Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara: “મને બિયર વાળી વળગી છે,મને બિયર પીવડાવજો!” ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો તો સરપંચ ગાંડા બની ગયા!

Vadodara: વાઘોડિયાના રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. ખુદ ગ્રામ પંચાયતના સભ્યએ જ આરોપ લગાવ્યા છે. આરોપોની તપાસથી બચવા સરપંચ કમલેશ વસાવાએ ગાંડા થવાનુ તરકટ રચ્યુ હતું. સરપંચ કમલેશ વસાવાના ગાંડપણની કરતૂતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ગાંડપણનુ નાટક પૂરું થયા બાદ વીડિયો રેકોર્ડિંગ બંધ કરવા ઈશારો કરતા કેમેરામાં કેદ થયા છે.
vadodara  “મને બિયર વાળી વળગી છે મને બિયર પીવડાવજો ” ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો તો સરપંચ ગાંડા બની ગયા
Advertisement
  • વાઘોડિયાના રસુલાબાદ ગ્રા.પં.ના સભ્યના ભ્રષ્ટાચારના આક્ષેપ
  • ગ્રામ પંચાયતના સરપંચ-ડેપ્યુટી સરપંચ સામે ભ્રષ્ટાચારના આરોપ
  • ભ્રષ્ટાચારના આક્ષેપથી બચવા સરપંચનું માનસિક અસ્થિર થવાનું નાટક
  • સરપંચનો ગાંડા થવાના નાટકનો વધુ એક વીડિયો આવ્યો સામે
  • સરપંચે હાથમાં બિયરનું ટીન લઈને બનાવડાવ્યો વીડિયો
  • સરપંચ કમલેશ વસાવાએ માનસિક અસ્થિર હોવાનું નાટક કર્યુ
  • જાતે વીડિયો બનાવડાવી છેલ્લે રેકોર્ડિંગ બંધ કરવાનો ઈશારો કર્યો
  • વિકાસકાર્યોમાં પેટાકોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા લીધા હોવાનો આરોપ

Vadodara: વાઘોડિયાના રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશ વસાવા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગતા સરપંચે ‘ગાંડપણું’નું નાટક કરી તપાસમાંથી બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોતે જ પોતાની ચાલમાં ફસાઈ ગયા છે. તેમના વીડિયોમાંએ તેમની તમામ પોલ ખોલી દીધી છે.

રસુલાબાદ ગ્રા.પં.ના સભ્યના ભ્રષ્ટાચારના આક્ષેપ

મળતી માહિતી મુજબ વડોદરાના વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. ગ્રામ પંચાયતના જ એક સભ્યએ સરપંચ કમલેશ વસાવા તથા ડેપ્યુટી સરપંચ સામે વિકાસકાર્યોમાં પેટા-કોન્ટ્રાક્ટર પાસેથી મોટી રકમની ઉઘરાણી કરવાના આરોપ મૂક્યા છે. આ આરોપોની લેખિત ફરિયાદ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી (TDO)ને કરવામાં આવી છે.

Advertisement

Advertisement

સરપંચ કમલેશ વસાવાએ માનસિક અસ્થિર હોવાનું નાટક કર્યુ

આરોપોની તપાસ શરૂ થતાં જ સરપંચ કમલેશ વસાવાએ માનસિક અસ્થિરતાનું નાટક શરૂ કરી દીધું હતું. પરંચાયતના સભ્યો અને ગ્રામજનોએ આને ‘ભ્રષ્ટાચારના આરોપોમાંથી બચવાની ચાલ’ ગણાવી હતી. હવે આ નાટકનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સરપંચ હાથમાં બિયરનું ટીન પકડીને અટ્ટહાસ્ય કરતા દેખાય છે અને બૂમો પાડે છે, “મને બિયર વાળી વળગી છે… મને બિયર પીવડાવજો… કોઈ કકડો રોટલો આલો જો!” જો કે આશ્ચર્યની વાત એ છે કે વીડિયોના અંતે સરપંચકેમેરા તરફ જોઈને હાથનો ઈશારો કરીને રેકોર્ડિંગ બંધ કરવાનું કહે છે, જેથી સ્પષ્ટ થાય છે કે આખું નાટક તેમણે જાતે જ બનાવડાવ્યું હતું.ગ્રામજનોમાં ભારે રોષ છે અને તેઓ સરપંચ સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Rajkot: પૈસા અને વિદેશની ઘેલછાએ પુત્રને હત્યારો બનાવ્યો, પિતાને કુહાડીના ઘા ઝીંક્યા

Tags :
Advertisement

.

×