Vadodara : રદ કરાયેલા BITA ના ગરબાને મંજૂરી મળી, મ્યુનિ. કમિ. થયા મહેરબાન
- 24 કલાકમાં જ બીટાના ગરબા આયોજકોને ફરી મંજૂરી મળી ગઇ
- પાસ ખરીદનારના જીવ એક તબક્કે તાળવે ચોંટ્યા હતા
- મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ આદેશથી પરવાનગી આપવામાં આવી
Vadodara : વડોદરા (Vadodara) ના અકોટા સ્ટેડિયમમાં બીટા દ્વારા વર્ષોથી નવરાત્રી પર્વ પર ગરબાનું (BITA Garba - Vadodara) આયોજન કરવામાં આવે છે. થોડાક દિવસો પહેલા અકોટા સ્ટેડિયમમાં ક્વોરી નાંખવા બાબતે બીટાના આયોજકો દ્વારા પાલિકાના કર્મચારીને લાફો મારી દીધો હોવાની ઘટના સામે આવી હતી. જેને પહલે નવરાત્રીના એક દિવસ પહેલા બીટાના ગરબાની મંજૂરી રદ કરી દેવામાં આવી હતી. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે, મંજૂરી રદ કર્યાના 24 કલાકમાં જ પાલિકા દ્વારા બીટાના આયોજકોને ફરી મંજૂરી આપી દેવામાં આવી છે. પાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુના આદેશથી આ મંજૂરી આપવામાં આવી હોવાનું પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મંજૂરી તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવી હતી
આજથી વડોદરામાં રંગેચંગે ગરબાનું આયોજન કરાશે, વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે, આ વર્ષે અકોટા સ્ટેડિયમ પર ગરબાનું આયોજન કરતા બીટાના સંચલાકો (BITA Garba - Vadodara) જોડે વિવાદ જોડાયો હતો. ક્વોરી નાંખવા જેવી બાબતે પાલિકાના કર્મચારીને આયોજકો પૈકી કોઇએ લાફો મારી દેતા મામલે ઉપર સુધી પહોંચ્યો હતો. જે બાદ પાલિકાના ટુરિઝમ વિભાગ દ્વારા બીટાના ગરબાની (BITA Garba - Vadodara) મંજૂરી તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી હતી. આ સ્થિતીમાં આશરે 5 હજાર જેટલા ખેલૈયાઓ અટવાઇ પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. અને પાસ ખરીદનાર તમામના જીવ અદ્ધર થયા હતા.
પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવાયું
જો કે, મંજૂરી રદ કર્યાના 24 કલાકમાં જ પાલિકા દ્વારા આયોજકોને ફરી મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી માતાજીમાં રહેલી આસ્થા અને ગરબા પ્રત્યેના ઉત્સાહને ધ્યાને રાખીને આપવામાં આવી હોવાનું પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સાથે જ યાદીમાં ઉલ્લેખ કરાયો છે તે, શહેરીજનોની લોકલાગણીને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ આદેશથી પરવાનગી આપવામાં આવી છે.
આ પણ વાંચો ----- ચૈતર વસાવાને જામીન મળતા જ AAP નેતા મનોજ સોરઠીયાએ કહ્યું સત્યમેવ જયતે


