VADODARA : વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી
- વડોદરામાં પૂર નિવારણ માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરાયો
- આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું
- અગાઉ ગૃહમંત્રી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી ચૂક્યા છે
VADODARA : ગતરાતથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM BHUPENDRA PATEL) નું વડોદરા (VADODARA) માં આગમન થયું છે. આજે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે પ્રથમ તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સંદર્ભે અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકનું યોજી છે. અને ત્યાર બાદ તેઓ સમા ખાતે આવેલા મંગલપાંડે બ્રિજ નીચે ચાલતી વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT) ની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. તેમની સાથે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ, વડોદરા શહેર-જિલ્લાના ધારાસભ્યો, પાલિકાના પદાધિકારીઓ સહિત હાજર છે. વડોદરામાં પૂર નિવારણ માટેના પગલાં ભરતા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ અગાઉ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા આવી પહોંચ્યા હતા. અને તેમણે કામગીરી અંગે જાણ્યા બાદ સંતોષ વ્યક્ત કર્યો હતો.
નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી અને પાલિકા કમિશનર નજીકના ડોમમાં ગયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષમ કરવા પહોંચ્યા હતા. તેમની જોડે પાલિકાના પદાધિકારી અને ચૂંટાયેલા નેતા હાજર રહ્યા હતા. વડોદરાના પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા મુખ્યમંત્રીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીના પટમાં ચાલતી કામગીરીનું મુખ્યમંત્રીએ રૂબરૂમાં નિરીક્ષણ કર્યું હતું. તટ પરથી નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી અને પાલિકા કમિશનર નજીકના ડોમમાં ગયા હતા. જ્યાં કમિશનર દ્વારા મુખ્યમંત્રીને કાગળ પર રહેલી ડિટેઇલ્ડ માહિતી આપવામાં આવી હતી. આ તકે મુખ્યમંત્રીએ મીડિયા સાથે સંવાદ કરવાનું ટાળ્યું હતું. અને ત્યાર બાદ તેઓ દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ પ્રસંગે જવા રવાના થયા હતા.
આ પણ વાંચો --- VADODARA : લગ્નના વરઘોડામાં પહોંચી પાલિકા, જાનૈયાઓને રૂ. 2,500 નો ચાંલ્લો ચોંટ્યો


