Vadodara : બસની લાઇટમાં અંજાતા ચાલક ડિવાઇડર ચૂક્યા, સર્જાયો કાર અકસ્માત
- બસની ફુલ ફોકસ લાઇટ અકસ્માતનું કારણ બની હોવાનો દાવો
- આંખોમાં લાઇટ પડતા સિનિયર સિટીઝન નજીકનું કંઇ જોઇ ના શક્યા
- આખરે કાર ડિવાઇડર પર જઇ ચઢી, તુરંત મદદે આવ્યા સ્થાનિકો
Vadodara : વડોદરા (Vadodara) માં બસની ફૂલ ફોકસ લાઇટના (Bus Full Focus Light) કારણે કારનો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. ગતરોજ રજાના દિવસે શહેરના ધમધમતા લાલબાગ બ્રિજ પરથી એક સિનિયર સિટીઝન પોતાની કાર લઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી બસની ફુલ ફોકસ વાળી લાઇટ તેમની આંખોમાં પડતા તેઓ અંજાઇ ગયા હતા. અને નજીકમાં જ આવતું ડિવાઇડર તેમનાથી ચૂકી જવાયું હતું. જેને પગલે તેમની કાર ડિવાઇડર પર ચઢી (Car On Divider) ગઇ હતી. આ ઘટનામાં કોઇને જાનહાની થઇ નથી. પરંતુ એક તબક્કે સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને પહલે સ્થળ પર અફરા-તફરી મચી જવા પામી હતી.
બ્રિજ પર લોકોની સહેજ વધારે ચહલ પહલ હતી
વાહનોમાં ફુલ ફોકસ વાળી લાઇટ ચાલકને સુવિધા આપે છે, પરંતુ સામેવાળી વ્યક્તિ માટે તે અકસ્માતનું કારણ બની શકે છે. આ વાતની સાબિતી આપતી ઘટના સામે આવી છે. ગતરોજ રાત્રીના સમયે જન્માષ્ટમીની રજાના કારણે રાજમાર્ગો અને બ્રિજ પર લોકોની સહેજ વધારે ચહલ પહલ હતી. તે સમયે લાલ બાગ બ્રિજ પર એક સિનિયર સિટીઝન પોતાની કાર લઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી બસની ફુલ ફોકસ લાઇટ (Bus Full Focus Light) માં તેમની આંખો અંજાઇ ગઇ હતી. અને કેટલીક ક્ષણો માટે તેઓ નજીકનું કંઇ જોઇ શક્યા ન્હતા.
સ્થાનિકોએ સ્થિતી સંભાળી લીધી
આવી પરિસ્થિતીમાં કાર નજીકનું ડિવાઇડર તેઓ ચૂકી ગયા હતા. અને કાર સીધી ડિવાઇઝર પર જઇ ચઢી (Car On Divider) હતી. ઘટનાને પગલે સ્થળ પર હળવા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, સ્થાનિકોએ સ્થિતી સંભાળી લીધી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હતી. સમગ્ર મામલે કાર ચાલકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે નજીકના હનુમાનજી મંદિર પાસેથી આવી રહ્યા હતા. અમારે ગ્રીમ પાર્ક સોસાયટી તરફ જવાનું હતું, દરમિાયન રસ્તામાં બસની ફુલ ફોકસ વાળી લાઇટમાં અંજાઇ જવાના કારણે ડિવાઇડર દેખાયું ન્હતું. જેથી કાર ડિવાઇડર પર ચઢી ગઇ હતી.
આ પણ વાંચો ---- Nandotsav : શામળાજી ખાતે ઉજવાયો ભવ્ય નંદોત્સવ, બાળ કૃષ્ણને ચાંદીના રમકડાં ચડાવાયા