VADODARA : નકલી વિગ પહેરીને અછોડા તોડતા બે ઝબ્બે, અડધો ડઝન કેસ ઉકેલાયા
- વિતેલા કેટલાક દિવસોમાં શહેરમાં ચેઇન સ્નેચર ગેંગે માથુ ઉંચક્યું હતું
- વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથમાં લેતા જ સપાટો બોલાવ્યો
- શકમંદને દબોચી લેતા અડધો ડઝન કેસ ઉકેલાઇ ગયા
VADODARA : વિતેલા કેટલાક દિવસોથી વડોદરામાં (VADODARA) અછોડા તોડ ગેંગ (CHAIN SNATCHING) સક્રિય થઇ હોવાનું સામે આવ્યું હતું. કિસ્સાઓ વધતા આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પાછલા ગુનાઓનો અભ્યાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલા સોનુસિંગ બલવિરસિંગ ભોંડ (સિકલીગર) શંકાના દાયરામાં આવ્યો હતો. તે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તરસાલી-દંતેશ્વર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન બે શકમંદો અલગ અલગ બાઇક પર આવતા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમોને જોઇને તે નાસી છુટવાનો પ્રયાસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવતા બંને ભાંગી પડ્યા
જો કે, ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ચપળતા પૂર્વક બંનેને કોર્ડન કરી લીધા હતા. બાદમાં પુછપરછમાં બંનેઓ પોતાના નામ સોનુસિંગ બલવીરસિંગ ભોંડ (સિકલીગર) (રહે. ભેસ્તાન આવાસ, સુરત) (મૂળ રહે. મહારાષ્ટ્ર, નાંદોદ) અને જશપાલસિંગ પાપાસિંગ બાવરી (સિકલીગર) (રહે. આજવા રોડ. વડોદરા) હોવાનું જણાવ્યું હતું. બંનેએ પાસેથી સોનાના બે મંગળસુત્ર અને ચાર તુટેલી સોનાની ચેઇન મળી આવી હતી. તે અંગે પુછતા તેઓ કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા ન્હોતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવતા બંને ભાંગી પડ્યા હતા. અને તેમની પાસેથી મળી આવેલા કુલ 6 દાગીના ચોરીના હોવાનું જણઆવ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ બંને પાસેથી કુલ મળીને રૂ. 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુનો કરવા સમયે વાહનની નંબર પ્લેટ કાઢી નાંખવામાં આવતી
આરોપી સોનુસિંગ ભોંડ વિરૂદ્ધ લૂંટ, ચેઇન સ્નેચીંગ, ઘરફોડ, વાહનચોરી, હથિયાર સહિત 11 ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે આરોપી જશપાલસિંગ બાવરી વિરૂદ્ધ લૂંટ, ઘરફોડ ચોરી અને વાહન ચોરીના પાંચ ગુના નોંધાયેલા છે. બંનેની મોડસ ઓપરેન્ડી પ્રમાણે, તેઓ પોતાની ઓળખ છુપાવવા માટે માટે ખોટા વાળની નકલી વિગ અને ટોપી પહેરીની નીકળતા હતા. ગુનો કરવા સમયે વાહનની નંબર પ્લેટ કાઢી નાંખવામાં આવતી હતી. મોટા ભાગે રાત્રીના સમયે બંને બાઇક પર નીકળીને અટોકા અને ગોરવા વિસ્તારમાં ટુ વ્હીલર પર જતા મહિલા-પુરૂષને ટાર્ગેટ કરતા હતા. ઉપરોક્ત ઘરપકડથી ગોરવા અને અકોટા પોલીસ મથકમાં નોંધાયેલા 6 ગુનાના ભેદ ઉકેલાયા છે.
આ પણ વાંચો ---- VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પીડિતો સુધી મદદ માટે સૌથી પહેલા પોલીસ પહોંચી


