Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

vadodara: માંજલપુરમાં આવેલા ઈવા મોલના મલ્ટિપ્લેક્ષમાં દર્શકોનો હોબાળો

વડોદરા: માંજલપુર ખાતે આવેલ ઈવા મોલની ટૉકીઝમાં હોબાળો પુષ્પા ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા ગયેલા પ્રેક્ષકો નારાજ મોંઘી ટિકિટ લઈને વહેલી સવારે પોહચેલા પ્રેક્ષકો નારાજ અંતે શો શરૂ કરતા મામલો થાળે પડ્યો vadodara:વડોદરા શહેરના માંજલપુર (Manjalpur)ઈવા મોલ(Eva Mall)માં...
vadodara  માંજલપુરમાં આવેલા ઈવા મોલના મલ્ટિપ્લેક્ષમાં દર્શકોનો હોબાળો
Advertisement
  • વડોદરા: માંજલપુર ખાતે આવેલ ઈવા મોલની ટૉકીઝમાં હોબાળો
  • પુષ્પા ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા ગયેલા પ્રેક્ષકો નારાજ
  • મોંઘી ટિકિટ લઈને વહેલી સવારે પોહચેલા પ્રેક્ષકો નારાજ
  • અંતે શો શરૂ કરતા મામલો થાળે પડ્યો

vadodara:વડોદરા શહેરના માંજલપુર (Manjalpur)ઈવા મોલ(Eva Mall)માં ચાલતી મલ્ટિપ્લેક્ષમાં પુષ્પા 2 ફિલ્મ(Pushpa 2 Film)ના મોર્નિંગ શોમાં દર્શકો ઉમટ્યા હતા. તેવામાં આ શો સમયસર શરૂ નહીં થતા ચાહકોએ ચિચ્યારી પાડી હોબાળો મચાવ્યો હતો. મહત્ત્વનું છે કે, મલ્ટિપ્લેક્સના સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા મામલો થાળે પડ્યો હતો.

Advertisement

 ફિલ્મ સમયસર શરૂ ન થતા હોબાળો

વડોદરામાં પુષ્પા 2 ફિલ્મ સમયસર શરૂ ન થતા હોબાળો મચ્યો હતો. માંજલપુર ઇવા મોલમાં સવારનો પ્રીમિયર શો હતો. જે સમયસર શો શરૂ ન થતા ચાહકોએ ચિચિયારીઓ પાડી હતી. જેના કારણે મલ્ટિપ્લેક્ષના સંચાલકો પણ દોડતા થયા હતા અને ચાહકો દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અંતે ફિલ્મ શરૂ કરી દેવાતા મામલો થાળે પડ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -VADODARA : ટ્રાફિકના નિયમનું પાલન કરાવનાર પોલીસ જવાનને બે ફ્રેક્ચર, આરોપી ઝબ્બે

ફિલ્મ શરૂ કરી દેતા સમગ્ર મામલો થાડે પડ્યો

મહત્વનું છે કે, અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2 થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ અને પુષ્પા-ધ રૂલને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આ વખતે પુષ્પરાજ વાસ્તવમાં ફાયર નહીં પરંતુ વાઈલ્ડ ફાયર છે. બદલાની સ્ટોરી પુષ્પા 2માં બતાવવામાં આવી છે. વડોદરા શહેરમાં પણ ચાહકોમાં ભારે રહેશે ત્યારે આજે સવારે પ્રીમિયર શોમાં માજલપુરના ઇવા મોલમાં ચાહકો પહોંચ્યા હતા. આ પ્રીમિયરસો 8:30 કલાકનો હતો. જોકે તે સમયસર શરૂ નહીં થતા ચાહકો રોસે ભરાયા હતા અને બૂમરાણ મચાવી હતી. જેના કારણે સંચાલકોએ અંતે ફિલ્મ શરૂ કરી દેતા સમગ્ર મામલો થાડે પડ્યો હતો.

Tags :
Advertisement

.

×