Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : અરવિંદ ઘોષ 13 વર્ષ શહેરમાં રહ્યા, જાણો એક વિચારકથી ક્રાંતિકારી સુધીની તેમની પ્રેરણાદાયી સફર વિશે

Vadodara : શ્રી અરવિન્દે તા. ૮ ફેબ્રુઆરી ૧૮૯૩થી ૧૮ જૂન ૧૯૦૬ સુધી વડોદરામાં નોકરી કરી, તેઓ જોડાયા ત્યારે ઉંમર એકવીસ વર્ષની હતી
vadodara   અરવિંદ ઘોષ 13 વર્ષ શહેરમાં રહ્યા  જાણો એક વિચારકથી ક્રાંતિકારી સુધીની તેમની પ્રેરણાદાયી સફર વિશે
Advertisement
  • અરવિદ ઘોષનો વડોદરા જોડે જુનો નાતો રહ્યો છે
  • લંડનમાં ગાયકવાડ રાજા જોડે મુલાકાત થતા નોકરીની તક મળી
  • દાંડિયા બહારમાં આજે પણ તેમનું સ્થાન સુરક્ષિત

Vadodara : શ્રી અરવિંદનો (Arvind Ghosh) જન્મ કલકત્તામાં ૧૫ ઓગસ્ટ ૧૮૭૨ના રોજ થયો હતો. ૧૮૭૯માં, સાત વર્ષની ઉંમરે, પોતાના બે મોટા ભાઇઓ સાથે અભ્યા સાર્થે તેમને ઇંગ્લેન્ડ (England) મોકલવામાં આવ્યાા. ત્યાં૮ તેઓ ચૌદ વર્ષ રહ્યા. શરૂઆતમાં માંચેસ્ટઇરના એક અંગ્રેજી કુટુંબમાં રહી, તેઓ ૧૮૮૪માં લંડનમાં સેન્ટ૮ પોલ શાળામાં અભ્યાસ માટે જોડાયા અને ત્યાં થી ૧૮૯૦માં સાહિત્યુની ઉચ્ચડ શિષ્યવૃત્તિ મેળવી તેઓ કેમ્બ્રિજની કીંગ્ઝ કોલેજમાં ગયા. ત્યાં તેઓએ બે વર્ષ અભ્યાસ કર્યો. તે સમયે વડોદરાના ગાયકવાડ લંડનમાં (Gaekwad In Landon) હતા. શ્રીઅરવિંદ તેમને મળ્યા, વડોદરા રાજ્યની નોકરીમાં (Job At Vadodara) નિમણૂક મેળવી. તેમણે ઇંગ્લેન્ડ ફેબ્રુઆરી ૧૮૯૩માં છોડ્યું.

Advertisement

વડોદરામાં નોકરી કરી

તે સમયે ભારતમાં દેશી રાજ્યો હતાં. તેમાંથી વડોદરાના ગાયકવાડ (Gaekwad From Vadodara) ખૂબ બુધ્ધિશાળી હતા. શ્રી અરવિન્દ ઇંગ્લેન્ડમાં હતા ત્યારે તેઓ પણ ત્યાં હતા. સર હેનરી કોટન (જેઓ કેટલાક સમય બંગાળના લેફટેનન્ટ ગવર્નર હતા) તેમના ભાઇ જેમ્સ કોટન શ્રી અરવિન્દ અને તેમના ભાઇઓમાં ખૂબ રસ લેતા અને તેમનાથી સુપરિચિત હતા. શ્રી અરવિન્દ વતી તેમણે ગાયકવાડ સાથે મસલત કરી. તેના પરિણામ રૂપે શ્રી અરવિન્દ (Arvind Ghosh In Vadodara) ને “વડોદરા રાજ્યમાં નિમણુંક મળી (Job Appointment In Vadodara) .” ગાયકવાડ તેમને માસિક પગાર તરીકે રૂ. ૨૦૦ આપવા તૈયાર હતા. તેઓ બહુ વિચક્ષણ હતા, અને તેથી તેમને આનંદ થયો કે આવા જૂજ પગારમાં તેઓ એક તેજસ્વી આઇ.સી.એસ. કક્ષાના યુવકને મેળવી શક્યા. પરંતુ શ્રી અરવિન્દ પૈસાની બાબતમાં ઉદાસીન હતા.

Advertisement

ખાસીરાવ જાદવના દાંડિયા બજારમાં આવેલ મકાનમાં રહ્યા

શ્રી અરવિન્દે તા. ૮ ફેબ્રુઆરી ૧૮૯૩થી ૧૮ જૂન ૧૯૦૬ સુધી વડોદરામાં નોકરી કરી (Arvind Ghosh In Vadodara). તેઓ નોકરીમાં જોડાયા ત્યારે તેમની ઉંમર એકવીસ વર્ષની હતી અને નોકરી છોડતી વખતે ચોત્રીસની. આથી તેમણે કુલ મળીને ૧૩ વર્ષ, ૪ માસ અને ૧૧ દિવસ નોકરી કરી. આ સમય દરમિયાન શ્રી અરવિન્દ ખાસીરાવ જાદવના દાંડિયા બજારમાં આવેલ મકાનમાં રહ્યા. ખાસીરાવ ન હોય ત્યારે તેઓ તેમના ભાઇ માધવરાવ જાદવને ત્યાં રહેતા. તેઓ વડોદરામાં કેટલાંક બીજાં ઘરોમાં પણ રહ્યા છે.

વડોદરાનાં નિવાસસ્થાનો

શ્રી અરવિન્દ ફેબ્રુઆરી ૧૮૯૩માં વડોદરામાં આવ્યા (Arvind Ghosh In Vadodara). અહીં તેમના “પહેલા મિત્ર” બાપુભાઇ મજુમદાર નામના યુવાન હતા. તેમની સાથે તેમને ઓળખાણ ઇંગ્લેન્ડમાં જ થયેલી. “તેઓ મને પોતાને ત્યાં લઇ ગયા કેટલાક સમય સુધી રહ્યા.” એમ શ્રી અરવિન્દે એકવાર જણાવ્યું છે. તેર વર્ષ વડોદરા રાજ્યની નોકરીમાં શ્રી અરવિન્દ એક કે બીજા સમયે શહેરનાં લગભગ અડધો ડઝન મકાનોમાં રહ્યા છે. તેમાંનુ એક બજારની નજીક કેમ્પ વિસ્તારમાં હતું. અને બીજું કોલેજની પાછળ કેમ્પ (સરકારી મકાનો) જવાના રસ્તે હજુ શીયાપુરા નજીક મિર બાકરઅલીના વાડામાં અને મકરપુરાના રાજમહેલને _ કિલેદારના વાડામાં પણ તેઓ રહ્યા છે. વડોદારામાં (૧૮૯૬-૯૭) પ્લેગ નીકળ્યો ત્યારે શ્રી અરવિન્દ કિલેદારના મકાનમાં રહેતા હતા. બીજું એક નિવાસ્થાન રેસકોર્સ રોડ પરનો બંગલો હતું. સપ્ટેમ્બર ૧૯૦૩માં કેમ્બિજની કિંગ્સ કોલેજ પત્રના જવાબમાં શ્રી અરવિન્દે પોતાનું સરનામું “રેસકોર્સ રોડ, વડોદરા” અથવા “બરોડા ઓફિસર્સ ક્લબ,” “બરોડા જીમખાના” એમ દર્શાવેલ છે. પરંતુ તેમના વડોદરા નિવાસના છ વર્ષ જેટલો સમય તેમના મિત્ર ખાસીરાવ જાદવના બંગલામાં વીત્યો હતો. આ બંગલો ૧૫, દાંડિયા બજાર, મહારાજાએ ખાસ ખાસીરાવ માટે બાંધ્યો હતો, અને તે ૧૮૯૮-૯૯માં બંધાઇને તૈયાર થયેલો.

જુદા જુદા વિભાગોમાં કામગીરી

શ્રી અરવિંદે પહેલાં ‘મોજણી અને પતાવટ વિભાગ’ માં મૂકવામાં આવ્યા, એક અધિકારી તરીકે પરંતુ વહીવટની ઔપચારિકતા તથા કાર્યપ્રણાલી શીખવા માટે. ત્યાંથી તેઓને “સ્ટેમ્પ્સ અને મહેસૂલ વિભાગ”માં મૂકવામાં આવ્યા. કેટલોક વખત તેમને મહત્વના પત્રો તૈયાર કરવા સચિવાલયમં મૂકવામાં આવ્યા તેઓ વડોદરાની કોલેજમાં ફ્રેંચ ભાષાના ખંડ સમયના વ્યાખ્યાતા બન્યા.

દસ્તાવેજો લખવામાં અમુક ખાસ શૈલીની જરૂર પડતી

તે સમયે તેમને બીજું કામ પણ આપવામાં આવ્યું હતું. પછીથી ઇ.સ.૧૯૦૦ની સાલમાં કોલેજના આચાર્ય તૈતની ખાસ ભલામણથી તેમને અંગ્રેજીના કાયમી અધ્યાપક તરીકે નીમવામાં આવ્યા. ઇ.સ.૧૯૦૪થી કોલેજના ઉપ-આચાર્ય તરીકે નીમવામાં આવ્યા. તેઓને આચાર્ય તરીકે માર્ચ ૧૯૦૫થી ફેબ્રુઆરી ૧૯૦૬ સુધી કામગીરી કરી. આમ વડોદરા કોલેજમાં એકધારી પ્રગતિ ઉપરાંત, સમયે સમયે શ્રી અરવિંદની સેવા, કેટલેક અંશે સરકારી વિભાગોમાં અને કેટલેક અંશે મહારાજા પોતે ખાનગી કામ માટે લેતા (Arvind Ghosh In Vadodara). મહારાજાને ઉચિત લાગે ત્યારે તેઓ શ્રી અરવિંદને પત્રો લખવા, ભાષણ તૈયાર કરવા અને જુદા જુદા પ્રકારના દસ્તાવેજો કે જે લખવામાં અમુક ખાસ શૈલીની જરૂર પડતી, તેવાં કાર્યો માટે બોલાવતા. પરંતુ આ બધું તદ્દન અનૌપચારિક રીતે થતું.

નોકરીમાંથી રજા લઇ ગુપ્તક રાજકીય પ્રવૃત્તિમાં વીત્યો

શ્રી અરવિંદના વડોદરા (Arvind Ghosh In Vadodara) નિવાસના છેલ્લાં વર્ષોનો સમય, નોકરીમાંથી રજા લઇ ગુપ્તક રાજકીય પ્રવૃત્તિમાં વીત્યો હતો. વડોદરા રાજયની નોકરીમાં હોવાને લીધે તેમને જાહેરમાં રાજકીય પ્રવૃત્તિ કરવાની મનાઇ હતી. ૧૯૦૫માં બંગાળના ભાગની વિરુદ્ધમાં જે આંદોલન થયું, તેનાથી તેમને વડોદરા રાજયની નોકરી છોડી અને ખુલ્લે આમ રાજકીય ચળવળ ચલાવવાની તક મળી. તેમણે વડોદરા ૧૯૦૬માં છોડયું, અને નવી સ્થહપાયેલ બંગાલ રાષ્ટ્રીઆય કોલેજના આચાર્ય તરીકે નિમણુક પામ્યા.

તેમના આત્માની મહાનતાને શોધી કાઢી

સંસ્કૃત તેઓ વડોદરા આવ્યા પછી શીખ્યા હતા. અને ત્યાર પછી સંસ્કૃત ભાષાના બધા જ મૂળ ગ્રંથોનું વાંચન કર્યું હતું જેમા ઉપનિષદો, ગીતા, પુરાણો, રામાયણ અને મહાભારત એ મહાકાવ્યો, કાલીદાસના નાટકો વિગેરે એ વાંચી ગયા. પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિ અને અણથક સર્જનાત્માક શક્તિવાળા શાશ્વત ભારતે, તેમના આશ્ચર્ય પામતી નેત્રો સમક્ષ પોતાને ખુલ્લું મૂકી દીધું અને તેમણે ભારતની અદ્વિતીય મહાનતાનું રહસ્ય મેળવી લીધું. ભારતની મહાનતા શોધતાં શોધતાં, તેમણે પોતાને શોધી કાઢ્યા, તેમના આત્માની મહાનતાને શોધી કાઢી, અનેક કામ સિદ્ધ કરવા તેમનો આત્માં અહીં આવ્યો હતો. તેને પણ શોધી કાઢ્યું. આમ તેમનો વડોદરા નિવાસ એક રૂપાંતરકારક આત્મવિકાસ હતો.

આ પણ વાંચો ---- Vadodara : ફાયર વિભાગના ખરીદી કૌભાંડમાં તપાસ માટે ACB એ સરકારની મંજૂરી માંગી

Tags :
Advertisement

.

×