Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પશુપાલકો અને ઢોર પકડતી ટીમ વચ્ચેની સાંઠગાંઠનો ઓડિયો વાયરલ

VADODARA : જે તે સમયે કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ હાલની સ્થિતીએ કામગીરી ઢીલી ગતિએ ચાલતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
vadodara   પશુપાલકો અને ઢોર પકડતી ટીમ વચ્ચેની સાંઠગાંઠનો ઓડિયો વાયરલ
Advertisement
  • વડોદરામાં પશુપાલકો પૈસા આપીને પોતાનું ધાર્યું કરાવતા હોવાનું સામે આવ્યું
  • ઓડિયો વાયરલ થતા પાલિકાની ઢોર પાર્ટીની ટીમ જોડેની મીલીભગત ખુલ્લી પડી
  • શું આ રીતે વડોદરાને રખડતા પશુ મુક્ત કરાવાશે, લોકમુખે સવાલોએ સ્થાન લીધું

VADODARA : વડોદરા (VADODARA) ને રખડતા ઢોર મુક્ત (STRAY CATTLE FREE CITY - VADODARA) કરવા માટે પાલિકા (VMC) દ્વારા કરવામાં આવતી કામગીરી પર સવાલો ઉઠે તેવો ઓડિયો સોશિયલ મીડિયા વર્તુળમાં વાયરલ થવા પામ્યો છે. રખડતા ઢોક પકડીને તેને રૂ. 3 હજારમાં છોડી મુકવામાં આવતા હોવાનું આ ઓડિયો થકી સામે આવ્યું છે. ઓડિયોમાં સંભળાતા શબ્દે ઢાંકરી લે એટલે ગાયોને છોડી જા, અને ગાંઠિયાનો અર્થ પૈસા હોવાનું વ્યાપક ચર્ચાઇ રહ્યું છે. આ અંગે પશુપાલક પાસે ગુગલ પે માં પૈસા આપ્યાના પુરાવા હોવાનું પણ ઓડિયો મારફતે સપાટી પર આવ્યું છે.

પૈસાની ચૂકવણી પશુ છોડાવવા માટે કરવામાં આવતી

વડોદરાના અગાઉના પાલિકા કમિશનર દિલીપ રાણા દ્વારા રખડતા પશું નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે તે સમયે કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ હાલની સ્થિતીએ કામગીરી ઢીલી ગતિએ ચાલતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ વચ્ચે પશુપાલકો અને પાલિકાની રખડતા ઢોર પકડતી ટીમ વચ્ચે સાંઠગાંઠ ખુલ્લી પાડે તેવો ઓડિયો સોશિયલ મીડિયા સર્કલમાં વાયરલ થવા પામ્યો છે. ઓડિયોમાં પશુપાલકો અને પાલિકાની ઢોર પાર્ટીના સંજય રાજપુત ઉર્ફે બાબુ નામના વ્યક્તિ વચ્ચે આ સંવાદ થતો હોવાનું સામે આવ્યું છે. ઓડિયોમાં રૂ. 3 હજારની લેવડ-દેવડની વાત પણ થઇ રહી છે. જેની ચૂકવણી પશુ છોડાવવા માટે કરવામાં આવતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Advertisement

સંજય રાજપુત ઉર્ફે બાબુ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે

આ સંવાદમાં ચોંકાવનારી વાત તે પણ સામે આવી છે કે, કોઇ અકોટાવાળા દ્વારા પશુપાલકોને લોકેશન પણ આપવામાં આવી રહ્યા છે. જેથી તેઓ તેમની કામગીરીના સમય અને સ્થળથી સારી રીતે વાકેફ થતા હોવાનું ખુલવા પામ્યું છે. આ ઘટનાનો ઓડિયો વાયરલ થતા જ શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અને શું આ રીતે સાંઠગાંઠથી વડોદરા શહેરને કેટલ ફ્રી સિટી બનાવાશે, સહિતના પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું કે, ઓડિયોમાં ઢોર પાર્ટીમાં કામ કરતો જે શખ્સ વાતચીત કરતા જણાય છે તે સંજય રાજપુત ઉર્ફે બાબુ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. અને આ મામલો સપાટી પર આવતા 5 દિવસમાં તપાસ કર્યા બાદ રિપોર્ટ સબમિટ કરવામાં આવનાર છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે વાંધાનજક પોસ્ટ શેર કરનાર વૃદ્ધ સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×