Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : અણખોલના પૂર્વ સરપંચ અને તલાટીએ રૂ. 1.62 કરોડ સેરવતા ફરિયાદ

Vadodara : પૂર્વ સરપંચ તરલીકાબેન જે. પટેલ અને પૂર્વ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી ડી. જી. ઝાલા દ્વારા વર્ષ 2018 - 2022 દરમિયાન હોદ્દા પર હતા
vadodara   અણખોલના પૂર્વ સરપંચ અને તલાટીએ રૂ  1 62 કરોડ સેરવતા ફરિયાદ
Advertisement
  • ગામના વિકાસ માટેની રકમની ઠગાઇ
  • બંને વિરૂદ્ધ વ્યાપક ફરિયાદો આવતા તપાસ કમિટી રચાઇ હતી
  • કમિટીની તપાસમાં મોટી ઠગાઇ પકડાતા નોંધાઇ ફરિયાદ

Vadodara : વડોદરા ગ્રામ્યમાં આવત અણખોલ (Vadodara Rural Ankhol) ગામ પંચાયતના પૂર્વ સરપંચ (Ex Sarpanch) અને પૂર્વ તલાટી (Ex Talati) કમ મંત્રીએ પંચાયતના કુલ મળીને રૂ. 1.62 કરોડ સેરવ્યા (Money Fraud - Vadodara) હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે બંને વિરૂદ્ધ ગંભીર ફરિયાદો આવતા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીની ઝીણવટભરી તપાસમાં બંને દ્વારા આચરવામાં આવેલી ગોબાચારી પકડાઇ ગઇ છે. આખરે બંને વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

વાઉચર વગર ખોટી રીતે ખર્ચ કરીને ઉચાપત

વડોદરાના ગ્રામ્યના મંજુસર પોલીસ મથકમાં તાલુકા વિકાસ અધિકારી વિકાસભાઇ સુખદેવભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમને ફરજ પર જોડાતા પહેલા વર્ષ 2018 - 19 થી વર્ષ 2022 - 23 સુધીમાં અણખોલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા પંચાયતના વિવિધ બેંક ખાતમાંથી ઉચાપત કરી હોવાની ફરિયાદો ઉઠી હતી. તેની તપાસ કમિટી દ્વારા કરવામાં આવી હતી. અહેવાલમાં સામે આવ્યું કે, પૂર્વ સરપંચ તરલીકાબેન જે. પટેલ અને પૂર્વ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી ડી. જી. ઝાલા દ્વારા વર્ષ 2018 - 2022 દરમિયાન હોદ્દા પર કાર્યરત હતા. તેમના વિરૂદ્ધ ચાર અરજીઓ (Money Fraud - Vadodara) જિલ્લા તપાસ કમિટી સુધી પહોંચી હતી. જેની તપાસમાં તેમના દ્વારા ગ્રામપંચાયતના વિવિધ બેન્ક એકાઉન્ટમાંથી સેલ્ફ ચેક અથવા બેરર ચેકો લખીને વાઉચર વગર ખોટી રીતે ખર્ચ કરીને ઉચાપત કરી હોવાનું પ્રથમ દર્શનીય જણાઇ આવ્યું છે.

Advertisement

તેઓ પુરાવા સાથે હાજર રહ્યા નથી

તેમના કાર્યકાળ દરમિયાન ગ્રામ પંચાયતમાં થયેલી આવક-જાવકની નાણાંકિય લેવડ-દેવડ સંબંધે રોજમેળ લખ્યો ન્હતો. સાથે જ ડી. જી. ઝાલાએ સરપંચની જાણ બહાર તેમની બનાવટી સહી કરીને અલગ અલગ સમય દરમિયાન પોતાના અંગત અને જાણીતા ચાર લોકોના બેંક એકાઉન્ટમાં રૂ. 1.20 કરોડ ઉપાડીને વાપરી લીધા (Money Fraud - Vadodara) હોવાનું ધ્યાને આવ્યું છે. આ અંતે કમિટી સમક્ષ હાજર રહેવા માટેનો સમય આપતા તેઓ પુરાવા સાથે હાજર રહ્યા નથી. તપાસના અંતે પૂર્વ સરપંચ તરલીકાબેન જીતેન્દ્રભાઇ પટેલ (રહે. સિલ્વર સ્કાય, હરણી, વડોદરા) અને પૂર્વ તલાટી કમ મંત્રી દિગ્વિજયસિંહ ગંભીરસિંહ ઝાલા (રહે. અણખોલ, વડોદરા ગ્રામ્ય) દ્વારા કુલ મળીને પંચાયતના સરકારી ફંડ અને જાહેર નાણામાંથી કુલ રૂ. 1.62 કરોડની ઉચાપત કરી હોવાનું સપાટી પર આવતા બંને વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો ---- America એ કરી ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા, અમદાવાદમાંથી નકલી કોલ સેન્ટર પકડવા મુદ્દે કર્યા વખાણ

Tags :
Advertisement

.

×