમક્ષ વર્ણવતા પૂર્વ કોર્પોરેટર ભાવુક થઇ ગયા હતા.
મકાનનું સ્વપ્ન પુરૂ થયું
અકોટા ગામના રહીશ અને પૂર્વ કોર્પોરેટર ઇમ્તિયાઝ પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું ખુબ ખુશી અનુભવી રહ્યો છું. જે કોઇ પણ હોય, અમે પત્ર લખીને રહેવાસીઓને નજીકમાં સારા મકાન મળે, તેમનું મકાનનું સ્વપ્ન પુરૂ થયું છે. જેથી હું ખુબ ખુશ છું. જે તે સમયે અમે બાંહેધારી આપી હતી કે, અમને મકાન મળશે, એટલે અમે આ મકાનો તોડી નાંખીશું. એટલે મકાનો મળતા જ લોકો રહેવા જતા રહ્યા છે. જેથી જેસીબી મંગાવીને 30 મકાનો દુર કરવામાં આવ્યા છે. અને આ જમીન ખુલ્લી કરવામાં આવી છે.
અમારુ કામ સાચુ હતું, જેથી તે પતી ગયું છે
વધુમાં તેમણે જણાવ્યું કે, હું દર વખતે, દર વર્ષે હું રિમાઇન્ડ કરાવતો હતો. મેં મોરચા પણ કાઢ્યા છે. હાલ ડે. મેયર એફોર્ડેબલ હાઉસિંગમાં રજુઆત કરી હતી. તેમને સાથ સહકાર મળ્યો હતો. અમારુ કામ સાચુ હતું, જેથી તે પતી ગયું છે. તે લોકો ઘણા ખુશ છે. તેઓ મને અજમેર શરીફની જાત્રાએ લઇ જશે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2010 માં અકોટામાં પાલિકાના પ્લોટમાં આવેલા મકાનો માટે પૂર્વ કોર્પોરેટર દ્વારા રજુઆત કરવામાં આવી હતી. તમામ મકાનોના માલિકોને ઘર મળતી જતા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : રાયકા ગામે દીપડાએ પશુનું મારણ કર્યું, ગ્રામજનોમાં દહેશત


