Vadodara Bridge Collapse: પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 મૃતદેહો બહાર કાઢ્યા, 2 લોકો હજુ ગુમ
- મોડી રાત સુધી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરાઇ
- બે ટ્રકનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો છે
- પિકઅપ ગાડી, ઈકો ગાડી અને રીક્ષા બહાર કાઢી
Vadodara Bridge Collapse: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મોડી રાત સુધી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરાઇ છે. જેમાં બે ટ્રકનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો છે. તેમાં પિકઅપ ગાડી, ઈકો ગાડી અને રીક્ષા બહાર કાઢી છે. અત્યાર સુધીમાં 18 મૃતદેહો બહાર કાઢ્યા છે. 2 દિવસ વીતવા છતાં પણ બે લોકો હજુ ગુમ છે. જેમાં સરકારે જવાબદાર 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
હજુ કોઈપણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે: ચૈતન્યસિંહ ઝાલા
ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે. જેમાં હજુ કોઈપણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ મહત્વનો બ્રિજ છે. આ મહત્વના બ્રિજ અંગે સરકાર યુદ્ધના સ્તરે વિકલ્પ શોધશે. વડોદરામાં 9 જુલાઈ, 2025ના રોજ બુધવારે મોટી દુર્ઘટના બની હતી. પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક તંત્ર અને સ્થાનિકોની મદદથી મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતુ.
હજુ સુધી કેટલાક લોકોની ભાળ મળી નથી
આ દુર્ઘટનાના ઈજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. ઈજાગ્રસ્તોને પાદરા અને વડોદરા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ 8 લોકો હજુ ગૂમ થયા હતા. ગૂમ થનારાઓમાંથી 4 આણંદ જિલ્લાના બામણગામના વતની છે. ગૂમ થયેલા લોકોની તંત્ર દ્વારા યાદી જાહેર કરાઈ છે. 2ના મૃતદેહ મળ્યા પણ હજુ સુધી ઓળખ થઇ નથી. દુર્ઘટના બાદથી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે. પરંતુ, હજુ સુધી કેટલાક લોકોની ભાળ મળી નથી.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 11 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


