VADODARA : મુખ્યમંત્રીના આગમનને પગલે વિશ્વામિત્રી કિનારે ડોમ ઉભા કરાયા
- મુખ્યમંત્રી પ્રથમ વખત વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાત લેશે
- વડોદરાની મુલાકાત દરમિયાન 1 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેંટ મળશે
- મુખ્ચમંત્રીને આવકારવા માટે પાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ
VADODARA : શુક્રવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM OF GUJARAT - BHUPENDRA PATEL) વડોદરા (VADODARA) ની મુલાકાતે આવનાર છે. અને તેમના હસ્તે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ - ખાતમૂહુર્ત કરવામાં આવનાર છે. ત્યારે મુખ્યમંત્રી વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT) નું નિરીક્ષણ પણ કરવા જનાર છે. જેને ધ્યાને રાખીને વડોદરા પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે પટમાં ઘાસ નાખવામાં આવ્યા છે, સાથે જ કામચલાઉ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અને તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરીને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
રૂ. 1,156 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે
આવતી કાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વડોદરાની મુલાકાતે આવનાર છે. તેમના હસ્તે વડોદરામાં રૂ. 1,156 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. સાથે જ તેઓ સમા વિસ્તારમાં આવેલા મંગલપાંડે બ્રિજ નજીકથી પસાર થતી નદીમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરનાર છે. મુખ્યમંત્રીના આગમનને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
એક હજાર સ્કવેર મીટરમાં વેજીટેશન ગ્રાસ પાથરવામાં આવ્યું
વડોદરા પાલિકા દ્વારા મંગલપાંડે બ્રિજ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં કામચલાઉ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. સાથે જ જમીનનું ધોવાણ અટકાવવા માટે માટે એક હજાર સ્કવેર મીટરમાં વેજીટેશન ગ્રાસ પાથરવામાં આવ્યું છે. જમીનનું ધોવાણ અટકાવવા માટે પર્યાવરણવિદો દ્વારા આ સૂચન કરવામાં આવ્યું હતું. જેનું પાલિકા દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમૂહુર્ત થનાર વિકાસ કાર્યોમાં સોલાર પ્રોજેક્ટ, સુએજ પ્લાન્ટ તથા પાણી પુરવઠા સહિતના કામો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : પિતાના રસ્તે પુત્રી, ચેસ ટૂર્નામેન્ટમાં ઝળકી શહેરની 4 વર્ષની દિકરી


