Vadodara Bridge Collapse: પાદરા પાસે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો, વહેલી સવારે વધુ એક મૃતદેહ કઢાયો
- બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી
- 14ના મોત, 8 જેટલા લોકોને બચાવી લેવાયા
- તપાસ માટે સરકારે 6 સભ્યોની કમિટી રચી
Vadodara Bridge Collapse: વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો છે. તેમાં બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી હતી. 14ના મોત, 8 જેટલા લોકોને બચાવી લેવાયા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ તૂટ્યો હતો. તપાસ માટે સરકારે 6 સભ્યોની કમિટી રચી છે. માર્ગમકાન વિભાગના 6 સભ્યો તપાસ કરશે. 1986માં 832 મીટર લાંબો બ્રિજ બન્યો હતો. તથા બ્રિજ તૂટતા હવે 40 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.
વડોદરા બ્રીજ દુર્ઘટનામાં વહેલી સવારે વધુ એક મૃતદેહ કઢાયો
વડોદરા બ્રીજ દુર્ઘટનામાં વહેલી સવારે વધુ એક મૃતદેહ કઢાયો છે. મોહન ભીખાભાઈ ચાલડાનો મૃતદેહ બહાર કઢાયો છે. ગામ બામણગામના રહેવાશી બાઈક પર ત્રણ લોકો સવાર હતા. જેમાંથી એક મોહનભાઈનો મૃતદેહ બહાર કઢાયો છે. વર્ષ 1981માં ગંભીરા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 1985માં બ્રિજને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજ જર્જરીત હોવા છતાં પણ બ્રિજ પર વાહનવ્યવહાર તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો નહતો અને આ મોટી દુર્ઘટનાનો ભોગ લોકો બન્યા છે. દર વર્ષે આ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં આવતું હતું, ઈન્સ્પેક્શનમાં બ્રિજને રિપેરિંગની જરૂર હોવાનું જણાયું હતું પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી.
બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ
બીજી તરફ સરકારે કાર્યવાહી કરતા ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે. આ દુર્ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે. જો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કમિટી સૂચનો કરશે. આ કમિટીમાં માર્ગ મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઈજનેર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 10 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?