Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : કેનેડા રિટર્ન યુવકે ચોરીમાં ઝંપલાવ્યું, પોલીસે 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો

Vadodara : દબોચી લેવામાં આવેલા આ યુવકની જડતીમાં કેનેડાનું લાયસન્સ મળી આવ્યું હતું. બાદમાં તપાસમાં યુવકે જણાવ્યું કે, તે કેનેડા રિટર્ન છે
vadodara   કેનેડા રિટર્ન યુવકે ચોરીમાં ઝંપલાવ્યું  પોલીસે 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો
Advertisement
  • કેનાડાથી પરત આવેલા યુવકે હાથફેરામાં નસીબ અજામાવ્યું
  • પોલીસે બાતમીના આધારે અટકાયતમાં લઇને વધુ કાર્યવાહી હાથ ધરી
  • પોલીસે એક કાર્યવાહીમાં ત્રણ કેસો દબોચી લીધા

Vadodara : તાજેતરમાં ગોરવા પોલીસ મથક (Gorwa Police Station - Vadodara) માં આવતા સારાભાઇ કમ્પાઉન્ડમાં આવેલી ડ્રાયફ્રુટની દુકાન અને રેસ્ટોરેન્ટમાં ચોરીની ઘટના સામે આવી હતી. જે મામલે ફરિયાદ નોંધાયા બાદ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગોરવા પોલીસના સ્ટાફને બાતમી મળતા શકમંદની અટકાયત કરવામાં આવી હતી. તેની તપાસ કરતા રોકડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. શખ્સ પાસેથી કેનેડાનું ડ્રાઇવીંગ લાયસન્સ મળી આવતા પોલીસની ટીમો ચોંકી હતી. યુવક કેનેડા રિટર્ન (Canada Return Thief - Vadodara) હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા 100 ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

Advertisement

બે હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી

ગોરવા પોલીસ મથકમાં અનડિટેક્ટેડ ગુના ઉકેલવા માટે પીઆઇ લાઠિયા દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે બાદ સર્વેલન્સ વિભાગની ટીમો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના બે હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળતા તે દિશામાં તપાસ આગળ વધારી હતી. બાતમીના આધારે પંડ્યા બ્રિજ પાસે આવેલી કંપનીના ગેટ સામે એક અજાણ્યો ઇસમ (Canada Return Thief - Vadodara) બાઇક સાથે ઉભો હતો. તેની અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

કુલ રૂ. 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

આ યુવક ક્રિયેશકુમાર પ્રવીણભાઇ પટેલ (રહે, ખારા કુવા ફળીયુ, જલુંધ ગામ, ખંભાત, આણંદ) ની અટકાયત કરીને તેની પુછપરછ કરતા તેણે બાઇક ચોરીની સાથે સારાભાઇ કેમ્પસમાં આવેલી જાણીતી ડ્રાયફ્રુટની દુકાન અને રેસ્ટોરેન્ટને પોતાના શિકાર બનાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવકની જડતીમાં કેનેડાનું લાયસન્સ મળી આવ્યું હતું. બાદમાં તપાસમાં યુવકે જણાવ્યું કે, તે કેનેડા રિટર્ન (Canada Return Thief - Vadodara) છે. તસ્કર પાસેથી પોલીસે રોકડા, બાઇક, અને કટર મળીને કુલ રૂ. 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં 100 ટકા મુદ્દામાલને રિકવર કરવામાં આવ્યો છે. સાથે જ ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલા ત્રણ કેસો ઉકેલી કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો ----- Vadodara : પાદરાના રાજકારણમાં નિવેદનબાજીનો દોર યથાવત, પૂર્વ ધારાસભ્યએ કહ્યું, 'તે જુઠ્ઠાસિંહ છે'

Tags :
Advertisement

.

×