Vadodara : એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા જિલ્લો રાજ્યભરમાં પ્રથમ
- વર્ષ 2018 થી એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ લાગુ
- વડોદરા જિલ્લાએ નોંધનીય સફળતા મેળવી
- રાજ્યમાં વડોદરાનું ગૌરવ વધ્યું
Vadodara : સર્વસમાવેશક વૃદ્ધિ થકી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) ના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૮ માં નીતિ આયોગના ખુબજ મહત્વાકાંક્ષી એવા એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ (Aspirational District Program - Vadodara District) ની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત વડોદરા (Vadodara) માં ઝડપી વિકાસ લાવવામાં જિલ્લાએ રાજ્યભરમાં જૂન - ૨૦૨૫ માં ઓવર ઓલ રેંકિંગ (Over All Ranking) માં પ્રથમ ક્રમાંકે આવીને વિકાસનો માર્ગ અપનાવી લીધો છે.
માપદંડોના આધારે નિશ્ચિત લક્ષ્યાંકો પ્રાપ્ત થયા
સહયોગ, સ્પર્ધા અને કેન્દ્રીકરણનો સમન્વય એટલે કે મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ. સમાવેશી વિકાસની કેન્દ્ર સરકારની આ પહેલમાં રાજ્ય સરકાર મુખ્ય વાહક તરીકે કામગીરી કરી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના જિલ્લાઓમાં નક્કી કરવામાં આવેલ માપદંડોના આધારે નિશ્ચિત લક્ષ્યાંકો પ્રાપ્ત થાય, વિકાસની આડે આવતા અવરોધોનો ત્વરિત નિકાલ થાય અને દર મહિને થયેલ પ્રગતિને માપીને રાજ્યના દરેક જિલ્લાઓને રેન્કિંગ આપવામાં આવે છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો ૪૯ ઇન્ડીકેટર આધારિત રિપોર્ટ મુજબ ઓવરઓલ રેન્ક જૂન ૨૦૨૫માં તમામ જિલ્લાઓને તંદુરસ્ત હરીફાઈ આપીને વડોદરા જિલ્લાએ રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો (Aspirational District Program - Vadodara District) છે.
શ્રેષ્ઠ કામગીરી થકી જિલ્લાનું ગૌરવ વધાર્યું
છેલ્લા બે(૨) માસની વડોદરાની સ્થિતિએ છેલ્લા ૨ મહિનામાં રાજ્યભરમાં સતત પ્રથમ ક્રમાંકે આવીને વિકાસની સિદ્ધિઓ હાંસિલ કરી (Aspirational District Program - Vadodara District) છે. જ્યારે હેલ્થ અને ન્યુટ્રિશન સેક્ટરમાં વર્ષ ૨૦૨૫ના મે માસમાં ત્રીજા ક્રમાંકે તથા જૂન માસમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ કામગીરી થકી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે શિક્ષણ માં ક્રમશઃ મે અને જૂન બંને માસમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરીને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે. આ સાથે નાણાકીય સમાવેશ ક્ષેત્રમાં મે માં ચોથો અને જૂન માં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે જે વિકાસ અને ટકાઉ કામગીરી દર્શાવી રહ્યું છે.
તમામ ઇન્ફિકેટરમાં લક્ષ્યાંક કરતા વધુ પરિણામો
જૂન મહિનાના અહેવાલ મુજબ વડોદરા જિલ્લો રાજ્યભરમાં પ્રથમ સ્થાને આવવાની સાથે રાજ્યના ૨૫ ટકા બેસ્ટ અચિવર રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. આ અંતર્ગતકુલ ૪૯ ઇન્ડીકેટર પૈકી આરોગ્યના ૧૧, શિક્ષણના ૮, ખેતીવાડી ૧૫, બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના ૬ અને સ્કીલ ડેવલપમેન્ટ ના ૬ ઇન્ડીકેટરમાં સમગ્ર રાજ્યમાં ઉલ્લેખનીય કામગીરી થકી શ્રેષ્ઠ મહત્વાકાંક્ષી જિલ્લો સાબિત થઈ રહ્યો (Aspirational District Program - Vadodara District) છે. સાથે ઉપર્યુક્ત તમામ ઇન્ફિકેટરમાં લક્ષ્યાંક કરતા વધુ પરિણામો મેળવ્યા છે.
કોઓપેરેટિવ ફેડરાલિઝમને સમગ્ર ભારતમાં પ્રતિબિંબિત કરી રહ્યા છે
આ કાર્યક્રમ રાજ્યના જિલ્લાઓ વચ્ચે સ્પર્ધા, સહકાર અને કેન્દ્રીકરણની ભાવના પ્રગટ કરવામાં ખુબજ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. રાજ્યો અને જિલ્લાઓ સશક્ત બની કોઓપેરેટિવ ફેડરાલિઝમને સમગ્ર ભારતમાં પ્રતિબિંબિત કરી રહ્યા છે. જેના કારણે આજે દેશભરના તમામ જિલ્લાઓ રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લા બનવા માટે તંદુરસ્ત હરીફાઇમાં જોડાય છે. મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ થકી તમામ રાજ્યોના જિલ્લાઓને સર્વસમાવેશક વૃદ્ધિ કરીને ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થયા છે ત્યારે વડોદરા જિલ્લો પણ વિકસિત વડોદરા બનાવવા માટે વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યું છે.
આ પણ વાંચો ---- Vadodara : સ્મશાનનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપ્યા બાદ પણ પ્રજાને લોહીઉકાળા


