ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara Bridge Collapse : આણંદ BJP નેતાએ કહ્યું- આ કુદરતી હોનારત, તંત્રની બેદરકારી નહીં..!

ગુલાબસિંહ પઢિયારે કહ્યું કે, આ એક કુદરતી ઘટના છે. દુર્ઘટનાથી ખૂબ દ્રવિત છું પણ આ એક કુદરતી ઘટના છે. આમાં, તંત્રની ઘોર બેદરકારી ન કહેવાય.
07:44 PM Jul 11, 2025 IST | Vipul Sen
ગુલાબસિંહ પઢિયારે કહ્યું કે, આ એક કુદરતી ઘટના છે. દુર્ઘટનાથી ખૂબ દ્રવિત છું પણ આ એક કુદરતી ઘટના છે. આમાં, તંત્રની ઘોર બેદરકારી ન કહેવાય.
BJP_Gujarat_first
  1. વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન (Vadodara Bridge Collapse)
  2. ભાજપના નેતા ગુલાબસિંહ પઢિયાર સો. મીડિયા પર ઇન્ટરવ્યૂ સમયે ભૂલ્યા ભાન!
  3. ગુલાબસિંહે પઢિયારે પૂલ તૂટવાની ઘટનાને કુદરતી હોનારત ગણાવી
  4. આ એક કુદરતી ઘટના છે, આમા તંત્રની ઘોર બેદરકારી ન કહેવાય : ગુલાબસિંહ પઢિયાર
  5. 'આ અકસ્માત, કોઈ દોષિત ન ગણાય, અકસ્માત છે તે અકસ્માત જ ગણાય'

Anand : વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના (Vadodara Bridge Collapse) મામલે ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ભાજપ નેતા ગુલાબસિંહ પઢિયાર (GulabSingh Padhiar) નિવેદન આપતા સમયે ભાન ભૂલ્યા હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. ગુલાબસિંહ પઢિયારે કહ્યું કે, આ એક કુદરતી ઘટના છે. દુર્ઘટનાથી ખૂબ દ્રવિત છું પણ આ એક કુદરતી ઘટના છે. આમાં, તંત્રની ઘોર બેદરકારી ન કહેવાય. આ અકસ્માત છે કોઈ દોષિત ન ગણાય.

આ પણ વાંચો - VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પીડિતો સુધી મદદ માટે સૌથી પહેલા પોલીસ પહોંચી

ભાજપ નેતાએ 'આગમાં ઘી હોમવું' એવું નિવેદન આપ્યું!

વડોદરા ગંભીર બ્રિજ દુર્ઘટનામાં (Vadodara Bridge Collapse) મૃત્યુઆંક 18 એ પહોંચ્યો છે. જ્યારે 5-6 ઇજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટનાએ વડોદરાનાં સરકારી વિભાગો અને અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના બાદથી વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ભાજપનાં (BJP) એક નેતાએ 'આગમાં ઘી હોમવું' જેવું નિવેદન આપ્યું છે. ભાજપના નેતા ગુલાબસિંહ પઢિયારે (GulabSingh Padhiar) ભાન ભૂલી નિવેદન આપ્યું હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો - Ahmedabad : અરવલ્લી બાદ અ'વાદમાં સરકારી પાઠ્યપુસ્તકો ભંગારમાં જતાં હોવાનો આક્ષેપ

આ એક અકસ્માત છે, આમાં તંત્રની ઘોર બેદરકારી ન કહેવાય : ગુલાબસિંહ પઢિયાર

ભાજપના નેતા ગુલાબસિંહ પઢિયારે કહ્યું કે, પૂલ તૂટવાની ઘટના એ કુદરતી હોનારત છે. બીજું તો શું કહીએ. મારું અંગત કહ્યું તો દુ:ખદ ઘટના તો છે જ. હું એનાથી ખૂબ જ દ્રવિત છું. પણ આ કુદરતી ઘટના છે. આ એક અકસ્માત છે. આમાં તંત્રની કોઈ ઘોર બેદરકારી ન કહેવાય. સરકાર અને તંત્ર અહીં ખડેપગે ઊભું છે. ભાજપ (BJP) નેતાએ આગળ કહ્યું કે, અકસ્માત એક એવી ઘટના છે જે કે અગાઉથી કહીને નથી આવતી. એટલે આમાં કોઈને દોષિત ન ગણાય. અકસ્માત છે તે અકસ્માત જ ગણાય. જણાવી દઈએ કે ગુલાબસિહ પઢિયાર વર્ષ 2022 માં અંકલાવ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર હતા. ત્યાર હવે ભાજપ નેતાનાં આ નિવેદનથી લોકોની લાગણી દુભાઈ હોવાનું અને બેજવાબદારીપૂર્વક નિવેદન આપ્યું હોવાનું લોકો કહી રહ્યા છે.

આ પણ વાંચો - Jamnagar : ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં સ્ટાફ પર જીવલેણ હુમલાનો મામલો, 3 આરોપીની ધરપકડ

Tags :
AnandBJP leader Gulab Singh PadhiarGujarat BJPgujarat bridge collapseGUJARAT FIRST NEWSGujarat PoliticsTop Gujarati NewsVadodara Bridge CollapseVadodara Gambhira Bridge Tragedy
Next Article