Vadodara : સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી, સરદાર સભામાં રક્ષામંત્રીનું ખાસ સંબોધન
- Vadodara માં સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી
- જન્મજયંતીનાં નિમિત્તે આયોજિત યુનિટી માર્ચ સાધલી પહોંચી
- શિનોરનાં સાધલી ખાતે સરદાર સભાનું આયોજન
- રક્ષામંત્રી રાજનાથ સિંહ સભાને સંબોધિત કરી
- સતત ચાલી રહેલા પદયાત્રીઓનો રાજનાથ સિંહે માન્યો આભાર
- સરદાર પટેલને યાદ કરી કહ્યું- રાજકીય ક્ષેત્રમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી..
Vadodara : વડોદરામાં સરદાર પટેલની જન્મજયંતીની (Sardar Patel's Birth Anniversary) ઉજવણી નિમિત્તે યોજાયેલ યુનિટી માર્ચ આજે સાધલી ખાતે પહોંચી હતી. શિનોરનાં સાધલી ખાતે સરદાર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh), પંજાબનાં ઉપરાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી (Pushkar Singh Dhami), કેન્દ્રીય રાજ્યમંત્રી શોભા કરંદલાજે, મંત્રી મનસુખભાઈ માંડવીયા (Mansukhbhai Mandaviya), કુંવરજી બાવળિયા અને કૌશિક વેકરિયા સહિત ધારાસભ્યો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રક્ષામંત્રી રાજનાથસિંહ, ઉપરાજ્યપાલ ગુલાબંચંદ્ર કટારિયા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહિત નેતાઓએ સભાને સંબોધિ હતી. રક્ષામંત્રીએ કહ્યું કે, સરદાર પટેલનાં લીધે આજે આપણું ભારત એક છે, અખંડ છે. રાષ્ટ્રગીતનાં 150 વર્ષ પૂર્ણ થવાને લઈને પણ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. તેમણે સતત ચાલી રહેલા પદયાત્રીઓનો આભાર માન્યો હતો.
સરદાર પટેલના દૃઢ નિર્ણયના લીધે આજે ભારત એક છે અખંડ છે : રાજનાથ સિંહ
સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે શરૂ થયેલ યુનિટી માર્ચ (Unity March) આજે વડોદરાનાં (Vadodara) શિનોરના સાધલી ખાતે પહોંચી હતી. અહીં, સરદાર સભાનું આયોજન કરાયું હતું. રક્ષામંત્રી રાજનાથસિંહે સભાને સંબોધિત કરી અને સતત ચાલી રહેલા પદયાત્રીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આજે આપણું ભારત એક છે, અખંડ છે. ભારતને આઝાદ કરાવવા અને એકતા અને અખંડિતતા જાળવવા સરદાર વલ્લભભાઈ પટેલનું (Sardar Vallabhbhai Patel) મુખ્ય યોગદાન છે. રાજનૈતિક ક્ષેત્રમાં પણ તેમણે ભૂમિકા ભજવી છે. જો કે, કેટલીક એવી રાજનૈતિક તાકાત ઇચ્છતી હતી કે સરદાર પટેલની છબી ખોવાઈ જાય. પરંતુ, સરદાર વલ્લભભાઈ પટેલના દૃઢ નિર્ણયના લીધે આજે આપણું ભારત એક છે અખંડ છે.
આ પણ વાંચો - Chhota Udepur: સડેલું મકાઈનું બિયારણ મળતા હાહાકાર, ખેડૂતો વિતરણ કેન્દ્રએ પહોંચતા..!
Vadodara માં રક્ષામંત્રી રાજનાથ સિંહે મનસુખભાઈ માંડવીયાના કર્યા વખાણ
રક્ષામંત્રી રાજનાથ સિંહે મંત્રી મનસુખભાઈ માંડવીયાના (Mansukhbhai Mandaviya) વખાણ કરતા કહ્યું કે, સરદાર પટેલના 150 વર્ષે યુવાઓની પદયાત્રામાં મનસુખભાઈએ ખૂબ સારી રીતે જવાબદારી નિભાવી અને સંભાળી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીના સંદેશને ઘરે-ઘરે લઈ જવાની જવાબદારી ઊઠાવી છે. આજે આત્મવિશ્વાસથી ભરેલું ભારત એ સરદાર પટેલની વિરાસત છે. કિસાન અને સેનાની ચિંતા એ પણ સરદાર પટેલની વિરાસતનો જ ભાગ છે. સરદાર પટેલે કહ્યું હતું કે, હું નેતા નથી હું સૈનિક છું. એ વાત બિલકુલ સાચી હતી અને સૈનિક તરીકે અનુશાસન સાથે જીવન વિતાવ્યું. બારડોલી સત્યાગ્રહમાં પણ સરદાર પટેલે ઊગ્ર વિરોધ કર્યો અને આખરે બ્રિટિશની હાર થઈ. ખેડૂતોનાં હિતમાં નિર્ણય આવ્યો અને મહિલાઓએ તેમને 'સરદાર'નું બિરુદ આપ્યું. ખેડૂતો પ્રત્યે સરદાર ખૂબ જ સંવેદનશીલ હતા.
આ પણ વાંચો - Surat માં 13 વર્ષે પકડાયો મારામારીના ગુનાનો આરોપી, પોલીસે એમ્બ્રોઈડરીના વેપારીની ધરપકડ કરી
'રાષ્ટ્રગીતનાં 150 વર્ષ પૂર્ણ થવાને લઈને પણ ઠેર-ઠેર ઉજવણી'
રક્ષામંત્રીએ આગળ કહ્યું કે, આજે ભારત એક હોવાનું સૌથી મોટું યોગદાન સરદાર પટેલનું છે. હૈદરાબાદ અને જુનાગઢને ભારત સાથે જોડવામાં મજબૂર કર્યા, સરદાર પટેલે જો આકરું વલણ અપનાવ્યું ના હોત તો કદાચ હૈદરાબાદ આજે ભારતનો ભાગ ના હોત. તેમણે આગળ કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાં (Operation Sindoor) પણ ભારતીય સૈનિકોએ કરેલ પરાક્રમની ચર્ચા માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. રાષ્ટ્રગીતનાં (Indian National Anthem) 150 વર્ષ પૂર્ણ થવાને લઈને પણ ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. પીએમ મોદીજીના (PM Modi) સમયમાં હવે ભારત અર્થવ્યવસ્થામાં 4 સ્થાને છે, અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનતા કોઈ નહીં રોકી શકે.
આ પણ વાંચો - Patan માં ચોરી કરતી મહિલા ગેંગને LCBએ પકડી, નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં CCTV તપાસથી પકડાઈ ગેંગ