Vadodara : બરોડા ડેરીમાં ધ્વજવંદન બાદ પ્રમુખે વિરોધીઓને આડેહાથ લીધા
- બરોડા ડેરીનું રાજકારણ વધુ એક વખત ગરમાયું
- વિરોધ કરનારાઓને પ્રમુખે આપ્યે સણસણતો જવાબ
- સાવલીમાંથી વધારે પત્ર મળવા અંગે આડકતરો રાજકીય ઇશારો પણ કર્યો
Vadodara : આજરોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે (Independence Day Of India) દેશભરમાં તિરંગો ઝંડો શાનથી લહેરાવવામાં આવી રહ્યો છે. આજે વડોદરાની જાણીતી બરોડા ડેરી (Baroda Dairy - Vadodara) માં પણ પ્રમુખ દિનેશભાઇ પટેલની હાજરીમાં તિરંગો લહેરાવવામાં આવ્યો છે. તિરંગો લહેરાવ્યા બાદ બરોડા ડેરી (Baroda Dairy - Vadodara) ના પ્રમુખના વિરોધીઓ પર આકરા તેવર સામે આવ્યા છે. તેમણે નામ લીધા વગર જ વિરોધીઓની શાબ્દિક ધુલાઇ કરી છે. અત્રે નોંધનીય છે કે, બરોડા ડેરી (Baroda Dairy - Vadodara) ના હાલના બોર્ડ વિરૂદ્ધ છેલ્લા કેટલાય સમયથી ડેરી આગેવાનોમાં નારાજગી અને આરોપબાજીનો દોર જોવા મળી રહ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ બરોડા ડેરીના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવી ચુક્યા છે.
મને એક એક કહાની ખબર છે
બરોડા ડેરી (Baroda Dairy - Vadodara) ના પ્રમુખ દિનેશભાઇ પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ડેરી સંઘમાં હું 1995 થી આવું છું. લગભગ ત્રણ વર્ષ માટે મેં સંઘમાં સેવા આપી હતી. મારા વખતમાં જે લોકો હાલમાં ચળવળ ચલાવી રહ્યા છે, 400 દુધ મંડળીઓ બંધ થઇ, ડેરીનું સત્યાનાશ વળી ગયું છે, ટર્નઓવર ઘટી ગયું છે, દૂધનું વેચાણ બગડી ગયું છે, ત્યારે અનુભવી ડેરી અગ્રણી અજીતસિંહ ઠાકોરને મારે એક ઇશારો, તમે તો 2012 પહેલા આ સંઘમાં કોંગ્રેસ સમર્પિત વહીવટદારોએ રાજ કર્યું હતું. હું તેમની સાથે હતો એટલે મને એક એક કહાની ખબર છે. આજે મને કહેવામાં આવે છે. 2012 માં ડેરીનું દૂધ સંપાદન 3.74 લાખ લિટર હતું, 1400 જેટલા લોકો ડેરીમાં કામ કરતા હતા, તે દિવસનું ટર્ન ઓવર અને 633 કરોડ હતું. 12 વર્ષમાં એક પણ દિવસ વધારો-ઘટાડો થયો નથી.
એક જ પ્રકારનું લખાણ લખીને વાહવાહી કરવા નીકળ્યા
તેમણે વધુમાં કહ્યું કે, પહેલા 34 દૂધ મંડળીઓ હતી. આજે 1124 દૂધ મંડળીઓ છે. કોરોના વખતમાં અમે શું કર્યું, કેટલો ભાવફેર આપ્યો, મારે કહેવું છે કે, તમે પ્રમુખ, ઉપપ્રમુખ હતા, તમે સાધારણ સભામાં દૂધ ઉત્પાદકો જોડે કરેલી સભા છે, તો તેને જવાબ આપો. 400 મંડળીઓ બંધ થઇ હોય, આ કોઇ મોઢાની વાતો નથી, સરકારી ચોપડે ઓડિટ થયેલું છે. તેમણે કરેલા આરોપો વાહીયાત છે. તેમ છતાં ખોટા નામ લઈ, દૂધ મંડળીના લેટરપેડ લાવી, એક જ પ્રકારનું લખાણ લખીને વાહવાહી કરવા નીકળ્યા છે. મારે તેમને કહેવું છે કે, તેઓ આરોપો પુરવાર કરે કાંતો સામવો કરવા તૈયાર રહે. સહેજપણ આરોપો ચલાવી લેવામાં નહીં આવે,
મને 153 સંઘના લેટર મળ્યા તેમાંથી 102 લેટર સાવલીના છે
તેમણે અંતમાં કહ્યું કે, આરોપો કરતા પહેલા તેમણે શું કર્યું તેનો ખુલાસો કરો જરૂરી છે. ઇચ્છા હોય તો એક સ્ટેજ ઉપર આવી જાય, એક મંચ પર આવી જાય, અને જોઇલે અને હિસાબ કરી લો, તમે મોંઢેથી બોલો છો શું, અને કરો છો શું, તમારા બોલવા અને કરવામાં જમીન આસમાનનો ફરક છે, ત્યારે સીધી રીતે ચાલતી સંસ્થાને હેરાન ના કરો. મને 153 સંઘના લેટર મળ્યા તેમાંથી 102 લેટર સાવલીના છે, બાકીના બીજા તાલુકાના છે. જેમાં એક જ પ્રકારનું લખાણ છે, તેની પાછળનો માસ્ટર માઇન્ડ સરકાર શોધી લે.
આ પણ વાંચો ----- Vadodara : અંતિમ ઘડી સુધી રાષ્ટ્રધ્વજની ખરીદી માટે ઉત્સાહ, ભરુચ, સુરત, દાહોદ, ગોધરાથી લોકો આવ્યા


