VADODARA : વરસાદ બાદ હાઇવોલ્ટેજ ડ્રામા, ભાજપના કોર્પોરેટર અને સિટી એન્જિનિયર વચ્ચે ઉગ્ર દલીલ
- વડોદરામાં વરસાદ વચ્ચે પાલિકાના એન્જિનિયર અને કોર્પોરેટર સામસામે આવ્યા
- વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા તથા તળાવમાં ડ્રેનેજના પાણીના નિકાલ મામલે રોષ
- કોર્પોરેટરે પાલિકાના એન્જિનિયરને આડેહાથ લેતા ઉગ્ર બોલાચાલી થઇ
VADODARA : વડોદરા (VADODARA) માં માંજલપુરના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ (BJP CORPORATOR KALPESH PATEL) અને સિટી એન્જિનિયર (VNC - CITY ENGINEER) અલ્પેશ મજમુદાર વચ્ચે તેમની ઓફિસમાં હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો (HIGH VOLTAGE DRAMA) હતો. કલ્પેશ પટેલના આરોપ અનુસાર, પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ રહી છે. સાથે જ તેમણે નવા સિટી એન્જિનિયરની નિમણૂંક થવી જોઇએ તેવી સ્પષ્ટ વાત મીડિયા સમક્ષ મુકી છે. વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાથી તથા તળાવમાં ડ્રેનેજના પાણીનો નિકાલ કરાતો હોવા મામલે આજે તેમણે ઉગ્ર સ્વરે રજુઆત કરી હતી.
ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવ્યો
માંજલપુરના કંચન ભગત તળાવમાં ડ્રેનેજના પાણીનો નિકાલ તથા વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરીની કોઇ અસર નહીં દેખાતા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. પાલિકાની કચેરીએ પહોંચ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર નહીં મળતા તેઓ સિટી એન્જિનિયરની કેબિનમાં ગયા હતા. જ્યાં બંને વચ્ચે ઉગ્ર તુતુમેંમેં થઇ હતી. તે બાદ સિટી એન્જિનિયર સહિત તમામ માંજલપુરના કંચનભગત તળાવ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સિટી એન્જિનિયર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સમસ્યા ઉકેલાય તે માટેનું કામ સોંપી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તો કલ્પેશ પટેલ દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે વધુ એક વખત ઉગ્ર દલીલો થઇ હતી.
પ્રિમોન્સૂન કામગીરી આખી કાગળ પર છે
પાલિકાના સિટી એન્જિનિયરની કેબિનમાંથી બહાર આવેલા કલ્પેશ પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ તંત્રના પાપે ભાજપ બદનામ થાય છે, અને કોર્પોરેટરો બદનામ થાય છે. જે તકલીફ છે, તે તંત્ર અને અધિકારીઓના પાપે છે. અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે આ તકલીફ પડી રહી છે. જે અધિકારીઓ કાગળ પર કામ કરે છે, પ્રિમોન્સૂન કામગીરી આખી કાગળ પર છે. સિટી એન્જિનિયરને ટેલિફોનિક વાત કરી હતી. તેમની પાસે સમય હોતો નથી. તેઓ ક્યારે સ્થળ પર આવતા નથી. હું પાલિકા કમિશનરને મળવા આવ્યો હતો, પરંતુ તેઓ ન્હતા.
તમે અમને 76 માંથી કેટલી સીટ જીતાડીને આપશો...!
તેમણે વધુમાં જણાવ્યું કે, હું સિટી એન્જિનિયરને મળ્યો છું. તેઓ અમારા વિસ્તારમાં ક્યારે આવતા નથી. અગાઉ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી આવ્યા હતા, તે વખતે અમે વિસ્તારમાં ફરીને સવારે 6 વાગ્યે રજુઆત કરી હતી. છતાંય આજદિન સુધી સમસ્યાનો કોઇ નિકાલ આવ્યો નથી. નવા સિટી એન્જિનિયરની નિમણૂંક થવી જોઇએ તેવો તેમણે મત અંતે વ્યક્ત કર્યો હતો. અન્ય અધિકારીની કેબિનમાં જઇને કલ્પેશ પટેલે સવાલ કર્યો કે, તમે અમને 76 માંથી કેટલી સીટ જીતાડીને આપશો...! 9 વર્ષથી હું કોર્પોરેટર છું, છતાંય આ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી.
આ પણ વાંચો ---- VADODARA : વરસાદના એક જ ઝાપટામાં શહેર તરબતર થઇ ગયું


