Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : સોખડા સ્વામીના આપઘાત કેસમાં બે વર્ષ બાદ ફરિયાદ, કોર્ટે આપી આ મંજૂરી

સોખડા સ્વામીના આપઘાતમાં તપાસ માટે કોર્ટે મંજૂરી આપી ગુણાતીત ચરણદાસ સ્વામીના આપધાતમાં બે વર્ષ બાદ ફરિયાદ પાંચ સ્વામી વિરુદ્ધ NC ફરિયાદ નોંધાઈ, ફરિયાદમાં ગંભીર આરોપ વડોદરાનાં (Vadodara) સોખડા સ્વામિનારાયણ મંદિરનાં સ્વામીના આપઘાત કેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુણાતીત...
vadodara   સોખડા સ્વામીના આપઘાત કેસમાં બે વર્ષ બાદ ફરિયાદ  કોર્ટે આપી આ મંજૂરી
Advertisement
  1. સોખડા સ્વામીના આપઘાતમાં તપાસ માટે કોર્ટે મંજૂરી આપી
  2. ગુણાતીત ચરણદાસ સ્વામીના આપધાતમાં બે વર્ષ બાદ ફરિયાદ
  3. પાંચ સ્વામી વિરુદ્ધ NC ફરિયાદ નોંધાઈ, ફરિયાદમાં ગંભીર આરોપ

વડોદરાનાં (Vadodara) સોખડા સ્વામિનારાયણ મંદિરનાં સ્વામીના આપઘાત કેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુણાતીત ચરણદાસ સ્વામીના આપધાત કેસમાં કોર્ટે સોખડાનાં અન્ય 5 સ્વામીઓ વિરુદ્ધ વધુ તપાસ માટે પોલીસને મંજૂરી આપી છે. આપઘાતનાં બે વર્ષ બાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં NC ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદી હસમુખ ત્રાંગડિયા દ્વારા નોંધાવવામાં આવી હતી. આ કેસમાં 5 સ્વામી વિરુદ્ધ NC ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો - VADODARA : ફ્લેટના ટેરેસ પર લાગેલા ઝંડાને લઇને જિલ્લા પોલીસવડાની સ્પષ્ટતા

Advertisement

સોખડા સ્વામિનારાયણ મંદિરનાં સ્વામીનો આપઘાત

વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરમાં (Sokhda Swaminarayan) ગુણાતીત ચરણદાસ સ્વામીએ (Gunatheet Charandas Swamy) ગળાફાંસો ખાઇને આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. જો કે, આ મામલે આત્મહત્યાનાં બે વર્ષ બાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં (Manjusar Police Station) ફરિયાદ હસમુખ ત્રાંગડિયા દ્વારા પાંચ સ્વામી વિરુદ્ધ NC ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, કિશોર ત્રાંગડિયા, હરિપ્રકાશદાસ ગુરુ સ્વામી, પ્રભુપ્રિયદાસ ગુરુ, જ્ઞાનસ્વરૂપદાસ સ્વામી અને ત્યાગવલ્લબ સ્વામી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં હવે કોર્ટે સ્વામીઓ વિરુદ્ધ વધુ તપાસ કરવા માટે મંજૂરી આપી છે.

Advertisement

આ પણ વાંચો - Gondal : માર્કેટિંગ ચાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા આજે દેશભરમાં વિરોધના પડઘા

ફરિયાદમાં કરાયા ગંભીર આરોપ

પોલીસ ફરિયાદમાં આરોપ કરાયો છે કે સ્વામીઓને ગુણાતીત ચરણદાસ સ્વામીના આપઘાતની જાણકારી હોવા છતાં પોલીસથી વાત છુપાવી હતી છે. ગુણાતીત સ્વામીનું કુદરતી મોત નિપજ્યું હોવાની વાત પોલીસ અને પરિવારને કરી હોવાનો પણ આરોપ ફરિયાદમાં કરાયો છે. જો કે, આ મામલે સ્વામીઓ વિરુદ્ધ વધુ તપાસ માટે પોલીસે કોર્ટ પાસે મંજૂરી માગતા કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે, પોલીસ દ્વારા સ્વામીઓ સામે ઉંડાણપૂર્વક તપાસ કરાશે.

આ પણ વાંચો - VADODARA : ગણેશજી મૂર્તિ ઉપર ઘનશ્યામ મહારાજને સ્થાન આપતા આક્રોષ

Tags :
Advertisement

.

×