Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ફરી બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું, શખ્સની અટકાયત

VADODARA : મારા છોકરાનો દાખલો છે, આધાર કાર્ડમાં છોકરાનું નામ સુધારવા માટેની પ્રક્રિયા કરવા માટે હું કચેરીએ આવ્યો હતો - અરજદાર
vadodara   ફરી બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું  શખ્સની અટકાયત
Advertisement
  • વડોદરામાં બોગસ બર્થ સર્ટિફિકેટ મળવાનો સિલસિલો જારી
  • આજે સવારે આધાર કાર્ડમાં નામ સુધારવા આવેલા શખ્સના સંતાનનું બોગસ બર્થ સર્ટિ. મળ્યું
  • સ્થાનિક પોલીસ દ્વારા રજુ કરનારની અટકાયત કરવામાં આવી
  • રૂ. 500 આપીને દુકાનદાર પાસેથી આ બોગસ સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું જાણવા મળ્યું

VADODARA : વડોદરા પાલિકામાં (VADODARA - VMC) અનેકવિધ કારણોસર આવતા અરજદારો દ્વારા બોગસ બર્થ સર્ટિફિકેટનો (BOGUS BIRTH CERTIFICATE) ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના વિતેલા કેટલાય દિવસથી સમયાંતરે સામે આવી રહી છે. આ સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે. વડોદરા પાલિકાની દક્ષિણ ઝોનમાં વોર્ડ નં - 17 ની કચેરીમાં આજે સવારે આવેલા અરજદારે બોગસ બર્થ સર્ટિફિકેટ રજુ કરતા પકડાઇ ગયું હતું. બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરતા તેઓ તુરંત દોડી આવ્યા હતા, અને બોગસ સર્ટિફિકેટ રજુ કરનારની અટકાયત કરવામાં આવી હતી.

ગામમાં કોઇ કેમ્પ આવ્યો હતો

પાલિકાના અધિકારી શમીક જોષીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે સવારે યોગ દિવસની ઉજવણી પતી ત્યાં મને ઓપરેટરનો ફોન આવ્યો હતો. અને મને ફોનમાં મોકલવામાં આવેલું સર્ટિફિકેટ તપાસવા જણાવ્યું હતું. અમારા દ્વારા ડોક્યૂમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા સઘન કરી દેવામાં આવી છે. તપાસતા અમને આશ્ચર્ય થયું કે, સર્ટિફિકેટ પર વીએમસીનો બનાવટી લોગો હતો, અને ખોટો નંબર પણ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, નીચેના ભાગે વિશાખાપટ્ટનમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ વડોદરા પાસેના વડદલામાં રહે છે. આ બંને સ્થળો એકબીજાથી દુર આવેલા છે. આ સર્ટિફિકેટ લઇને આવનારા અરજદારે જણાવ્યું કે, તેમના ગામમાં કોઇ કેમ્પ આવ્યો હતો. તેમાથી તેમણે દુકાનમાંથી કઢાવ્યું હતું. અત્યાર સુધીમાં આ છઠ્ઠો કેસ પકડાયો છે, આ ખુબ ગંભીર વિષય છે. પોલીસ ખાતાએ ગંભીરતાથી આ મામલાની તપાસ કરવી પડશે. આ દેશની સુરક્ષાનો મામલો પણ છે.

Advertisement

હું ભણેલો નથી. તેમાં શું લખ્યું છે તે મને ખબર નથી

અરજદાર કિશનભાઇ કાંસકીવાલાએ મીડિયાને જણાવ્યું કે, હું દરજીપુરા રહું છું. આ કેવી રીતે બનાવ્યો તે મને નથી ખબર. મારા છોકરાનો દાખલો છે, હું તો કારખાનામાં કામ કરું છું. આધાર કાર્ડમાં છોકરાનું નામ સુધારવા માટેની પ્રક્રિયા કરવા માટે હું કચેરીએ આવ્યો હતો. દાખલો જેણે કઢાવ્યો તે આવી રહ્યા છે. રૂ. 500 લઇને આ દાખલો આપ્યો હતો. દુકાનવાળાની ઓળખાણ હતી, તેણે જણાવ્યું હતું કે, કેમ્પ આવે છે, તમારે દાખલો કરાવવો હોય તો કઢાવી લો. હું ભણેલો નથી. તેમાં શું લખ્યું છે તે મને ખબર નથી. અમારા ગામ વડદલામાં નાનજીભાઇની દુકાન આવેલી છે.

Advertisement

બોગસ સર્ટિફિકેટમાં શું લખ્યું હતું

પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કાંસકીવાલા જયના નામે આ બોગસ સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં તેમો રહેણાંક વિસ્તાર તરસાલી બાયપાસ લખેલું છે. આ સર્ટિફિકેટમાં મોટા ભાગની વિગતો હાથે લખીને ભરવામાં આવી છે, જો કે, વિતેલા કેટલાય વર્ષોથી પાલિકા ડિજીટલ પ્રિન્ટ કરેલી સર્ટિફાઇડ કોપી જ લોકોને આપી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : SOG એ પકડેલા નશાકારક મુદ્દામાલનો નાશ, ધૂમાડો બહાર ના જાય તેનું પણ ધ્યાન રખાયું

Tags :
Advertisement

.

×