Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્મશાનનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપાતા છાણી ગામમાં બંધ પાળી વિરોધ

VADODARA : પાલિકાએ જોવાની જરૂર છે, આજે છાણી ગામ બંધ પાળી રહ્યો છે, તેમણે વિચારવું જોઇએ કે પબ્લીકનો શું મિજાજ છે - સ્થાનિક
vadodara   સ્મશાનનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપાતા છાણી ગામમાં બંધ પાળી વિરોધ
Advertisement
  • વડોદરામાં સ્મશાનનો વહીવટ સોંપવા મામલે વિરોધ જારી
  • છાણી ગામમાં બંધ પાળીને વિરોધ નોંધાવ્યો
  • છાણીનું સ્મશાન ખાનગી હાથોમાં સોંપાતા વિરોધ
  • જે સંસ્થાઓ અગાઉ વહીવટી કરતી હતી, તેમને કરવા દેવા માંગ

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા શહેરના 31 સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાને (CREMATORY MANAGEMENT HANDOVER) સોંપી દીધો છે. આ નિર્ણય જ્યારથી અમલમાં મુક્યો છે, ત્યારથી રોજ નિતનવા વિવાદ સામે આવી રહ્યા છે. થોડાક દિવસો પહેલા છાણી સ્મશાનનું અગાઉ સંચાલન કરતા ટ્રસ્ટ દ્વારા તેમના ખરીદેલા લાકડા સેવામાં આપી દેવામાં આવ્યા હતા. જે વાતનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કોર્પોરેટર પહોંચ્યા હતા. આ તકે સંસ્થાના સંચાલક અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ છાણી ગામના સ્મશાનનો વહીવટ સોંપવા અંગેનો વિરોધ શરૂ થયો છે. બે દિવસ પહેલા આખા છાણી ગામમાં ઢોલ-નગારા સાથે રેલી નીકળી હતી. આજે તે વાતના વિરોધમાં આખું છાણી ગામ બંધ (CHHANI AGITATION) રાખવામાં આવ્યું છે. અને સ્મશાનનો વહીવટ ખાનગી હાથોમાં સોંપવાની વાતનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

તેમણે મડદા પર આવક ઉભી કરવી છે

સ્થાનિક રમેશભાઇ પંચાલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે ધર્મદા ટ્રસ્ટ દ્વારા છાણી સ્મશાનનો જે વહીવટી કરવામાં આવતો હતો, તેને લઇને ખાનગી હાથોમાં સોંપી દેવામાં આવ્યો છે. તેનું શું કારણ, તેમણે મડદા પર આવક ઉભી કરવી છે, અથવા તો કોન્ટ્રાક્ટરોનો મોટા કરવા છે, ધર્મદા ટ્રસ્ટ ચલાવે છે, તેને ચાલવા દો, લોકોને હેરાન કરવાની વૃત્તિ બંધ કરી દો. જેટલા સ્મશાનો ધર્મદા ટ્રસ્ટ ચલાવતા હતા, તેને તેની રીતે ચલાવવાની છુટ આપવી જોઇએ. દાખલા તરીકે છાણી ટ્રસ્ટ, જલારામ ટ્રસ્ટ, આવા ટ્રસ્ટોએ જે કામ કર્યા છે, તેમને ચલાવવા દો, અત્યારે ભાજપની સરકાર છે, છતાં પણ આવું થાય.

Advertisement

મફતનું વાપરવાનું અને બીલો મુકીને તાગડધીન્ના કરવાના

અન્ય સ્થાનિક નિલેષશભાઇએ જણાવ્યું કે, આજે છાણી ગામના તમામ વેપારીઓએ બંધ પાળ્યું છે. પાલિકાએ જોવાની જરૂર છે, આજે છાણી ગામ બંધ પાળી રહ્યો છે, તેમણે વિચારવું જોઇએ કે પબ્લીકનો શું મિજાજ છે. સ્મશાનમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ જબરદસ્તી લાદી દેવામાં આવી છે. તેનો અમારો વિરોધ છે. કોન્ટ્રાક્ટરે ચાર્જ લીધા બાદ તેણે જે રીતે કરવું હોય તે રીતે ચલાવે, તેણે 20 દિવસ સુધી અગાઉની ટ્રસ્ટના લાકડા અને સામાનનો ઉપયોગ કર્યો છે. તેને તો એવું મળી ગયું કે, આપણે મફતનું વાપરવાનું અને બીલો મુકીને તાગડધીન્ના કરવાના. અમે લાકડાને આજુબાજુના ગામોના સરપંચોને બોલાવીને આપી દીધા હતા. કોન્ટ્રાક્ટરોએ જે વડ, પીપડાના જાડા લાકડા લાવીને મુકી દીધા હતા. કેટલાક અડધા બળેલા લાકડા હતા. આપણી સંસ્કૃતિ અનુસાર, આપણે વડ પીપળાના લાકડા વાપરી ના શકીએ.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : શિનોરની પીએમશ્રી સાધલી પ્રાથમિક શાળાનો દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સમાવેશ

Tags :
Advertisement

.

×