Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બુટલેગરો વચ્ચે ગેંગવોરના એંધાણ, અલ્પુ સીધીંએ માર મારી ખંડણી માંગી

VADODARA : રોડ પર આંતર્યા બાદ અલ્પુુ અને તેના સાગરિતોએ હેરી પર હુમલો કરી દીધો હતો. તેનો ફોન તોડીને તેની પાસેથી રૂ. 80 હજાર લૂંટી લીધા હતા
vadodara   બુટલેગરો વચ્ચે ગેંગવોરના એંધાણ  અલ્પુ સીધીંએ માર મારી ખંડણી માંગી
Advertisement

VADODARA : વડોદર (VADODARA) માં ગેરકાયદેસર ચાલતા દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગલો વચ્ચે ગેંગવોર (BOOTLEGGER GANGWAR - VADODARA) ના એંધાણ સામે આવી રહ્યા છે. ધંધાની રેસમાં માથાભારે બુટલેગર અલ્પુ સિંધીએ બુટલેગર હેરી સિંધીને રોડ પર આંતરીને તેને મારલ માર્યો હતો. અને કહ્યું કે, હું જેલમાં હતો ત્યારકે કેટલો દારૂનો ધંધો કર્યો, મને રૂપિયા આપ. આ ઘટનામાં હેરી બેભાન થઇ જતા તેઓ નાસી છુટ્યા હતા. જે બાદ હેરીને હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ મામલે માથાભારે અલ્પુ સિંધી સહિત ચાર સામે હત્યાના પ્રયાસની કલમો હેઠળ ફતેગંજમાં ફરિયાદ નોંધાઇ છે.

હેરીના મિત્રો ત્યાંથી નાસી છુટ્યા

વારસીયાના એસ.કે. કોલોનીમાં રહેતો બુટલેગહર હેરી રમેશ લુધવાણીની કાર 15 એપ્રિલે ચિન્ટુ રાણા પાસેથી રવિ દેવજાણી લઇ ગયો હતો.કાર પરત ના આવતા હેરીએ રવિ પાસેથી કાર માંગી હતી. જે અલ્પુ સિંધી લઇ ગયો હોવાનું તેણે વળતા જવાબમાં જણાવ્યું હતું. રાત્રે અલ્પુ જોડે કાર માંગતા તેણે બરાબર ગાળો આપી હતી. તે બાદ રાત્રે હેરી તેના મિત્રો સાથે તાંદલજાથી ઘરે જતો હતો. દરમિયાન ફતેગંજ બ્રિજ પર તેનું મોપેડ આંતરીને અલ્પુ સિંધી, મુકેશ ગોસ્વામી, રવિ દેવજાણી, અને રાજુએ રોક્યો હતો. આ ઘટના સમયે હેરીના મિત્રો ત્યાંથી નાસી છુટ્યા હતા.

Advertisement

તું જીવતો રહીશ ત્યારે કાર માંગીશને

ત્યાર બાદ અલ્પુુ અને તેના સાગરિતોએ હેરી પર હુમલો કરી દીધો હતો. તેનો ફોન તોડીને તેની પાસેથી રૂ. 80 હજાર લૂંટી લીધા હતા. હેરીના જણાવ્યા અનુસાર, અલ્પુ કહેતો કે, મારી પાસે આવેલી કાર તુ પાછી કેવી રીતે માંગી શકે, તું જીવતો રહીશ ત્યારે કાર માંગીશને. અલ્પુ તેના મિત્રોને કહેતો કે, હેરીને મારીને ફેંકી દઇએ. જો કે, તે બાદ હેરી બેહોશ થઇ જતા રાહદારીએ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ મોકલ્યો હતો. આ મામલે અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી, મુકેશ ઉર્ફે ચપટ ગોસ્વામી, રવિ વિમલદાસ દેવજાણી, અને રાજુ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

તમે કેટલું કમાયા છો, મને રૂપિયા આપો

સમગ્ર ઘટના અંગે હેરીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મેં કાર માંગી, તો અલ્પુએ મને ગાળો આપી હતી. અને કહ્યું કે તમે દારૂના ધંધા કરો છો. હિસાબો નથી આપતા. હું ત્રણ વર્ષ જેલમાં હતો, ત્યારે તમે કેટલું કમાયા છો, મને રૂપિયા આપો. તે ખંડણી માગતો બતો. અલ્પુ માફિયા ગેંગ બનાવે છે, અને કહે છે કે, મારા કહેવા પર આખું વડોદરા ચાલે છે.

આ પણ વાંચો --- Gujarati Top News : આજે 19 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×