VADODARA : ઓનલાઇન ગેમમાં રૂ. 15 લાખ હારેલો યુવક મોટો કાંડ કરે તે પહેલા જ ધરપકડ
- વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી
- ત્રણ એટીએમ તોડવાના નિષ્ફળ પ્રયાસ કરનાર ટોળકી ઝબ્બે
- યુટ્યુબ પરથી જોઇને ખોટા કામને અંજામ આપવાનું નક્કી કર્યું હતું
VADODARA : ગુનાખોરી ડામવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની (VADODARA CRIME BRANCH) ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એક ઇકો રાડી શંકાસ્પદ જણાઇ આવતા ઠેકરનાથ સ્મશાન પાસે હોવાની માહિતી મળી હતી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, સરફરાજ સૈયદ તેના બે સાગરિતો જોડે મળીને એટીએમ તોડવા (ATM THEFT) માટેની ફિરાકમાં છે. જેથી ટીમે કિશનવાડી પાસે ગાડીને કોર્ડન કરીને રોકી લીધી હતી. બાદમાં ગાડીમાં બેઠેલા લોકોને બહાર કાઢીને તેમની ઓળખ પુછવાનું કહેતા ચાલકે, પોતાનું નામ સરફરાજ યાશીનહુસેન સૈયદ (રહે. ઠેકરનાથ સ્મશાનની બાજુમાં કિશનવાડી, વડોદરા), અન્યએ પોતાનું નામ સોહમ કાળીદાસ માળી (રહે. સહકાર નગર, ઉકાજીનું વાડિયું, વડોદરા) અને મનિષ મુકેશભાઇ સોલંકી (રહે. જીવણનગર, આવાસ મકાન, વડોદરા) જણાવ્યું હતું.
તેણે લીધેલી લોનના હપ્તા ચડી ગયા
બાદમાં ગાડીમાં તપાસ કરતા ઓક્સિજન સીલીન્ડર, ગેસ કટર, કોશ, મોબાઇલ ફોન મળી આવ્યા હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવતા સરફરાજ સૈયદ તુટી ગયો હતો. અને જણાવ્યું કે, તે ઓનલાઇન ગેમમાં આશરે રૂ. 15 લાખ હારી ગયો છે. સાથે જ તેણે લીધેલી લોનના હપ્તા ચડી ગયા છે. ઉપરાંત સાથીઓને પણ પૈસાની જરૂરિયાત હોવાથી એટીએમ તોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે એટીએમ મશીન તોડવાની માહિતી યુટ્યુબ પરથી મેળવવામાં આવી હતી. આ વીડિયો જોયા બાદ ઇકો ગાડી ભાડે લેવામાં આવી હતી. બાદમાં કપુરાઇ ખાતેનું એટીએમ તથા સાંકરદા રોડ પર આવેલું એટીએમ તોડવાનો પ્રસાય કરવામાં આવ્યો હતો. પરંતુ ેમાં સફળતા મળી ન્હતી. તેઓ સિક્યોરીટી ના હોય તેવા એટીએમની રેકી કરીને ટાર્ગેટ કરવાનાર હતા.
કુલ મળીને રૂ. 2.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરફરાજ યાશીનહુસેન સૈયદ (રહે. ઠેકરનાથ સ્મશાનની બાજુમાં કિશનવાડી, વડોદરા), અન્યએ પોતાનું નામ સોહમ કાળીદાસ માળી (રહે. સહકાર નગર, ઉકાજીનું વાડિયું, વડોદરા) અને મનિષ મુકેશભાઇ સોલંકી (રહે. જીવણનગર, આવાસ મકાન, વડોદરા) ની અટકાત કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. તમામ પાસેથી કાર, ઓક્સિજન સિલિન્ડર સહિત કુલ મળીને રૂ. 2.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : નંદેસરી ઇન્ડ. એસો.નો GIDC અને GETCO સામે ગંભીર આરોપ, 300 કંપનીઓ ઠપ


